Paper Style... (આ Chep માંથી કુલ 6 Marks ના પ્રશ્નો પૂછાય છે. )
વિભાગ A
નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.
વિભાગ C
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)
- વૈજ્ઞાનિક સંચાલન એટલે શું ?‘
- Rule of Thumb કોને કહે છે ?
- હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત જણાવો.
- પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન સમજાવો.
- હેનરી ફેયોલે ઔધોગિક સાહસોની પ્રવૃત્તિઓને કયા છ ભાગમાં વહેંચી છે ? નામ આપો.
- સમય નિરીક્ષણ એટલે શું ?
- વર્તન સંબધિત વિચારધારામાં ક્યા ક્યા ખ્યાલોનો સમાવેશ થાય છે ?
- ગતિ નિરીક્ષણ એટલે શું ?
- પ્રમાણ સમય વિશે જણાવો.
- કાર્ય વિશ્લેષણની પદ્ધતિઓ દર્શાવો.
- ભિન્ન વેતન દરની પદ્ધતિ સમજાવો.
વિભાગ D
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)
- સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ સમજાવો.
- હેનરી ફેયોલના કોઈ પણ છ સિદ્ધાંતો સમજાવો.
- હેનરી ફેયોલે ઔધોગિક સાહસોની પ્રવૃત્તિને કયા છ ભાગમાં વહેંચી છે સ્પષ્ટ કરો.
- પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો.
- આધુનિક વિચારધારાઓ વિશે ટૂંકનોધ લખો.
- વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ સમજાવો.
- સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ સમજાવો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વાંચન સાહિત્ય
ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો , સિદ્ધાંતો ઘડવા પડે છે , જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને . આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી. માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે.
માનવ વર્તણૂક અને ટેક્નોલોજી એવાં પરિબળો છે કે જે સમયાંતરે બદલાતાં રહે છે. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે. ટૂંકમાં સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણયોનું ઘડતર અને તેના અમલ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા કે ગાઈડ છે.
પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો.
- પીટર એફ. ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે.
- ખૂબ જ પ્રખ્યાત સંચાલનશાસ્ત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા.
- વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું હતું. જેને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ.
- આ સમયે પીટર એફ. ડ્રકરે માનવસંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવા માટે ખાસ ભલામણો કરી.
- તેમના સિદ્ધાંતોમાં મુખ્ય બે બાબતો રહેલી છે. “ધ્યેયલક્ષી સંચાલન” અને “સ્વનિયમનનો સિદ્ધાંત'
- ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એકસૂત્રતા હોવી જરૂરી છે.
- તેમના સિદ્ધાંતોનું પ્રદાન ખાસ માનવસંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આધુનિક વિચારધારાઓ
◼️ઈ. સ. 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું.
◼️પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ.
◼️આ સમય દરમિયાન સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતાં સંચાલકોનો વિશિષ્ઠ વ્યાવસાયિક વર્ગ ઊભો થયો.
◼️સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી.
◼️આ વિચારધારામાં કુન્તઝ, ઓડોનલ, જ્યોર્જ આર. ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન આપ્યું છે.
◼️આ ઉપરાંત પીટર એફ. ડ્રકર, વિલિયમ ઓચી અને સી. કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ભિન્ન વેતનદરની પદ્ધતિ
કામદારોને તેમના કામના સમયને આધારે વેતન બાબતે ઉત્તેજન અથવા પ્રોત્સાહન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતનદરની પદ્ધતિ
ટુંકમાં કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કામ કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબત ધ્યાને રાખીને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે.
~~~~~~~~~~~~~~~~~~
હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત
સ્વાભાવિક છે કે કોઈપણ કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહિ, કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. એટલે કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. ટુંકમાં હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈપણ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. એટલે હુકમ કે સૂચનો ફકત એક જ અધિકારી તરફથી મળવા જોઈએ તેવું આ સિદ્ધાંતમાં દર્શાવ્યું છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રમાણ સમય
કોઈ પણ કાર્યનો ભાગ પૂરો કરવા માટે જેટલો સમય લાગે, તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે, તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કાર્ય વિશ્લેષણની પદ્ધતિ દર્શાવો.
સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, થાક નિરીક્ષણ