જેમ જેમ આપણે આધુનિક બની રહ્યા છીએ તેમ તેમ આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ. સાંપ્રત વિશ્વમાં જે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ ટેરેરિઝમની સમસ્યાઓ જોવા મળી રહી છે. આ બંને સમસ્યાનું સંપૂર્ણ સમાધાન વેદ વિરાસતમાં છે અને આપણે આ શ્રેષ્ઠ સંસ્કૃતિનું ગૌરવ કરવું જ પડશે તો જ વિશ્વ પણ એને સ્વીકારશે.
ભારતીય સંસ્કૃતિ અને વેદ વિરાસતને ઉજાગર કરતો એક પાર્ક દિલ્હીથી નજીક નોઈડામાં ખોલવામાં આવ્યો છે, જે દુનિયાની સામે આપણી સંસ્કૃતિને શ્રેષ્ઠ રીતે રજૂ કરી રહ્યો છે.
આ પાર્કનું નામ છે વેદ વન (Ved Van)
નોઈડામાં ભારતના પ્રથમ વૈદિક થીમ પાર્ક વિશે ચાલો જાણીએ.
ભારત હવે વેદ પર આધારિત અનન્ય થીમ પાર્કનું ઘર છે. તે વેદ વન નામનો દેશનો પહેલો વૈદિક થીમ પાર્ક છે જે નોઈડામાં ખુલ્યો છે.
આ પાર્કમાં 50,000 થી વધુ છોડ અને વૃક્ષોનું વાવેતર થયેલ છે. તેમાં વડ અને લીમડો, કલ્પવૃક્ષ અને નારિયેળનો સમાવેશ થાય છે, જેનો વૈદિક સાહિત્યમાં પણ ઉલ્લેખ છે. વધુમાં આ જગ્યા પર પ્રાચીન લખાણને હાઇલાઇટ કરવામાં આવેલ છે અને તે ભારતીય સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને ઇતિહાસનું વર્ણન કરે છે.
આ પાર્ક વેદો પર આધારિત હોવાથી, તેમાં ચાર ગ્રંથો ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદના શ્લોક છે. વેદ વનની અંદર પવિત્ર ગ્રંથો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ જગ્યાને સાત ઝોનમાં વહેંચવામાં આવેલ છે, જેનું નામ પ્રખ્યાત ઋષિઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. જ્યાં સપ્તઋષિ કશ્યપ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર અને અગસ્ત્યની મૂર્તિઓ રાખવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ ભારતીય ઋષિઓ વિશે માહિતી મેળવે તેવા હેતુસર દિવાલો પર વેદ ને લગતા દ્રશ્યો તેમજ ઋષિઓના સર્જનાત્મક શિલ્પોનો પાર્કમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આ પાર્કમાં મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે તેમજ પાર્કની મુલાકાતે આવેલ મહેમાનો માટે પણ વૈદિક-થીમ આધારિત લેસર શોનું પણ રાત્રે આયોજન કરે છે. આ ઉપરાંત સૌર લાઇટો દ્વારા સંચાલિત એમ્ફીથિયેટર તેમજ પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ પ્રદાન કરતું આઉટડોર જીમ છે.
વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો :-
વેદ વન પાર્કનું સરનામું :-
Ved Van Road, Assotech Windsor Court, Sector 78, Noida, Uttar Pradesh.
(વેદ વનમાં જવા માટે સેક્ટર 101 મેટ્રો સ્ટેશનનો ઉપયોગ કરવો.)
પાર્કનો સમય :-
8:00 am to 9:00 pm
(તમામ દિવસોએ પાર્ક શરૂ હોય છે.)
પાર્કના ફોટોગ્રાફ :-