હરિદ્વાર તથા તેમની આસપાસ જોવાલાયક સ્થળો...
નીચે આપેલ સ્થળો હરકી પૌડી વિસ્તારથી રિક્ષા દ્વારા જોઈ શકાય છે.
- હરકી પૌડી (જ્યાં ગંગા આરતી થાય છે. 4 વાગ્યા આસપાસ ગંગા માતાના મંદિરની સામે જગ્યા લઈ બેસી જવું...)
- મનસા દેવી માતાજી (હર કી પૌડી ની સામેની ગલીમાંથી રોપ વે ટિકિટ મળે છે.. ત્યાંથી જવાનું)
- ભીમગોડા રેલવે ટ્રેક પાસે
- માં ચંડી દેવી. (નીલ પર્વત, નાઝિયા બાદ રોડ પર, રોપ વે સુવિધા)
- દક્ષ પ્રજાપતિ ટેમ્પલ, કનખલ (માતા પાર્વતીજી એ દેહ ત્યાગ કર્યો અને શિવજી ક્રોધિત થયા અને ત્યાંથી શક્તિ પીઠો ની રચના થઈ તે જગ્યા)
- પારદ શિવલિંગ
નીચે આપેલ સ્થળો ભારત માતા મંદિર થી ચાલીને કે રિક્ષા દ્વારા પણ જોઈ શકાય છે.
- શાંતિકુંજ ગાયત્રી આશ્રમ
- ભારત માતા મંદિર
- સપ્તર્ષિ આશ્રમ
- વૈષ્ણોદેવી ટેમ્પલ
- પાવન ધામ
- અન્ય વચ્ચે ઘણા પ્રદર્શન હશે.. બાળકોને મજા આવશે.
ઋષિકેશ જોવાલાયક સ્થળોની યાદી :-
(જો તમે કચ્છી આશ્રમ બાજુ રોકાવ તો ત્યાંથી રિક્ષા મળે)
- ત્રિવેણી ઘાટ : - ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે જ્યાં દરરોજ સાંજે 'મહા આરતી' થાય છે.
- રામ ઝુલા
- લક્ષ્મણ ઝુલા
- ત્ર્યંબકેશ્વર મંદિર (13 માળનું આ ભવ્ય મંદિર) અહીંથી જ નીલકંઠ જવા માટે ટેક્સી મળી રહે છે.)
- નીલકંઠ મહાદેવ તથા ઝિલમિલ ગુફા
- સ્વર્ગાશ્રમ.
- પરમાર્થ નિકેતન
- ગીતા ભવન.
- ભારત મંદિર.
- જંગલ સફારી વાઘ દર્શન રાજાજી નેશનલ પાર્ક.
- (સફારી ટાઈમ સવારે 07 વાગે અને બપોરે 02 વાગે.)
- જાનકી સેતુ
- નીરગઢ વોટરફોલ
- બીટલ્સ આશ્રમ (યોગ માટે)
દેહરાદૂન, મસુરી જોવાલાયક સ્થળો..
(તમે જ્યાં રોકાયા હોય ત્યાં આજુબાજુ થી બસ મળી રહેશે અથવા પ્રાઇવેટ વાહન પણ કરી શકો.)
- સહસ્ત્રાધારા. (ન્હાવા માટે)
- ગુછુ પાની રોબર્સ કેવ.
- ટપકેશ્વર મંદિર.
- મસૂરીમાં
- ગન હિલ. રોપ વે.
- કેમ્પ્ટી ફોલ.
- માલ રોડ.