Sunday, June 12, 2022

14 સપ્‍ટેમ્‍બર હિન્‍દી દિવસ

આજે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે 75 વર્ષ થયા

હિન્‍દી શબ્‍દનો ઉદ્‌‌ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્‍દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્‍લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્‍દ છે. હિંદુ શબ્‍દ પણ આ રીતે આવેલો છે. હિંદ અને હિન્‍દુ તે સંસ્‍કૃત શબ્‍દ સિંદઉનો અર્પભ્રંશ છે. હિંદી ભાષા મુખ્‍યતઃ સંસ્‍કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્‍દોને સમાવેશ થાય છે. હિન્‍દી અને ઉર્દુ ભગીની ભાષા કહેવાય છે. કારણ કે તેમના વ્‍યાકરણ અને શબ્‍દ ભંડોળમાં ખૂબ સમાનતા છે.


આપણી રાષ્ટ્રભાષા આપણાં દેશ માં  કેટલાં ટકા લોકો જાણે છે. ?


આ પ્રશ્નનો ચોક્કસ જવાબ આપવો થોડો મુશ્કેલ છે કારણ કે ભારત જેટલા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભાષાની જાણકારી સંબંધિત ચોક્કસ આંકડા મેળવવા એક જટિલ કામ છે. ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે અને લોકોની ભાષા જાણકારી વિવિધ પરિબળો જેવા કે શિક્ષણનું સ્તર, વિસ્તાર, વય વગેરે પર આધારિત હોય છે. હિંદી સવિધાનિક રૂપે ભારતની પ્રથમ રાષ્‍ટ્રભાષા છે અને સૌથી વધુ બોલાતી અને સમજાતી ભાષા છે. હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્‍ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. 26 જાન્‍યુઆરી 1965ના દિવસે હિંદીને ભારતની રાષ્‍ટ્રભાષાનો દરજ્‍જો આપવામાં આવ્‍યો. ચીની ભાષા પછી હિંદુ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશમાં થઇને કુલ 60કરોડથી વધુ લોકો હિન્‍દી બોલે છે વાંચે છે અથવા લખે છે. ફિજી મોરેશિયમ, ગુયાના, સુરીનામ અને નેપાળની મોટાભાગની પ્રજા હિન્‍દી બોલે છે.


ભારતની બંધારણ સભાએ 1949માં આજના દિવસે તેને અધિકૃત ભાષા તરીકે જાહેર કરી હતી. દેવનાગરી લિપિ સાથે રાષ્‍ટ્રભાષા તરીકે તેનો સ્‍વીકાર થયો હતો. 1965 સુધીમાં હિન્‍દી સરકારની સંપૂર્ણ કામગીર માટેની ભાષા બની જશે તેવું જણાવાયેલું. પણ હિન્‍દીને અધિકૃત ભાષા તરીકે અપનાવવાનો વિરોધ થયો અને નવો કાયદો પસાર કરી અંગ્રેજી અધિકૃત ભાષા તરીકે ચાલુ રાખવામાં આવી. જો કે. હિન્‍દીને ભારતની રાષ્‍ટ્રભાષા તરીકે અધિકૃત કરવા સમિતિની રચના પણ કરાય. બી.જી. ખેર કમિશને આ સંદર્ભે ખાસ્‍સુ કામ કરીને તેમની ભલામણનોને આખરી ઓપ આપ્‍યો હતો.


હિન્‍દી ઇન્‍ડો-આચર્ય કુળની ભાષા છે. અનેક શબ્‍દો સંસ્‍કૃત, અરેબિક ફારસી ભાષામાંથી પણ આવ્‍યા છે. સંપર્ક ભાષા તરીકે હિન્‍દીએ સ્‍થાન લીધું છે. ફિલ્‍મો તો ખૂબ લોકપ્રિય બની છે. અંગ્રેજી ભકતો પણ હિન્‍દી ફિલ્‍મો જુએ છે અને હિન્‍દી ગીતો સાંભળે છે. આજે વિશ્વના તમામ દેશોમાં હિન્‍દી ભાષીઓ અને જાણનારાઓ વસે છે. વિદેશીઓ પણ હિન્‍દી નિષ્‍ણાત બની ગયા છે. દેશની અંદર હિંદીમાં દેશભકિત ગીતો સાંભળવા મળે છે.


ગાંધીજીએ હિન્‍દીને એકતાની ભાષા કહી હતી. સમગ્ર વિશ્વમાં સૌથી બોલાતી આ બીજા ક્રમાંકની ભાષા છે. તેમ છતાં ભારતમાં ભાષાના નામે રાજકારણ રમાતુ આવ્‍યું છે. વિદેશોમાં અભ્‍યાસક્રમોમાં યુનિવર્સિટીઓમાં હિન્‍દીનો સમાવેશ થાય છે. અને આપણા દેશમાં તેની બાદબાકી થાય છે.


દેશમાં જોઇએ તો આસામામાં બોલાતી આસામી અને બોડો  તો બંગાળમાં બોલાતી બંગાળ જમ્‍મુ તરફની ડોગરી અને કાશ્‍મીરીની તો ગોવા તરફથી બોલાતી કોંકણી, ગુજરાતની ગુજરાતી, સાઉથ ની તમિળ તેલેગુ કન્નડ, મલયાલમ તથા મણિપુરમાં બોલાતી મણિપુરી, મરાઠી પંજાબી, સિંઘી, ઉર્દુ સંથાલી અને ઓડિયા અને સંસ્‍કૃત પણ પ્રાદેશિક જ છે.


બંધારણ સભાએ 1949માં અધિકૃત રાષ્‍ટ્રીય ભાષા તરીકે હિન્‍દી ભાષાને જાહેર કરી હતી. દર વર્ષે 14 સપ્‍ટેમ્‍બરના દિવસે દેશમાં રાષ્‍ટ્રીય ભાષા હિન્‍દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ  હિન્‍દી દિવસ ઉજવણીનો ઉદ્દેશ્‍ય હિન્‍દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કેળવવાનો અને આંતરરાષ્‍ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. વિદેશમાં ભારતીય એલચી કચેરીઓ દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિષયો પર હિન્‍દી ભાષામાં વ્‍યાખ્‍યાનો યોજીને હિન્‍દી ભાષાના વિકાસ અને પ્રચાર પર ભાર મુકવામાં આવે છે.


આમ છતાં હિન્દી માત્ર ભાષા પ્રત્યાયન માટે નથી પરંતુ દરેક ભારતીયની વચ્ચે સામાજિક અને સાંસ્કૃતિક સેતુ તરીકે પણ કામ કરે છે. દુનિયાભરનાં 170થી વધારે વિશ્વવિદ્યાલયોમાં હિન્દી એક ભાષાનાં રૂપે ભણાવવામાં આવે છે. અમેરિકામાં 150થી વધારે શૈક્ષણિક સંસ્થાનોમાં હિન્દીનું પાઠન થાય છે.


જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી 

હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારમાં ફિલ્મો, ટીવી ધારાવાહિક સાથે ફિલ્મી ગીતોએ મહત્વનો ભાગ ભજવ્યો છે:

ચીની ભાષા પછી હિન્દી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશના લોકો સહિત અંદાજે 90 કરોડથી વધુ લોકો આ ભાષા બોલે છે, 

આજે તો યુ-ટ્યુબ સાથે ગુગલ ઉપર પણ હિન્દી આર્ટીકલ જોવા મળે છે. અમેરીકા જેવા દેશની 45 વિશ્વ વિદ્યાલયોમાં હિન્દી ભણાવાય છે.વિશ્વની 176 મહાવિદ્યાલયોમાં હિન્દી ભાષાનું શિક્ષણ અપાય છે. જે ગૌરવ ની બાબત કહી શકાય.