પુરીના જગન્નાથની રથયાત્રાની ઓછી જાણીતી વાતો: 12મી સદીમાં શરૂ થઈ હતી પુરીના જગન્નાથની રથયાત્રા, દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્માએ કરેલી મૂર્તિઓની રચના, જાણો રથયાત્રાનાં 13 ખાસ તથ્યો
1. કેવી રીતે શરૂ થઈ રથ પરંપરાઃ
જ્યારે રાજા ઈન્દ્રદ્યુમે જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી ત્યારે, રાણી ગુંડિચાએ મૂર્તિઓ બનાવતી વખતે શિલ્પકાર વિશ્વકર્મા અને તૈયાર થઈ રહેલી મૂર્તિઓને જોઈ લીધી. જેના કારણે મૂર્તિઓ અધૂરી રહી ગઈ. ત્યારે આકાશવાણી થઈ કે ભગવાન આ સ્વરૂપમાં જ સ્થાપિત થવા માગે છે. ત્યારબાદ રાજાએ આ 'અધૂરી મૂર્તિઓ'ને મંદિરમાં સ્થાપિત કરી. એ સમયે પણ આકશવાણી થઈ કે, ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર તેમના જન્મસ્થળ મથુરામાં ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડમાં જણાવ્યા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળની મુલાકાત લેવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે.
2. રથનું નિર્માણ:
લીમડાના પવિત્ર અખંડ લાકડામાંથી રથ બનાવવામાં આવે છે, જેને 'દારુ' કહેવામાં આવે છે. રથના નિર્માણમાં કોઈપણ પ્રકારના ખીલા, કાંટા અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. વસંત પંચમીના દિવસે રથના નિર્માણ માટે લાકડાની પસંદગી કરવામાં આવે છે અને અક્ષયતૃતીયાના દિવસે નિર્માણ કાર્ય શરૂ થાય છે.
3. છર પેહનારા રસમઃ-
જ્યારે ત્રણેય રથ તૈયાર થઈ જાય છે, ત્યારે 'છર પેહનારા' નામની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ અંતર્ગત, પુરીના ગજપતિ રાજા અહીં પાલખીમાં આવે છે અને આ ત્રણેય રથની વિધિવત પૂજા કરે છે અને 'સોનેરી સાવરણીથી રથના મંડપ અને રસ્તાને સાફ કરે છે.
4. ગુંડીચા માર્જન પરંપરા:
રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને 'ગુંડીચા મંદિરે' પહોંચે છે. 'ગુંડીચા માર્જન' પરંપરા પ્રમાણે રથયાત્રાના એક દિવસ પહેલા ગુંડીચા મંદિરને ભક્તો દ્વારા શુદ્ધ પાણીથી ધોઈને સાફ કરવામાં આવે છે. આ પરંપરાને ગુંડિચા માર્જન કહેવામાં આવે છે.
5. ત્રણ રથ તૈયારઃ
રથયાત્રામાં ત્રણ રથ હોય છે. બલરામજીના રથને 'તાલધ્વજ' કહેવામાં આવે છે, જેનો રંગ લાલ અને લીલો છે. બહેન દેવી સુભદ્રાના રથને 'દર્પદલન' અથવા 'પદ્મ રથ' કહેવામાં આવે છે, જે કાળો અથવા વાદળી અને લાલ રંગનો છે, જ્યારે ભગવાન જગન્નાથના રથને 'નંદીઘોષ' અથવા 'ગરુધ્વજ' કહેવામાં આવે છે. તેનો રંગ લાલ અને પીળો છે. રથયાત્રામાં બલરામજીનો રથ આગળ, પછી દેવી સુભદ્રાનો રથ મધ્યમાં અને ભગવાન જગન્નાથ શ્રીકૃષ્ણનો રથ પાછળ હોય છે. તે તેમના રંગ અને ઊંચાઈ દ્વારા ઓળખાય છે. નંદીઘોષ રથ 45.6 ફૂટ ઊંચો છે, તાલધ્વજ રથ 45 ફૂટ ઊંચો છે અને દર્પદલન રથ 44.6 ફૂટ ઊંચો છે.
6.રથયાત્રા પહેલા આવે છે ભગવાનને તાવઃ
રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથને 108 કળશથી શાહીસ્નાન કરાવવામાં આવે છે, જેના કારણે તેઓ બીમાર પડે છે અને ત્યારબાદ તેમને 15 દિવસ માટે અલગ રૂમમાં સુવાડવામાં આવે છે. જેને 'ઓસર ઘર' કહેવાય છે. 15 દિવસના આ સમયગાળા દરમિયાન મંદિરના મુખ્ય સેવકો અને વૈદ્યો સિવાય કોઈ મહાપ્રભુને જોઈ શકતું નથી. આ દરમિયાન મંદિરમાં મહાપ્રભુના પ્રતિનિધિ અલરનાથજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. પ્રભુના બીમાર પડવા પાછળ એક અલગ વાર્તા છે જે ભક્ત માધવદાસ સાથે સંબંધિત છે.
7. સ્વસ્થ થયા પછી ભગવાન યાત્રા પર નીકળે છે:
15 દિવસ પછી ભગવાન સ્વસ્થ થઈને ઓરડામાંથી બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે. જેને નવયુવાન 'નૈત્ર ઉત્સવ' પણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે, મહાપ્રભુ શ્રીકૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે રાજમાર્ગ પર બહાર આવે છે અને રથ પર બેસીને શહેરની યાત્રા પર જાય છે.
8. અષાઢ શુક્લ દ્વિતીયા તિથિના રોજ રથયાત્રા કાઢવામાં આવે છે:
રથયાત્રા અષાઢ મહિનાની શુક્લપક્ષની બીજના દિવસે શરૂ થાય છે. ભક્તો ઢોલ, નગારા અને શંખના નાદ વચ્ચે આ રથ ખેંચે છે. કહેવાય છે કે જેને રથ ખેંચવાની તક મળે છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
9. રથયાત્રા ગુંડીચા મંદિરે પહોંચે છેઃ
રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિરે પહોંચે છે. ગુંડિચા અથવા ગુંડિચા એ રાજા ઇન્દ્રદ્યુમ્નની પત્ની હતી જેણે ગુફામાં બેસીને તપસ્યા કરી હતી જ્યાં સુધી રાજા ઇન્દ્રદ્યુમ્ન બ્રહ્મલોકમાંથી પાછા ન આવે. ગુંડિચાની તપસ્યાને લીધે તે દેવી બની ગઈ અને તેની તપસ્યાના બળથી તે નારદમુનિ સાથે બ્રહ્મલોકની યાત્રા કરવા સફળ થઈ અને તે રાજાને લઈને પાછી ફરી શકી હતી. આ યાત્રા સૌથી પહેલા બલભદ્રજીના રથથી શરૂ થાય છે. તેમનો રથ 'તાલધ્વજ' રવાના થાય છે. ત્યારબાદ સુભદ્રાના 'પદ્મ રથ'ની યાત્રા શરૂ થાય છે. છેલ્લે ભક્તો ભગવાન જગન્નાથના રથ 'નંદી ઘોષ'ને વિશાળ દોરડાની મદદથી ખેંચવાનું શરૂ કરે છે. આ રથયાત્રા ગુંડીચા માના મંદિરે પહોંચીને પૂર્ણ માનવામાં આવે છે. જ્યારે જગન્નાથ યાત્રા ગુંડીચા મંદિરે પહોંચે છે, ત્યારે ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રને ધાર્મિક રીતે સ્નાન કરાવવામાં આવે છે અને પવિત્ર વસ્ત્રો પહેરવામાં આવે છે.
10. હેરા પંચમી:
યાત્રાના પાંચમા દિવસે હેરા પંચમીનું મહત્ત્વ છે. આ દિવસે મા લક્ષ્મી ભગવાન જગન્નાથને શોધવા આવે છે, જેઓ પોતાનું મંદિર છોડીને યાત્રાએ ગયા હોય છે.
11. આડપ-દર્શન:
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા ગુંડીચા મંદિરમાં સાત દિવસ આરામ કરે છે. ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને 'આડપ-દર્શન' કહે છે. ગુંડીચા મંદિરને 'ગુંડિચા વાડી' તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ગુંડીચાને ભગવાન જગન્નાથની માસી માનવામાં આવે છે. અહીંયા જ દેવતાઓના 'આર્કિટેક્ટ' ગણાતા વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ બનાવી હતી. ગુંડીચા પ્રભુના ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે, ભગવાન ભક્તોને માન આપીને દર વર્ષે તેમની મુલાકાત લે છે.
12. બહુડા યાત્રા:
અષાઢ મહિનાની દશમીએ બધા રથ ફરીથી મુખ્ય મંદિર તરફ પ્રયાણ કરે છે. રથ પરત ફરવાની આ યાત્રાની વિધિને 'બહુડા યાત્રા' કહેવામાં આવે છે. જગન્નાથ પુરીમાં, ભક્તો દેવતાના રથને બે કિલોમીટરના અંતરે આવેલા ગુંડીચા મંદિર સુધી ખેંચે છે અને નવમા દિવસે પાછો લાવે છે.
13. એકાદશી સુધી મૂર્તિઓ રથમાં રહે છેઃ
નવમા દિવસે રથયાત્રા ફરી ભગવાનના ધામમાં આવે છે. જગન્નાથ મંદિરમાં પાછા પહોંચ્યા પછી પણ તમામ મૂર્તિઓ રથમાં જ રહે છે. એકાદશીના બીજા દિવસે દેવી-દેવતાઓ માટે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, ત્યારબાદ વિધિવત સ્નાન કર્યા પછી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દેવતાઓની પુનઃ સ્થાપના કરવામાં આવે છે.
સાભાર :-ફેસબુક પોસ્ટ (લેખક અજ્ઞાત)