કચ્છમાં અનેક પ્રવાસન સ્થળો આવેલ છે. જેમાં આહીરપટ્ટીમાં આવેલ શ્રવણ કાવડિયા ધામ,દાદા મેકરણ સમાધિ સ્થળ ધ્રંગ-લોડાઇ, કચ્છના ચાર શકિતપીઠ માનું એક હબાય વાઘેશ્વરી માતાજી મંદિર,હબાયની ટેકરીઓ,પુરાતત્વ વિભાગનું કોટાયનું શિવ મંદિર, પ્રગટપાણી અને લગાન ફિલ્મ સાથે સંકળાયેલ કુનરીયા ગામ સહિતના સ્થળો પર પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે.
હાલ ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત થઈ છે. જેના કારણે દેશ વિદેશ થી પ્રવાસીઓ કચ્છમાં આવશે. આ ઉપરાંત સ્મૃતિવન, બાળ સ્મારકભૂમિ, ધોળાવીરા, જેસલ તોરલ સમાધિ, માતાના મઢ, નારાયણ સરોવર સહિતના સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.પરંતુ સફેદ રણ જતા ભુજ-ખાવડા રોડથી માત્ર થોડા અંતરે આવેલ આહીરપટ્ટીના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોથી પ્રવાસીઓ અજાણ છે.રાજ્યનો પ્રવાસન વિભાગ આવિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષે તો ખરા અર્થમાં સહેલાણીઓ કચ્છ દેખશે.
કચ્છના ચાર શક્તિપીઠ માનો હબાયનો વાઘેશ્વરી મંદિર
કચ્છમાં ચાર શક્તિપીઠ આવેલ છે.જેમાંનું એક ગણાતા હબાય સ્થિત વાઘેશ્વરી માતાજીનું મંદિર જે અનેક પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલ છે અને લોકોની આસ્થાનું પ્રતિક છે.આ ઉપરાંત અહીં આવેલ 12 કિમીની પર્વતમાળા હિલ્સ્ટેશન તરીકે લકોને આકર્ષવા સક્ષમ છે.
રામયુગ સાથે સંકળાયેલ શ્રવણ કાવડિયા ધામ
ધરમપુર ગામથી 1 કિમીના અંતરે આવેલ શ્રવણ કાવડિયા ધામ ખાતે શ્રવણ અને તેમના માતા પિતાની સમાધિ આવેલ છે.જે હાલ રણકાંધીએ મીઠી વીરડી સમાન છે.જ્યાં ભૂકંપનો એપી સેન્ટર પણ આવેલ છે.
લગાન ફિલ્મ સાથે સંકળાયેલા કુનરીયા ગામ
લગાન ફિલ્મમાં કર નાબૂદી માટે ક્રિકેટ રમાડવામાં આવી હતી.જેનું શૂટિંગ કુનરીયા ગામમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થયું હતું. આમ કચ્છના અનેક પ્રવાસ સ્થળો સાથે આહીરપટ્ટીમાં આવેલ આ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો કચ્છના પ્રવાસન ક્ષેત્રે પૂર લાવી શકે તેમ છે.
દાદા મેકરણનો સમાધિ સ્થળ ધ્રંગ-લોડાઇ
લક્ષ્મણનો અવતાર ગણાતા અને કાવડ લઈ રણમાં ભૂખ્યાને ભોજન અને તરસ્યાઓને પાણી આપી ભટકેલાને સાચી રાહ ચિધતા દાદા મેકરણની ધ્રંગ ખાતે સમાધિ સ્થળ આવેલ છે અને લોડાઇ ખાતે તેમનો ધુણો આવેલ છે.
રણકાંધીએ આવેલ કુદરતનો ચમત્કાર ગણાતું પ્રગટપાણી સ્થળ
રણકાંધીથી માત્ર 2 કિમીના અંતરે જ્યાં પાણી દુર્લભ ગણાય તેવા પ્રગટ પાણી સ્થળે જમીનમાંથી સ્વયંભૂ નીકળતા પાણીના કુંડ આવેલ છે.જે જગ્યાએ પાતાળમાં ખારું પાણી છે ત્યાં કુંડમાં સ્વયંભુ નીકળતા મીઠા પાણી આં વિસ્તારમાં ચમત્કારથી ઓછુ નથી.
પુરાતત્વ વિભાગનું કોટાયનું શિવમંદિર
કોટાય ગામ નજીક રા લાખાના ઈતિહાસ અને કાઠીઓની વસાહત સમયનું આબેહૂબ કલાકૃતિ ધરાવતું પુરાતત્વ વિભાગ હસ્તકનું ઐતિહાસિક શિવમંદિર આવેલ છે.
હબાય ડુંગરમાં આવેલું છે રામદેવપીર મહારાજનું અનોખું મંદિર.
કચ્છમાં હબો ડુંગર એટલે હબાય ટેકરી ડુંગરની હાર માળા આવેલી છે. આ ટેકરી ઉપર નવખંડના રાજા નકળંક નેજાધારી પીર શ્રી રામદેવજી મહારાજનું ભવ્ય સ્થાન આવેલું છે.
હબાઈ ડુંગરના પ્રવાસન સ્થળો માટે અહીં ક્લિક કરો