Friday, October 13, 2023

Scam1992 :: Harshad Maheta


ટાટા જેવું નામ અને મેરિલ લિન્ચ જેવી કંપની બનાવવાના સપના સેવનાર ભારતીય શેર બજારના પ્રથમ બીગ બુલ, રાજકોટના મોટી પાનેલી ગામના હર્ષદ મહેતાના શેરબજારના મહા કૌભાંડ આધારિત વેબ સિરીઝ જોવા લાયક છે. આ Scam બહાર લાવનાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકાર સુચેતા દલાલને સલામ💐.


💰જ્યારે આ કૌભાંડ થયું ત્યારે Sensex 2k થી વધી 4kને પાર કરી ગયો હતો, આજે તે 42k નો આંક વટાવી ગયો છે. હર્ષદ મહેતાને પ્રથમવાર શેર બજારમાં લઈ જનાર ભૂષણ ભટ્ટ તેના જમણા હાથ સમાન હતો. હર્ષદ જ્યારે કૌભાંડમાંથી લગભગ બહાર આવ્યો ત્યારે ખબર પડી કે આ વ્યક્તિએ જ તેના જેલ કાળ દરમિયાન 300 કરોડના 27 લાખ શેર બારોબાર વેંચી નાખ્યા હતા, આ કારણે હર્ષદને ફરી 47 વર્ષની વયે ફરી જેલમાં જવું પડ્યું અને ત્યારે જ જેલમાં હાર્ટએટેક આવતાં મ્રુત્યુ થયું! 🐃


💰ભારતીય બેંકો અને વિદેશી બેંકોની હરિફાઈમાં હર્ષદ વચ્ચે પડી અબજોપતિ બન્યો. એક સમયે તે ધીરૂભાઈ અંબાણી કરતાં વધુ એડવાન્સ ટેક્સ ભરનાર વ્યક્તિ હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 500 કરોડ પરત ભરવાના કેસમાં ઘાલમેલ કરવા જતાં, SBIના એક અધિકારીએ ટાઈમ્સના પત્રકાર સુચેતા દલાલ પાસે પંહોચી વટાણા વેરી નાંખ્યા!🐃


💰આ વેબ સિરીઝ અનુસાર કોઈ મહા કૌભાંડ દિલ્હીના આશીર્વાદ સિવાય શક્ય નથી. હર્ષદ મહેતા જો આ કૌભાંડમાં વડાપ્રધાનનું નામ ન લે તો રાહત આપવાની ઓફર પણ ચંદ્રા સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તે સમયે હર્ષદના વકીલ રામ જેઠમલાણીએ વડાપ્રધાનને રૂા. 1 કરોડ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ પત્રકાર પરિષદમાં કર્યો હતો! 🐃


આ કૌભાંડને કારણે પૈસા ડુબી જતાં અનેક લોકોએ આત્મહત્યા કરી હતી😭


સિરીઝમાં એક જગ્યાએ બહુ સુચક સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે... 

हर्षद महेता के कौभांड के बाद सरकारने बैंकिंग सैक्टर और शेर बाजार के संबधित कई निति नियमों मे सुधार और बदलाव किया है... मगर आज भी (2020) स्थिती में कोई सुधार नहीं हुवा है!😳


💰સાચી વાત છે, આજે પણ મોટા મગરમચ્છ નાના રોકાણકારોના અબજો રૂપિયા લઈ અદ્રશ્ય થઈ જાય છે. PC Jeweller ના શેર 600/ ના હતા તે 60ના થઈ ગયા, નાના રોકાણકારોના પૈસા ડુબી ગયા! સરકાર અને SEBI નાના રોકાણકારોના હિતના રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે! શેરબજારમાં હકીકતમાં તો કંપનીઓના પરફોર્મન્સના આધારે શેરમાં વધઘટ થવી જોઈએ, પરંતુ તેમ થતું નથી, આ ક્ષેત્રની 'કાર્ટેલ' તેજી મંદીના ખેલ કરે છે. Institutional રોકાણકારો આજે પણ ગંદી રમતો રમે છે. 🐃


💰હર્ષદ મહેતા કૌભાંડની તપાસ કરનાર CBI ઓફિસર વડાપ્રધાનની લીંક તપાસવા લાગ્યા કે તુરંત તેની બદલી કરી દેવામાં આવી હતી. વેબ સિરીઝ અનુસાર હર્ષદ અને સરકાર વચ્ચે તે સમયના સૌથી પાવરફુલ બાબા ચંદ્રા સ્વામી મધ્યસ્થી હતા. હર્ષદ ઉપર 72 ક્રિમિનલ કેસ અને 600 સિવિલ કેસ નોંધાયેલા હતા! જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સામે હર્ષદના બયાન અનુસાર શેરબજાર કૌભાંડ માટે સૌથી વધુ જવાબદાર અમેરિકન CITY BANK હતી, પરંતુ અકળ કારણોસર તેને કૌભાંડ માંથી ઉગારી લેવામાં આવી હતી. 🐃


💰હર્ષદની ભૂમિકા માં પ્રતિક ગાંધીએ જાનદાર અભિનય કર્યો છે. ટાઈમ્સના પત્રકાર સુચેતા દલાલની ભૂમિકા શ્રેયા ધન્વન્તરીએ પણ બખૂબી નિભાવી છે. આ કૌભાંડ ને ઉજાગર કરવા માટે તેને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત થયો હતો.🐃


આર્થિક કૌભાંડ બહુ અટપટા હોય છે, હર્ષદ મહેતાના વ્યવહારો ચકાસવામાં નાણાંશાસ્ત્રીઓ પણ ગોથે ચડી ગયા હતા. ખુદ હર્ષદને પણ કેટલા કરોડની ગરબડ થઈ તે આંકડો ખબર નહોતો! આવી બાબત ઉપર રસપ્રદ સિરીઝ બનાવવી ચેલેન્જ સમાન છે, આ 'Scam 1992' સુચેતા દલાલના લખેલા પુસ્તક પર આધારિત છે. આ સિરીઝ શેરબજારના લોકો, પત્રકારો ઉપરાંત પૈસા કમાવવાની ધુન વાળા તમામ લોકોએ જોવા જેવી છે. આજે પણ શેર બજારમાં મોટા આખલા 🐃જ 'મલાઈ' ખાય છે.