Saturday, July 22, 2023

Google Meet વિશે વિસ્તૃત માહિતી

Google Meet એક સારી સર્વિસ છે. લોકો મીટિંગ તેમજ એજ્યુકેશન માટે આ એપનો મોટા પાયે ઉપયોગ કરે છે. કોરોના સમયગાળામાં ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા. અને હાલ પણ કરી રહ્યા છે. આ કારણથી લોકો આ એપનો ઉપયોગ વીડિયો કોન્ફરન્સિંગ, મીટિંગ, ઈન્ટરવ્યુ અને વીડિયો કોલ પર એકબીજા સાથે વાત કરવા માટે કરે છે. આ એપ તમને ચેટ, વોઈસ કોલ અને વીડિયો કોલ કરવાનો વિકલ્પ આપે છે.

ગૂગલ મીટ એવું ઓનલાઇન પ્લૅટફૉર્મ છે જેના થકી ઘરેથી પોતાના લેપટોપ કે કમ્પ્યુટરમાં કામ કરતાં ઓફિસના લોકો, વિદ્યાર્થીઓ વગેરેને ઓનલાઇન ફેસ ટૂ ફેસ જોડાવા માટે ખૂબ મોટું યોગદાન આપે છે.

ગૂગલ મીટ એક વિડિયો કમ્યુનિકેશન સર્વિસ છે જેના દ્વારા લોકો એક બીજા સાથે ઓડિઓ અને વિડિયો કોલિંગ કરી શકે છે. જેમને ઇન્ટરનેટ દ્વારા મિટિંગ કરવી છે, મિટિંગ કરતી વખતે કોઈ ડેટા શેર કરવા હોય, પ્રેઝન્ટેશન આપવી હોય, જેને ઇન્ટરવ્યૂ લેવું હોય, કોઈને ઓનલાઇન શિક્ષણ આપવું હોય તો તેમના માટે ગૂગલ મીટ એક ઓનલાઇન પ્લૅટફૉર્મ છે.

ગૂગલ મીટ દ્વારા એક વ્યક્તિ હોસ્ટ હોય છે... દા. ત. શિક્ષક જેને કલાસ ચાલુ કરવો હોય છે અને બીજા યુઝર વિદ્યાર્થીઓ હોય છે એટલે કે હોસ્ટ (શિક્ષક)એ મિટિંગને ચાલુ કરી અને બીજા સહભાગીઓ (વિદ્યાર્થીઓ) તે મિટિંગ (કલાસ)માં જોડાયા કહેવાય છે.

ગૂગલ મીટમાં મીટિંગ કે લેક્ચર શરૂ કરવાના સોપાનો.

  • કોમ્પ્યુટર/લેપટોપ અથવા મોબાઈલ પર Google Meet એપ્લિકેશન ખોલો.
  • હવે New Meeting ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમે ઘણા વિકલ્પો જોશો. આમાં Create a Meeting for Later, Start an Instant અને Meeting Schedule in Google Calendar જોવા મળે છે.
  • અહીં તમારે Create a Meeting for later ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમને એક લિંક મળશે, તે લિંકને કોપી કરો અને તે તમારા સભ્યો કે વિદ્યાર્થીઓને મોકલો જેની સાથે તમે ચર્ચા કરવા માંગો છો.
  • જે લોકો આ મીટિંગ કે લેક્ચરમાં જોડાવા માંગે છે.. તે લિંક પર ક્લિક કરીને જોડાઈ શકે છે.
  • આ સિવાય  Google Meet એપ ખોલીને, Enter a Code or Link ના વિકલ્પ પર ક્લિક કરીને તેમજ આપેલા વિકલ્પ પર લિંકને પેસ્ટ કરીને પણ મીટિંગ કે લેક્ચર શરૂ કરી શકાય છે.
  • આ સિવાય, તમે Schedule in Google Calendar પર ક્લિક/ટેપ કરીને Google Calendar માંથી પણ કરી શકો છો.

ઉપરોક્ત પ્રક્રિયા તમે તમારા કમ્પ્યુટર, લેપટોપ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન પરથી આપેલ સોપાનો દ્વારા ઉપયોગ કરીને Google મીટમાં તમારી મીટિંગ કે લેક્ચર શરૂ કરી શકો છો.


ગૂગલ મીટ વિશે વધુ માહિતી

ગૂગલની એક વિડિઓ કમ્યુનિકેશન સર્વિસ હતી જેનું નામ હતું ગૂગલ હેંગઆઉટ (Hangouts) અને આ પ્લૅટફૉર્મ 2013માં આવ્યું હતું.

ત્યારબાદ ગૂગલએ નવી ટેક્નોલૉજી સાથે 2017માં ગૂગલ મીટ લાવ્યું જેનો ઉપયોગ વ્યક્તિગત રીતે, શિક્ષણ માટે અને ધંધા માટે પણ કરી શકાય છે.

ગૂગલ મીટને તમે Android, iOS, Mac અથવા કોઈ પણ લેટેસ્ટ બ્રાઉઝરમાં ઉપયોગ કરી શકો છો.

ગૂગલ મીટમાં તમે અનલિમિટેડ વખત મિટિંગ કરી શકો છો જેમાં ફ્રી વર્ઝનમાં 100 જેટલા સભ્યો જોડાઈ શકે છે અને 60 મિનિટની લિમિટ હોય છે.

ગૂગલ મીટની અંદર હોસ્ટ મિટિંગમાં જોડાયેલા સભ્યોને ગમે ત્યારે મિટિંગમાંથી બહાર કાઢી શકે છે અને જે સભ્યોને Unmute કરવા હોય તો તેમને Unmute કરિ શકે છે, એટલે કે મૂંગા કરી શકે છે. 😃😃😃 (આવું બટન આપણી પાસે આવી જાય તો મજા આવી જાય)

ગૂગલ મીટની અંદર રહેલા સહભાગી એક બીજા સાથે સ્ક્રીન શેયર પણ કરી શકે છે. મતલબ તમારી સ્ક્રીન સામે વાળા જોઈ શકે છે અને સામે વાળાની સ્ક્રીન તમે જોઈ શકો છો. (ટૂંકમાં એકબીજાના મોઢા (ડાચાં 😄😃😃) જોઈ શકે છે.)

ગૂગલ મીટની અંદર મિટિંગની સાથે બધા લોકો ચેટ વિભાગનો ઉપયોગ કરીને સંદેશાની આપ-લે કરી શકે છે અને ફાઇલ્સ, ફોટો, વિડિઓ, વેબસાઇટની લિન્ક વગેરે પણ લે-વહેચ કરી શકે છે.

ગૂગલ મીટ શરૂ કરતાં  પહેલા પોતાના માઇક અને કેમેરાને બરાબર રીતે સેટ કરી લેશો અને તેનું Preview જોઈ લેવું.

તમને અહીં ઓટોમેટિક સેટ થાય એ પ્રમાણેનું લેઆઉટ ગૂગલ મીટમાં જોવા મળે છે જેમાં નવા સભ્યો જોડાય એટલે લેઆઉટમાં ઓટોમેટિક સેટ થાય છે અને તમે લેઆઉટ બદલી પણ શકો છો.

હા એક બાબત કહેવાની ભુલાઈ ગઈ કે ... ગૂગલ મીટનો ઉપયોગ તમે મફત કરી શકો છો.  વ્યક્તિગત રીતે મફત ઉપયોગ સરળતાથી કરી શકાશે, પણ તેમાં અમુક મર્યાદા પણ આપેલી છે.

જો તમારે કોઈ જરૂરી ધંધાને લગતી, શિક્ષણને લગતી અથવા કોર્પોરેટ મિટિંગ કરવી હોય તો તમે પૈસા ખર્ચીને અલગથી પ્લાન પણ ખરીદી શકો છો જેમાં તમને ખૂબ જ સરસ અને આધુનિક ફીચર્સ આપવામાં આવે છે.


Google meet વિશે વિડિઓ દ્વારા માહિતી

👇👇👇👇




Google Meet