ભારતમાં શાળા કોલેજ સહિત તમામ શિક્ષણ સંસ્થાઓ પોતાનું શૈક્ષણિક સત્ર પૂરું કરે એ પહેલાં જ કોરોના સંકટને પગલે ૨૪ માર્ચથી બંધ કરી દેવાઈ. લોકડાઉનના એ સમયમાં ઓનલાઇન શિક્ષણ દ્વારા સત્ર પૂરું કરવાનો પ્રયાસ કરાયો. કેટલીય શિક્ષણ સંસ્થાનોમાં વર્ગો ચાલુ હતા અને પરીક્ષા લંબાઈ ગઈ. પ્રાથમિક અને માધ્યમિક વર્ગો ઓનલાઇન ચલાવવા માટે ઝૂમ જેવા વિવાદાસ્પદ લેબ પ્લેટફોર્મનો સહારો લેવાયો. ક્યાંક ગૂગલ, તો ક્યાંક સ્કાઇપ દ્વારા અભ્યાસ કરાવાયો. ક્યાંક યૂ-ટયૂબ પર ઓનલાઇન સામગ્રી તૈયાર કરાઈ, તો ક્યાંક લેક્ચર અને વર્ગખંડ શિક્ષણના વીડિયો તૈયાર કરીને ઓનલાઇન પોસ્ટ કરાયા અને વોટ્સએપના માધ્યમથી વિદ્યાર્થીઓને ગ્રૂપમાં મોકલવામાં આવ્યા.
ડિજિટલ લર્નિંગને નવું, સમય, સંસાધન અને અંતર દૂર કરનારું માધ્યમ મનાય છે. વાસ્તવિક દુનિયામાં કોવિડની દહેશત, બચાવ અને અપૂરતી સુવિધાઓની વચ્ચે વર્ચ્યુઅલ દુનિયામાં એક ખામોશ ગરમાટો જોવા મળ્યો. ઘર ક્વોરન્ટાઇન જ નહીં પણ ઓનલાઇન કામકાજ અને ઓનલાઇન અભ્યાસ માટેનું સ્થળ બની ગયું.
કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ સ્થગિત થઈ ગયું હતું. ઘણા બધા દેશોએ મહિનાઓ સુધી લોકડાઉન પાળ્યું હતું અને જેને કારણે વેપાર, ઉદ્યોગ-ધંધા, શિક્ષણ, ઓફિસો બધું જ બંધ હતું. એવા સમયમાં ઇન્ટરનેટ અને કમ્પ્યુટરે ખૂબ જ મદદ કરી હતી. લોકડાઉનના સમયમાં કે મહામારીના સમયમાં લોકો ઘરેથી ઓનલાઈન ઓફિસનું કામ કરતા થયા હતા. મહિના સુધી આ કામ કર્યું. ઓનલાઇન મીટીંગો થઇ, ઓનલાઈન કામ થયું, ઓનલાઈન વ્યાપાર થયો, ઓનલાઇન સેમિનાર થયા. આ લોકડાઉન દરમિયાન લોકો ખૂબ શીખ્યા. Youtube ના વિડીયો જોયા; નવું શીખવા મળ્યું, ઘણી બધી કુશળતા ઇન્ટરનેટ થકી અર્જિત કરી. કોલેજ અને યુનિવર્સિટીઓએ તો છેલ્લા પાંચ વર્ષમાં ન કર્યા હોય એટલા ઓનલાઈન સેમિનાર કર્યા. જેને કારણે સમગ્ર શિક્ષણ જગતની જ્યોત આ અંધકારમય વાતાવરણમાં પણ પ્રજ્વલિત રહી હતી. શિક્ષકો ખૂબ અપડેટ થયા ઇન્ટરનેટ અને ટેક્નોલોજીથી માહિતગાર થયા અને એનો ઉપયોગ કરવા કટિબદ્ધ થયા. લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ સ્કૂલ, કોલેજો શરૂ નહીં થતાં શિક્ષણ કેવી રીતે આપવું એ મોટો પ્રશ્ન હતો. આવા કપરા સંજોગોમાં ઘણી બધી સ્કૂલો, ટ્યુશન ક્લાસીસ, કોલેજો, યુનિવર્સિટીઓ વિચાર્યું કે હવે આપણે ઓનલાઇન શિક્ષણ આપવું પડશે. Zoom, Google meet, Google classroom જેવી ઘણી બધી એપ્સની મદદથી તથા Facebook, Youtube વગેરેના માધ્યમથી શિક્ષકો, સ્કૂલ અને કોલેજોએ ઓનલાઈન શિક્ષણનો આરંભ કર્યો અને મહિનાઓ સુધી ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું. ઇન્ટરનેટ ન હોત તો બાળકો શિક્ષણથી વંચિત રહી જાત. ઇન્ટરનેટને કારણે આ શક્ય બન્યું. તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટને કારણે જ NEET, UGC NET, JEE જેવી પરીક્ષાઓ હવે ઓનલાઇન લેવાય છે. ઓનલાઇન એક્ઝામનો કોન્સેપ્ટ પણ ઓનલાઈન એજ્યુકેશન અને ઈન્ટરનેટને જ આભારી છે.
ઓનલાઈન શિક્ષણની સંકલ્પના :-
સંકલિત Pdf માટે અહીં ક્લિક કરો.
Online Education Pdf
Google meet વિશે
👇👇👇👇
👇👇👇👇
Google Classroom વિશે
Webinar વિશે
👇👇👇👇
Tutorial
Tutorial