પ્રસ્તાવના :-
ડિજિટલ લર્નિંગને નવું, સમય, સંસાધન અને અંતર દૂર કરનારું માધ્યમ મનાય છે. વાસ્તવિક દુનિયામાં કોવિડની દહેશત, બચાવ અને અપૂરતી સુવિધાઓની વચ્ચે વર્ચ્યુઅલ દુનિયામાં ઓનલાઇન સામગ્રી તૈયાર કરાઈ, તો ક્યાંક લેક્ચર અને વર્ગખંડ શિક્ષણના વીડિયો તૈયાર કરીને ઓનલાઇન પોસ્ટ કરાયા અને વોટ્સએપના માધ્યમથી વિદ્યાર્થીઓને ગ્રૂપમાં મોકલવામાં આવ્યા.
લોકડાઉન દરમિયાન લોકો ઓનલાઈન કાર્ય ખૂબ શીખ્યા. Youtube ના વિડીયો જોયા; નવું શીખવા મળ્યું, ઘણી બધી કુશળતા ઇન્ટરનેટ થકી અર્જિત કરી. શિક્ષકો ખૂબ અપડેટ થયા ઇન્ટરનેટ અને ટેક્નોલોજીથી માહિતગાર થયા અને એનો ઉપયોગ કરવા કટિબદ્ધ થયા.
લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ સ્કૂલ, કોલેજો શરૂ નહીં થતાં શિક્ષણ કેવી રીતે આપવું એ મોટો પ્રશ્ન હતો. આવા કપરા સંજોગોમાં ઘણી બધી સ્કૂલો, ટ્યુશન ક્લાસીસ, કોલેજો, યુનિવર્સિટીઓ વિચાર્યું કે હવે આપણે ઓનલાઇન શિક્ષણ આપવું પડશે.
Zoom, Google meet, Google classroom જેવી ઘણી બધી એપ્સની મદદથી તથા Facebook, Youtube વગેરેના માધ્યમથી શિક્ષકો, સ્કૂલ અને કોલેજોએ ઓનલાઈન શિક્ષણનો આરંભ કર્યો અને મહિનાઓ સુધી ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું.
Google Classroom
ઓનલાઇન શિક્ષણ માટેના ઘણા બધા પ્લેટફોર્મ અને ઘણી બધી વેબસાઈટ, એપ્લિકેશન હાલમાં કાર્યરત છે. જેમાંથી સુરક્ષિત એવું પ્લેટફોર્મ છે. Google Classroom.
Google Classroom શિક્ષકોનો સમય બચાવવા, શાળા વર્ગોને વ્યવસ્થિત રાખવામાં અને વિદ્યાર્થીઓ સાથે માહિતી સંચાર સુધારવામાં મદદ કરે છે.
શિક્ષણ જગત માટે Google Apps માં Classroom એ એક નવું સાધન છે જે શિક્ષકોને ઝડપથી એસાઇનમેન્ટ બનાવવામાં અને ગોઠવવામાં, તેમજ શિક્ષણ કાર્યમાં મદદ કરે છે. શિક્ષક તેમના વિદ્યાર્થીઓ સાથે સરળતાથી વાતચીત કરી શકે છે.
Google Classroom વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ કાર્યને Google ડ્રાઇવમાં ગોઠવવામાં તેમજ તેને પૂર્ણ કરવામાં અને ચાલુ કરવામાં અને તેમના શિક્ષકો અને મિત્રો સાથે ચર્ચા કરવામાં મદદ કરે છે.
ગૂગલ વર્ગખંડની શોધ 12 ઓગસ્ટ 2014માં થઈ છે અને આ ગૂગલ વર્ગખંડની સર્વિસ એન્ડ્રોઇડ, આઈફોન અને વેબ માટે ઉપલબ્ધ છે. તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ એન્ડ્રોઇડ મોબાઇલ, આઈફોન અને બ્રાઉઝરમાં વેબસાઈટ ખોલીને કરી શકો છો.
આ એક એવુ શિક્ષણ માટેનું મફત પ્લેટફોર્મ છે જેમાં સ્કૂલ માટે નિઃશુલ્ક વેબ સેવા સર્વિસ આપવામાં આવે છે.
ગૂગલ કલાસરૂમનો ઉપયોગ તમારા પર્સનલ જીમેલ એકાઉન્ટ થકી કરી શકો છો. જેમાં નીચે દર્શાવેલ સુવિધા મળી શકે છે.
- 1 ક્લાસમાં 20 શિક્ષક કામ કરી શકે છે.
- 1 કલાસમાં શિક્ષક અને વિદ્યાર્થી થઈને 250 લોકો કામ કરી શકે છે.
- 1 દિવસમાં 250 મેમ્બર કલાસને જોઈન કરી શકે છે.
- 1 દિવસમાં 30 ક્લાસ બનાવી શકો છો.
- 1 દિવસમાં 1 શિક્ષક દ્વારા 100 લોકોને જોઇન થવા માટે આમંત્રણ મોકલી શકાય છે.
- 1 ક્લાસમાં 200 ટોપિક પર કામ કરી શકે છે.
- ગૂગલ કલાસરૂમનો ઉપયોગ કરી શિક્ષક તેના વિદ્યાર્થીને ઓનલાઇન કામ આપી શકે છે અને તે કામને ચેક પણ કરી શકે છે.
- ગૂગલ કલાસરૂમની મદદથી સમય બચી શકે છે.
- ગૂગલ ઑટોમેટિક તેના વિદ્યાર્થીના કામનું લિસ્ટ તેના માતા પિતાને મેલ દ્વારા મોકલી આપે છે જેનાથી તેને પણ ખબર પડે કે કેટલું કામ થાય છે.
- ગૂગલ કલાસરૂમમાં બધા જ પ્રકારના રેકોર્ડ અને ડોક્યુમેન્ટને સરળતા થી સ્ટોર કરી શકાય છે.
Google Classroom શરૂ કરવા માટેના સોપાનો નીચે આપેલ લિંક દ્વારા વિડિઓ જોઈ લખી શકો છો.
Tutorial