Wednesday, May 3, 2023

Agriculture touring.... જાત સાથે વાત કરવા નો અવસર...

જો તમે શહેર ની ભાગદોડ વાળી જિંદગી થી બ્રેક લેવા માંગો છો કે સહપરિવાર ગ્રામ્ય સંસ્કૃતિ અને જૈવિક ખેતી સાથે જોડાવા માંગો છો તો આ પોસ્ટ તમારા માટે છે..

અહીં તમને મળશે એક નવતર અનુભવ.. કુવા માંથી સીધું આવતું પાણી પુલ માં તમને તાઝગી નો અહેસાસ કરાવશે.. ઓર્ગેનિક શાકભાજી અને વિસરાતી વાનગી નો રસ થાળ તમને એક અલગ જ આનંદ આપશે..

રાતે ખુલ્લા આકાશ ની ખાટલો નાખી સહપરિવાર ગોઠડી કરતા ક્યાં ઊંઘ આવી જશે ઈ ખબર જ નહિ પડે.. સવારે પક્ષી નો કલરવ અને સૂર્યોદય નું દ્રશ્ય તમારા મન ને મોહી લેશે..


કેવી રીતે આવવું ?

વસીષ્ઠ ફાર્મ સૌરાષ્ટ્ર માં મહુવા થી 25 કિલોમીટર બગદાણા થી 3 કિલોમીટર દૂર છે.. મુંબઈ થી ટ્રેન અને બસ મારફતે આપ મહુવા આવી શકો.. સુરત થી દેગવડા ફાર્મ સુધી સ્લીપર બસ રોજ રાતે -9-30 નીકળે છે જે સવારે 8 વાગે તમને સીધા ફાર્મ પર ઉતારશે.. અમદાવાદ થી મહુવા ટ્રેન અને બસ વાટે મહુવા પહોંચી શકો..


શું ખર્ચ થશે ?

અત્યારે એક પરિવાર નો ખર્ચ (2+2 બાળકો ) માટે 24 કલાક રહેવા તથા જમવા નો ખર્ચ Rs.5000 થશે.. જેમાં સવાર નો નાસ્તો, બપોરે અને સાંજ નું ભોજન અને રાત્રી રોકાણ નો સમાવેશ છે.. ગ્રુપ બુકિંગ માટે સ્પેશલ ડિસ્કાઉન્ટ હશે..


વિશેષ માહિતી માટે આ નંબર પર ફોન કરવા વિનંતી...


Mahendra Pandya

9824463280

7016813975