Saturday, October 22, 2022

લગ્નોમાં જોવા મળતા દ્રશ્યો

 ગુજરાતીઓના લગ્નમાં જોવા મળતાં કેટલાક કોમન દ્રશ્યો:



👉ડીજેમાં ગરબા અને નાગીન ડાન્સ. 

👉વેંત ઊંચી ચાલતી વરરાજાની બેન.


👉મોઢું ચઢાવીને ફરતા ફૂઆ. 


👉ઐશ્વર્યાઓની પાછળ દાળની ડોલ લઈને ફરતા સલમાનો.


👉ફુલાણાનું ઢીકણા સાથે સેટિંગ કરવાની પેરવીમાં ફરતાં વડીલો. (અને બીજા ઘણાં)


👉અને બુફે સ્ટાઈલ ના જમણવાર માં બૈરી આઘી પાછી થાય ત્યારે  મીઠાઈઓ ના કાઉન્ટર ઉપર તુટી પડતાં ડાયાબીટીસ ના દરદી સળંગડાયા સિનીયર પતિદેવો....


👉 વિધિ અંગે ટેક્નિકલ ફોલ્ટસ કાઢતી આન્ટીઓ 🤪😜


👉  માત્ર વિધિ જ નહીં, બધી જ ચીજવસ્તુઓમાં ખોડ ખાપણ કાઢતી હોય એવી બાયુ જોવા મળે..


👉 લે... તેં આ ફલાણા ના લગ્નમાં પણ પેર્યું તું ને? એવું કહેતી બહેનો.. 


👉 ઘાઘરો આખો વ્યવસ્થિત ગોળ કરી હાથમાં જાનના સ્વાગતમાં વપરાયેલા બુકે લઈ ને નાના કઝીન ભાઈની પસલી વસૂલ કરતી ઇન્સ્ટાગ્રામ ચિબાવલીઓ બહેનો


👉 અમુક લગ્નોમાં માત્ર અને માત્ર બોટલના ઢાંકણા ખુલવાની રાહ જોતા અંકલો... 


👉 બેન્કમાં નોકરી કરતા દૂરના કાકા જે કારણ વગર અહીં કેશિયરની જોબે લાગ્યા છે... કેવાનો મતલબ વધામણા ની ડ્યુટી 🤣


👉 કોની વહુ/દીકરી ગર્ભવતી છે એ તરફ ચકોર નજર ફેરવતા વડીલ બુજર્ગ ભાઈ બહેનો.


👉છૂટાછેડા લીધેલ યુવક/યુવતીને નિહાળતા દરેક વયના સગા સંબંધીઓ.


👉 કોણ કેવા કપડાં /દાગીના પહેરીને આવ્યું છે એનું સર્વેક્ષણ કરતો સમગ્ર સ્ત્રી વર્ગ.


👉 કોઈ નું શરીર વધી ગયું કે ઓછું થઈ ગયું હોય એનું નિરીક્ષણ કરતા નમૂનાઓ


👉 અને લગન પતી જાય ને જાન જતી હોય ત્યારે અમુક વરરાજાને થાય k થોડી હજી  રાહ જોઈ હોત તો ઓલી પીડા ડ્રેસ વાળી જોડે ગોઠવાઈ જાત 😜



અને આ ઉપરની તમામ ઈ હંધાયની હરકતોને કેમેરાનાં વ્યુ ફાઈન્ડર માંથી ચુપચાપ જોઈ રહેલો અને મૂછમાં મલકાઈ રહેલો એવો મારાં જેવો મોટો કાફર સોરી ફોટોગ્રાફર... 📸😜👍🏼