Saturday, August 12, 2023

બિલ્વ પત્ર (બીલીપત્ર) વિશે જાણો


બીલી એ રૂટેસી (Rutaceae) કૂળનું ઝાડ છે જેનું વૈજ્ઞાનિક નામ એગલ માર્માલોસ છે. બીલીને બંગાળીમાં બેલા, ગુજરાતીમાં બીલી અથવા બીલીપત્ર, હિન્દીમાં બેલ, બેલારીફળ, કન્નડમાં બેલાપત્ર, મરાઠીમાં બેઈલા, સંસ્કૃતમાં બીલ્વ, તામિલ અને મલયાલમમાં વીલ્વામ અને તેલુગુમાં મારેડુ કહે છે. તેનું મૂળવતન ભારત છે.


બિલીપત્રનું ચમત્કારી ઝાડ  દરેક મનોકામના પૂરી કરે છે. એટલું  જ આ પાનને ગંગાજળથી ધોઈને બજરંગબલીને અર્પિત કરવાથી તીર્થોનું  લાભ ફળ મળે છે.

આ  વિશે તુલસીદાસજીએ ભગવાન શ્રીરામ પાસેથી કહેવડાવ્યુ કે- જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને પામી શકે નહી.

બિલીપત્રની મૂળ સફેદ દોરામાં પિરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ , ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળશે.

બિલ્વપત્રને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. બિલ્વ પત્રના પૂજન પાનથી  દરિદ્રતાના અંત લાવીને વૈભવશાળી બની શકાય છે 

ઘરમાં બિલ્વપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. અને તે સ્થળ તીર્થ સમાન ઘણાય છે.

બિલપત્રના પાનને લક્ષ્મીનું  રૂપ ગણાય છે. એને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહી આવે.

બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય  છે કે શિવને બિલ્વપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. 

બિલ્વપત્રના પાનની એ  વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ મળે છે.

બિલ્વપત્રને મહાદેવના રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે. આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે. 

એટલું જ નહી... 

પરંતુ બિલ્વ ઝાડને સિંચવા માત્રથી તીર્થોનું  ફળ મળે છે. 

પણ બિલ્વ પત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી તે પણ ધ્યાન રાખવું.

શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવુ જોઈએ નહી.

ચતુર્થી, અષ્ટમી, નવમી,  ચતુર્દશી અને અમાસને દિવસે બિલપત્ર તોડવુ નહી. 

કોઈ માસની સંક્રાતિના દિવસે પણ બિલપત્ર  ન તોડવા જોઈએ. જો આ તિથિઓમાં શિવપૂજામાં બિલપત્રની  જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે 

તમે શિવપૂજામાં ઉપયોગ કરેલ બિલપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો.

બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. 

આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. 

મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, 

જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. 

તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે. 

બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. 

બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ કારણ કે બીલી વૃક્ષ તે સ્વયમ સદાશિવ સ્વરૂપ છે. 

બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે: 

એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું. 


આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા-ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે, આ વૃક્ષ નિહાળી મારું હ્રદય પુલકિત બને છે. 

જયાએ કહ્યું "દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે..." અને ગિરિજા દેવી એ આ વૃક્ષનું નામ "બિલ્વ" રાખ્યું. 

બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. 

બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે.

બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ 

આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! જે "શ્રીવૃક્ષ" તરીકે ઓળખાયું છે. 

બીલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. 

તદુપરાંત 

તે શિવજીના ત્રિશૂળનો  પણ નિર્દેશ કરે છે. 

મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હ્રદયની સરળતા, સહજતા 

અને શિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે. 


અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. 

બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. 

બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે. 

બીલી પત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી.  

બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો વાસ છે. 

આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે. 


આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે.  

ફળમાં કાત્યાયનીનો વાસ છે. - આ વૃક્ષની 

છાલમાં ગૌરીનો વાસ છે. 

આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે.  

બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે. 

આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️

બીલીપત્ર કોણ અર્પણ કરી શકે ? કેવી રીતે અર્પણ કરવા ?

તો જેઓ બિલ્વ વૃક્ષનું જતન કરતા હોય તે, તેની માવજત કરતા હોય તે વ્યકતિ બિલ્વ વૃક્ષ અર્પણ કરી શકે

બિલ્વ વૃક્ષ ને કાપ્યા બાદ માથે ભારો મૂકીને લાવેલ પાન અર્પણ કરી શકાતા નથી_

☘️

ખંડિત થયેલ,તૂટેલ,કાણા વાળા પત્ર અર્પણ કરવા નહિ_

ફક્ત 3 પાન હોય તેવાજ બિલ્વ પત્ર અર્પણ કરી શકાય છે. 5 પાન કે 7 પાન નું બિલ્વપત્ર ઘણું દુર્લભ છે અને તે અતિ અતિ મહત્વ ધરાવનાર છે_

5 કે 7 પાન નું બિલ્વ પત્ર શિવજી ને અર્પણ કર્યા બાદ તે લઈને ફ્રેમમાં સરસ મઢાવીને ગૃહ માં સ્થાપના કરવાથી ઉપરી કોઈ વાયવ્ય શક્તિ ગૃહમાં પ્રવેશ કરી શકતી નથી_

બિલ્વ વૃક્ષ ની નીચે નિત્ય એક લોટો જળ અર્પણ કરી દીવો કરવાથી સ્વયં શિવપૂજા નું ફળ મળે છે

બીલીના આયુર્વેદિક ઉપયોગ

'ઔષધી વનસ્પતિનો વારસો' પુસ્તકમાં સાવરકુંડલાના વૈદ્ય અશોકભાઈ તળાવિયાએ લખ્યું છે કે આયુર્વેદના તમામ ગ્રંથોમાં બીલીનાં ખૂબ વખાણ કરવામાં આવ્યાં છે. બીલિના વૃક્ષની નીચે બેસવાથી એકાગ્રતા (કોન્સ્ટ્રેશન) મળે છે. કારણ કે બિલિની સુગંધ માદકતા ઉત્પન્ન કરે છે. આ માદકતાથી જ મન એકાગ્ર બને છે. આ માદકતા બીજા નશીલા પદાર્થો જેવી હોતી નથી. તે હૃદયને પુલકિત કરનારી હોય છે. આયુર્વેદમાં બિલિના ઉપયોગો દર્શાવાયા છે.

  • બિલાંના ગર્ભનો ઉકાળો કરીને તેનાથી માથું ધોવાથી ખોડો મટે છે.
  • બિલિના ફળની સૂકી છાલનો ધૂમાડો કરવાથી કાયમી મચ્છરો કાયમી ભાગી જાય છે.
  • બિલિપત્રને લસોટી તેની ચટણી બનાવવી, તેને ગરમ કરીને લેપ કરવો તેમજ બિલિનાં પાનને ગરમ કરીને દુ:ખાવાના સ્થાન પર લગાવવા. આ બંને ક્રિયા કરવાથી પડખાંનો દુ:ખાવો મટી જાય છે.
  • બિલિપત્રના રસમાં કપડું બોળીને તેની પટ્ટી માથા પર રાખવી, તે સૂકાઈ ગયા બાદ ફરી વખત રસમાં બોળી માથા પર રાખવાથી માથાનો દુ:ખાવો મટે છે.
  • બિલિપત્રનો રસ 10 મિ.લિ. લઈ તેમાં 5 ગ્રામ મધ ઉમેરીને ત્રણ વખત લેવાથી મરડો મટે છે.
  • બિલિપત્ર અને તુલસીના પાનનું સેવન કરવાથી મધુમેહમાં લાભ થાય છે.

બીલીના ફળમાં ‘બિલ્વન’ નામનું કે ‘માર્મેસોલીન’ નામનું તત્વ એક મુખ્ય સક્રિય ઘટક તત્વ હોય છે. ઉપરાંત અર્કમાં લબાબ, પેક્ટીન, સુગર, કષાયીન અને ઉત્પત તેલ મળી આવે છે. તાજા પાંદડા માંથી મળેલ પીતાભ-લીલા રંગનું ઉત્પત તેલ સ્વાદમાં તીખું અને સુગંધિત હોય છે. બીલીનું કાચું ફળ ઉતેજ્ક પાચન ગ્રહણ, લોહીને રોકવાનું- પાકા ફળ કષાણ, મધુર અને મૃદુ રેચક અને પાંદડાનો રસ જખમ ઠીક કરવા માટે, વેદના દુર કરવા માટે, તાવ નષ્ટ કરવા માટે, ખાંસી અને શ્વાસના રોગને દુર કરવા માટે અને પેશાબમાં સુગરને ઘટાડવા માટે મદદગાર સાબિત થાય છે. બીલીની છાલ અને મૂળ જખમ, કફ, તાવ, ગર્ભાશયના જખમ, નાડીની અનિયમિતતા, હ્રદય રોગ વગેરેને દુર કરવામાં બીલી ખુબ મદદગાર સાબિત થાય છે.

બીલ્વાદી ચૂર્ણ, બિલ્વ તેલ, બીલ્વાદી ધૃત, બૃહદ ગંગાધર ચૂર્ણ, બિલ્વ પંચક ક્વાથ વગેરે ઔષધિઓમાં પ્રયુક્ત થવાવાળા બીલી ફળોનું વધારે સેવન અર્શ(બવાસીર)ના રોગીયો માટે અહિતકારક થાય છે. એના વધારાના અર્કમાં બીજ બે પરતોની વચ્ચે હોય છે, જેમાં લેસદાર દ્રવ્ય હોય છે. આ પરતો અને બીજ સહિત ના કાઢવાથી મોઢામાં છાલા થઈ જવાની સંભાવના રહે છે. જઠરાગ્ની મંદ પડી જવાથી ભૂખ મરી જાય છે. ખાધેલું-પીધેલું પચી શકતું નથી. આવામાં બીલીના પાકા અર્કમાં પચાસ ગ્રામ પાણીમાં ફૂલી આમલી અને પચાસ ગ્રામ દહીમાં થોડું બુરું ભેળવીને મિક્સરમાં ઘોળી લો. આ પેય સ્વાદિષ્ટ, પચવામાં સરળ, ભૂખ વધારનાર, ચુસ્તી આપનાર શરબત છે. કેટલાક દિવસ સુધી નિયમિત સેવન કરવું.


🚩

સાભાર :-

ફેસબુક..વોટ્સએપ તેમજ વિવિધ અખબારના લેખોમાંથી સંકલિત

અજ્ઞાત છતાં વેદસારોક્ત

હર હર મહાદેવ