Thursday, July 13, 2023

B.Ed. CC5 :~ ઓનલાઈન શિક્ષણ અને face to face એજ્યુકેશન વચ્ચેનો તફાવત

  


ભારતમાં શાળા કોલેજ સહિત તમામ શિક્ષણ સંસ્થાઓ પોતાનું શૈક્ષણિક સત્ર પૂરું કરે એ પહેલાં જ કોરોના સંકટને પગલે ૨૪ માર્ચથી બંધ કરી દેવાઈ. લોકડાઉનના એ સમયમાં ઓનલાઇન શિક્ષણ દ્વારા સત્ર પૂરું કરવાનો પ્રયાસ કરાયો. કેટલીય શિક્ષણ સંસ્થાનોમાં વર્ગો ચાલુ હતા અને પરીક્ષા લંબાઈ ગઈ. પ્રાથમિક અને માધ્યમિક વર્ગો ઓનલાઇન ચલાવવા માટે ઝૂમ જેવા વિવાદાસ્પદ લેબ પ્લેટફોર્મનો સહારો લેવાયો. ક્યાંક ગૂગલ, તો ક્યાંક સ્કાઇપ દ્વારા અભ્યાસ કરાવાયો. ક્યાંક યૂ-ટયૂબ પર ઓનલાઇન સામગ્રી તૈયાર કરાઈ, તો ક્યાંક લેક્ચર અને વર્ગખંડ શિક્ષણના વીડિયો તૈયાર કરીને ઓનલાઇન પોસ્ટ કરાયા અને વોટ્સએપના માધ્યમથી વિદ્યાર્થીઓને ગ્રૂપમાં મોકલવામાં આવ્યા. 

 ડિજિટલ લર્નિંગને નવું, સમય, સંસાધન અને અંતર દૂર કરનારું માધ્યમ મનાય છે. જ્યારે કેટલાક જાણકારોનું માનવું છે કે તે એકલાપણું, અલગાવ અને હતાશા પેદા કરી શકે છે. જેમ જેમ કોરોના સંકટને કારણે લોકડાઉનનો વ્યાપ અને સમય વધશે કે ભવિષ્યની તકેદારી, નિયંત્રણો અને પડકો બનશે, તે સમયે વર્ગો ચલાવવા માટેના સરળ વિકલ્પ વિકસિત કરવાના પણ પડકાર હશે. એમ તો ક્લાસરૂમ શિક્ષણ વિલુપ્ત થઈ જાય એ ભારતમાં સંભવ નથી. જરૂરત એ વાતની છે કે શિક્ષણનો એક એવો સમન્વયકારી અને સમાવેશી માળખું તૈયાર કરાય, જેમાં ડિજિટલ શિક્ષણ પારંપરિક શિક્ષણ પદ્ધતિની મજાક ઉડાડવા ન લાગે અને ન પારંપરિક શિક્ષણ, ડિજિટલ શિક્ષણના નવા માહોલને અવરોધવાનો પ્રયાસ કરે.

આપણે જાણીએ છીએ કે પરીવર્તન સંસારનો નિયમ છે. એક જમાનો હતો કે જ્યારે ગુરુકુળ અથવા વિદ્યાપીઠોમાં ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર અધ્યયન અને અધ્યાપન થતું. સમયાનુસાર તે ઉત્તમ પધ્ધતિ હતી. સમયના બદલાવ સાથે રીત બદલાતી ગઈ.

વિશ્વ બદલાઈ રહ્યું છે અને ઘણું બધુ બદલાઈ ચૂક્યું છે. દુનિયામાં શીખવવાની જ્ગ્યાએ શીખવા દેવાની પદ્ધતિ આવી ગઈ છે. 

આજના વિશ્વમાં online શિક્ષણ અથવા કહો કે ઇન્ટરનેટથી શિક્ષણ ખૂબ વ્યાપક છે. આપણે પણ તેને અપનાવવું પડશે. બાળકની રુચિ મુજબ, અનુકૂળતા મુજબ અને ઉત્તમ શિક્ષણ ઈંટરનેટથી આપી શકાય તેમ છે. સરકાર કે સમાજ અથવા પછી વ્યક્તિગત જે રીતે શક્ય હોય તે રીતે ઇન્ટરનેટથી  શિક્ષણનો ફેલાવો કરવાનો સમય છે. અપાર સાહિત્ય અને નવીન ટેક્નોલોજીથી શિક્ષણ માત્ર ઇન્ટરનેટથી જ શક્ય છે. રાત્રે બે વાગ્યે કોઈ પ્રકરણ મુજબનું નિષ્ણાતનું લેકચર માત્ર ઇન્ટરનેટથી જ પીરસી શકાય. વહેલી પરોઢે બાળક અભ્યાસ કરવા બેસે અને તેને કોઈ પ્રશ્ન થાય તો ઇન્ટરનેટથી  જ જવાબ શોધી શકાય. કોઈ સંસ્થા કે સરકાર ગમે ત્યાં અને ગમે તે વિષય ના શીખવી શકે પણ ઇન્ટરનેટ શીખવી શકે. વિદ્યાર્થીઓને દરિયામાથી મોતી શોધતા કરવા હોય તો નવી ટેકનૉલોજિ સાથે તેમણે જોડવા પડે. જ્ઞાન સાગરમાથી તેમની જરૂરનું શોધતા તેમને શીખવીશું તો બાકીની કમીઓ તે જાતે પૂરી લેશે.

ઇન્ટરનેટ ભારત જેવા વિશાળ દેશના શિક્ષણ માટે તો આશીર્વાદ બની શકે તેમ છે. વધુ શાળા મહાશાળાઓ ખોલવા કરતાં વધુ લોકોને નિષ્ણાતો સાથે ઈંટરનેટથી જોડવા સરળ છે. નિષ્ણાતો એક વખત લેકચર આપે તે અનેક વિદ્યાર્થી પોતાના સમયે અને સ્થળે જોઈ કે શીખી શકે તેમ કરવું સરળ છે. શહેરી અને ગ્રામીણ ભારતનો ભેદ મિટાવવો ઇન્ટરનેટથી આસન છે. પ્રશ્નોત્તર, online ટેસ્ટ વગેરે બાળકને જાતે તૈયારી કરતાં કરે છે.

આજ વિષય પર online education and face to face education વિશે વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી જાણી શકો છો.

Click here