Tuesday, June 11, 2024

STD 12 Commerce BA Chep 1 IMP Question

Paper Style...  (આ Chep માંથી કુલ 15 Marks ના પ્રશ્નો પૂછાય છે. )

વિભાગ A

આ વિભાગમાં પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે.  જેના પ્રત્યેકના 1 ગુણ છે.
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે.  જેની લિંક નીચે આપેલ છે. 
તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.

MCQ Test

વિભાગ B

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

1. B.B.A. નું પૂરું નામ જણાવો.

2. ડૉ. જ્યૉર્જ આર. ટેરી મુજબ 6M એટલે શું ?

3. વ્યવસાયની લાક્ષણિકતાઓ જણાવો.

4. ધંધામાં નાણાની જરૂર કયારે પડે છે ?

5. કળા એટલે શું ?

6. સંચાલનમાં કેન્દ્રસ્થાને કોણ હોય છે ?

7. વ્યવસાય એટલે શું ?

8. સંચાલનની વિવિધ સપાટીઓના નામ જણાવો.

9. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી કઈ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત છે ?

10. મધ્યસપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે ?

11. તળ સપાટી બીજા કયા નામે ઓળખાય છે ?

12. યંત્ર વિન્યાસ એટલે શું ?

13. વહીવટનું કાર્ય કઇ સપાટીએ વધુ હોય છે ?

14. સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો.

15. માર્કેટીંગ સંચાલન એટલે શું ?

16. H.R.M. નું વિસ્તૃત રૂપ આપો.

17. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે ?

18. I.I.M. નું વિસ્તૃત રૂપ લખો.

19. M.B.A. નું વિસ્તૃત રૂપ લખો.

20. C.E.O. નું વિસ્તૃત રૂપ લખો.

21. યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે ?

વિભાગ C

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)

1. સંચાલન એટલે શું ?

2. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતાં કોઈપણ બે કાર્યો જણાવો.

3. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે ?

4. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે ?

5. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?

6. મધ્ય સપાટીના કાર્યો જણાવો. (કોઈપણ બે)

7. માનવ સંસાધન સંચાલન એટલે શું ?

8. "સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે” - સમજાવો.

9. “સંચાલન એ વિજ્ઞાન છે” – સમજાવો.

10. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો કોનો સમાવેશ થાય છે ?

11. સંકલનનો અર્થ આપો.

વિભાગ D

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)

1. સંચાલનનું મહત્ત્વ જણાવો.

2. 'સંચાલન એક વ્યવસાય છે' - સમજાવો.

3. ઉચ્ચ સપાટી સંચાલનનાં કાર્યો જણાવો.

4. સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખો.

5. સંચાલન એટલે શું ? તેની લાક્ષણિકતાઓ સમજાવો.

6. “સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે" - સમજાવો.

7. માર્કેટિંગ (બજારીય) સંચાલનનો અર્થ આપી તેના કાર્યોની ટૂંકમાં સમજૂતી લખો.

8. માનવ સંસાધનનું મહત્ત્વ જણાવો.

9. સંચાલનની તળ સપાટીના કાર્યો જણાવો.

10. નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. 

11. સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો.

12. સંકલનનું મહત્ત્વ જણાવો.


વિભાગ D માં દર્શાવેલ પ્રશ્નો વિભાગ E માટે પણ મહત્વના છે. જવાબ માં ફકત પ્રસ્તાવના અને ઉપસંહાર ઉમેરવું.