Friday, May 24, 2024

Excel 2007 Chart વિશે સમજૂતી

એક્સેલમાં ચાર્ટનું મહત્વ ઘણું છે. ચાર્ટ વિશે વધુ  માહિતી 

  • એક્સેલમાં ચાર્ટ અને ગ્રાફસનું મહત્ત્વ અનેરું છે.
  • ચાર્ટ એ એક્સેલના Data ને ગ્રાફ/આલેખ સ્વરૂપે રજૂ કરે છે. 
  • ચાર્ટનો ઉપયોગ વર્કશીટની માહિતીને સચિત્ર રજૂ કરવામાં થાય છે. 
  • એવું કહેવામાં આવે છે કે એક ચિત્ર હજાર શબ્દની ગરજ સારે છે. માટે જ કહી શકાય કે શાબ્દિક કે આંકડાકીય માહિતીને આલેખિત સ્વરૂપ આપવામાં આવે તો તેને સમજવી અને યાદ રાખવી સરળ બની જાય છે.
  • એક્સેલમાં વર્કશીટમાં રહેલા આંકડા કે માહિતી પરથી રંગબેરંગી ચાર્ટ બનાવી શકાય છે. ચાર્ટ, નકશા, ગ્રાફસ, આલેખની મદદથી માહિતી સરળતાથી સમજી શકાય છે. જે વ્યક્તિઓ વહીવટી કક્ષાએ કામ કરતી હોય છે, તેઓ પાસે લાંબા લાંબા અહેવાલો જોવાનો સમય હોતો નથી, માટે તેમને ચાર્ટ ઉપયોગી બની છે.
  • એન્જિનિયર પણ પોતાને તૈયાર કરવાના મકાન કે પ્લાનની રૂપરેખા ગ્રાફસની મદદથી જ તૈયાર કરે છે.
  • શાળામાં વિદ્યાર્થીનું પરિણામ, વર્ગખંડનું પરિણામ કે સમગ્ર શાળાના પરિણામની ઝડપથી તુલના કરવી હોય તો જુદા જુદા ચાર્ટનો ઉપયોગ સરળ બને છે.
  • ચાર્ટની એક ખાસ વિશેષતા એક્સેલ પ્રોગ્રામમાં જોવા મળે છે કે એક્સેલની વર્કશીટમાં આંકડાકીય માહિતીમાં ફેરફાર કરવામાં આવે તો તેની અસર ચાર્ટ પર પણ આપોઆપ થઈ જાય છે.
  • એક્સેલમાં નકશાની મદદથી ભૌગોલિક આંકડા પરથી ચાર્ટ બનાવવામાં આવે છે.
  • ચાર્ટની મદદથી મોટા પ્રમાણમાં માહિતી સરળતાથી સમજી શકાય છે.

એક્સેલમાં નકશાની મદદથી ભૌગોલિક આંકડા પરથી ચાર્ટ બનાવવામાં આવે છે. ચાર્ટની મદદથી મોટા પ્રમાણમાં માહિતી સરળતાથી સમજી શકાય છે. એક્સેલ તેના માટે ચાર્ટ wizard ની સગવડ પુરી પાડે છે. જેની મદદથી ચાર્ટ બનાવી શકાય છે.

એક્સેલ જુદા જુદા પ્રકારના ચાર્ટની સગવડ પુરી પાડે છે. જેમકે.


એક્સેલમાં ચાર્ટ બનાવવાના સોપાનો વર્ણવો.

👉 જે worksheet માં ચાર્ટ બનાવવાનો છે. તે select કરો.

👉 જે માહીતી કે data નો ચાર્ટ બનાવવાનો છે.. તે માહિતી જ્યાં છે.. તે cell ને સિલેક્ટ કરો.

👉 Click the Insert tab.

👉 Chart group tab માંથી chart ઓપશન પસંદ કરો.

Select Data for Chart

👉type of chart માંથી તમારે જે પ્રકાર નો ચાર્ટ બનાવવો છે.. તે પસંદ કરો.

👉 ચાર્ટ type પસંદ કર્યા પછી અમુક next કમાન્ડ બાદ finish આપવાથી તમને ચાર્ટ બનેલો દેખાશે.