Monday, January 1, 2024

Std 12 Commerce Chep 7, 8, 9 Question Bank

આગામી બોર્ડની પરીક્ષામાં Chep 7, 8, 9 માં પુછાનાર અગત્યના પ્રશ્નોની યાદી

આગામી બોર્ડની પરીક્ષામાં નીચે આપેલ પ્રશ્નો તૈયાર ઉત્તમ પરિણામ મેળવી શકશો.

વિભાગ A   [ MCQ Test ]

વિભાગ B

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

1.      આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે ?

2.      ધોરણો કે પ્રમાણો શું છે ?

3.      અંકુશનું હાર્દ કયું છે ?

4.      અંકુશની વ્યાખ્યા આપો.

5.      વિચલન એટલે શું ?

6.      ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતાં બાહ્ય પરિબળો કયા છે ?

7.      મૂડી માળખું શાનું બનેલું હોય છે ?

8.      શૅરહોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરુપે ચૂકવી શકાય ?

9.      કાયમી મૂડીના ઘટકો કયા છે ?

10.   જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શૅર બહાર પાડવા જ પડે છે?

11.   કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે?

12.   કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલ છે તે મિલકતો પર ઘસારો શા માટે ગણાતો નથી?

13.   કયા નિર્ણયો નાણાંકીય સંચાલન પર આધાર રાખે છે ?

14.   મૂડી બજેટિંગની પદ્ધતિઓ જણાવો.

15.   કયા મૂડી માળખાને ઈષ્ટતમ મૂડીમાળખું કહે છે ?

16.   ભારતમાં શૅરબજારો નો નિયમન કોના દ્વારા થાય છે?

17.   કરારનોંધ એટલે શું?

18.   વિસ્તૃત રૂપ આપો :  CDSL SEBINSDL

19.   ટ્રેઝરી બિલ કઈ કિમતે બહાર પડવામાં આવે છે.

20.   ડિમટિરિયલાઈઝેશન એટલે શું ?

21.   મુંબઈ શૅરબજાર નો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે?

22.   મુંબઈ શૅરબજાર ની સ્થાપના ક્યારે થઈ ?

23.   ડિપોઝિટરી કાયદો કયારે અમલમાં આવ્યો ?

24.   ભારત ની પ્રથમ ડિપોઝિટરી કઈ છે?

25.   કોમર્શિયલ પેપર અન્ય કયા નામથી ઓળખાય છે ?

26.   વેપારીબિલ ક્યારે કોમર્શિયલ બિલ બને છે ?

27.   કૉલ મની માર્કેટમાં શાનો સમાવેશ થાય છે ?

28.  નોટિસ મની એટલે શું ?


વિભાગ C

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)

1.       અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય ?

2.       અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે.” - સમજાવો.

3.       આયોજન અંકુશનો જન્મદાતા છે.” – સમજાવો.

4.       ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકતા બાહ્યપરિબળો કયા છે ?

5.       અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. કઈ રીતે ?

6.       અંકુશનો અર્થ સમજાવો.

7.       અંકુશ વગરનું એકમ સારથી વિનાના રથ જેવું છે.” – સમજાવો.

8.       અંકુશ માટે આયોજન પૂર્વશરત છે.” – સમજાવો.

9.       કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી સમજાવો.

10.   ઉત્પાદન ચક્ર એટલે શું?

11.   ઈષ્ટતમ મૂડી માળખું એટલે શું?

12.   "કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી."સમજાવો.

13.   રોકાણ અંગેના નિર્ણયને અસર કરતાં પરિબળો

14.   મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે.'– સમજાવો.

15.   ડિવિડન્ડ એટલે શું ?

16.   સેબી ના બે હેતુઓ જણાવો.

17.   સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં નજાર એટલે શું ?

18.   Call Money અને Notice Money વચ્ચે મુખ્ય કર્યો તફાવત છે ?

19.   Call Money and Notice Money એટલે શું?

20.   નાણાકીય બજાર ના સાધનો કયા- કયા છે?

21.   જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું? ડિમટીરીયલાઈઝેશન એટલે શું?

22.   નાણાકીય બજાર ના પ્રકારો જણાવો.

23.   શૅરબજાર દેશની આર્થિક પરિસ્થિતી દર્શાવતો અરીસો છે? કેવી રીતે?

24.   નાણાંબજાર એટલે શું ?

25.   ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે ?

26.   મુંબઈ શૅરબજારની સ્થાપના ક્યારે થઈ ?

27.   નાણાં બજારમાં ક્યાં નાણાકીય સાધનોનો વેપાર થાય છે ?

28.   ડિપોઝીટરી કાયદો કયારે અમલમાં આવ્યો ?

29.   નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઈ શૅરબજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે ?


વિભાગ D

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)

1.       અંકુશના મહત્ત્વના કોઈપણ છ મુદ્દા સમજાવો.

2.       આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો.

3.       અંકુશ પ્રક્રિયાના તબક્કા સમજાવો.

4.       અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. શા માટે ?

5.       આયોજન અને અંકુશ એ એક જ સિક્કાની બે બાજુઓ છે.” – સમજાવો.

6.       આદર્શ મૂડી માળખાની લાક્ષણિક્તા સમજાવો.

7.       કાર્યશીલ મૂડીને અસર કરતા છ પરિબળો સમજાવો.

8.       કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

9.       કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

10.   મૂડી માળખાને અસર કરતાં આંતરિક પરિબળો સમજાવો.

11.   કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ સમજાવો.

12.   કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતાં છ પરિબળો સમજાવો.

13.   નાણાકીય સંચાલનના હેતુ સમજાવો.

14.   નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો.

15.   શૅરબજાર ના કાર્યો સમજાવો.

16.   નાણાં બજાર ના લક્ષણો જણાવો.

17.   પ્રાથમિક મૂડી બજાર ની લાક્ષણિક્તાઓ જણાવો.

18.   નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) વિશે ટૂંકનોંધ લખો.

19.   ટ્રેઝરી બિલ વિશે સમજ આપો.

20.   મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો.