મંદાકિની નદીના કિનારે વસેલું આ શહેર રામાયણ કાળને યાદ અપાવે. વનવાસકાળના 14 માંથી સૌથી વધુ વર્ષ રામ, સીતા અને લક્ષ્મણે ચિત્રકૂટની પાવની ધરા પર જ વિતાવ્યા હતા.
રામ વનવાસ માટે પહેલા ચિત્રકૂટ આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ અહીં 11 વર્ષ, 6 મહિના, 27 દિવસ સુધી રહ્યા હતા.
ભરત રામને મનાવવા માટે ચિત્રકૂટ જાય છે. તેઓ જ્યાં મળ્યા તે સ્થળ ભરત મિલાપ મંદિર તરીકે ઓળખાય છે. ચિત્રકૂટ અયોધ્યાથી બહુ દૂર નથી. રામને અયોધ્યા પાછા લઈ જવા સારુ ભરત અહીં રામને મળ્યા હતા. તે ચિત્રકૂટના કામદગિરી પર્વતના પરિક્રમા માર્ગ પર આવેલ છે. પરિક્રમાનો રૂટ 5 કિલોમીટર લાંબો છે. ખોહી ગામની પહેલાં ભરત મિલાપ મંદિર આવેલું છે.
કામદગિરિ પર્વત પરિક્રમા
અહીં ભગવાન શ્રી રામ પોતાના વનવાસનો સૌથી વધું સમય પસાર કરતાં હતાં. 5 કિમી નો એરિયા છે..જેની પરિક્રમા કરવામાં આવે છે.
રામ ઘાટ
આ નદીમાં ભગવાન શ્રીરામ સવારે સ્નાન કરતા હતાં. એટલે આ ઘાટને રામ ઘાટ કહેવાય છે.
હનુમાનધારા..
રામ ઘાટ થી 3 કિમી.. દૂર જ્યાં રહેવાથી હનુમાનનો શરીરદાહ શાન્ત થયો હતો તે સ્થળ. હનુમાનધારા પહાડી પર સીતારસોઈ મંદિર આવેલું છે. આ એ જ સ્થાન મનાય છે કે જ્યાં શ્રીરામ-જાનકીએ પંચ મહર્ષીઓનો આતિથ્ય સત્કાર કર્યો હતો. અહીં ભક્તોને સીતાજીના ચૂલાના પણ દર્શન થાય છે. કહે છે કે ચિત્રકૂટના આ જ ચૂલે માતા સીતાએ પંચ મહર્ષિઓ માટે કંદમૂળ રાંધ્યા હતા ! અહીં સીતા વનદેવીના રૂપે પૂજાઈ રહ્યા છે ! આ એ સ્થાન છે કે જ્યાં માતા સીતાની ઘરવખરી આજે પણ અકબંધપણે સચવાયેલી છે. અહીં છ મહિના રોકાયા હતા. તે સમયે ચિત્રકૂટના અલગ-અલગ સ્થાન પર પાંચ મહર્ષિઓનો વાસ હતો. ઋષિ અત્રિ, ઋષિ અગસ્ત્ય, સુતીક્ષ્ણ મુનિ, સરભંગ મુનિ અને મુનિ વાલ્મીકિ ને અહીં જમાડ્યા હતા. અહીં માતાને બંગડીઓ અર્પણ કરવાનો સવિશેષ મહિમા છે.
ગુપ્ત ગોદાવરી
ભગવાન શ્રી રામ તેમના 14 વર્ષનો વનવાસ પૂરો કરવા માટે વન-વનમાં ભટક્યા હતા. આ સમય દરમિયાન તે એક રહસ્યમય ગુફામાં પણ રોકાયા હતા, જ્યાં એક ગુપ્ત નદી તેના પગ ધોવા માટે પ્રગટ થઈ હતી. જે લોકવાયકા મુજબ ગૌતમ ઋષિની પુત્રી ગોદાવરી અહીં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવી હતી. અત્રિ મુનિની તપસ્વી પત્ની અનુસૂયાની શક્તિથી અહીં ગોદાવરી પ્રગટ થઈ હોવાની માન્યતા પ્રબળ બની. કારણ કે આ ગુફાની બહાર કોઈ નદીના આવવા-જવાના નિશાન નથી. ગુપ્ત ગોદાવરીનું પાણી બંને ગુફાઓમાં જ વહે છે.
સતી અનુસૂઇયા આશ્રમ
આ આશ્રમ ઋષિ અત્રીની પત્નીનું છે અહીં મહિલાઓને સિંદુરનો પ્રસાદ આપવામાં આવે છે.
ચિત્રકૂટમાં ન્હાવા માટે આરોગ્યધામ ખૂબ સરસ જગ્યા છે. અહીં કુદરતી વોટર પાર્ક ની મજા માણવા લોકો આવે છે.