Paper Style... (આ Chep માંથી કુલ 12 Marks ના પ્રશ્નો પૂછાય છે. )
વિભાગ A
નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.
વિભાગ B
નીચે
આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)
- આયોજન એટલે શું ?
- આયોજન સાર્વત્રિક છે સમજાવો ?
- ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે કોની રચના કરેલ છે ?
- કાર્યાત્મક સંશોધન વિશે જણાવો ?
- O.R. નું વિસ્તૃત રૂપ આપો.
- 'Look and Leap' નો સિદ્ધાંત જણાવો.
- અંદાજપત્રના પ્રકારો જણાવો.
- આયોજનમાં અનિશ્ચિતતાના કારણો જણાવો ?
- આયોજનના આધારો જણાવો.
- આયોજનની પૂર્વ શરત કઈ છે ?
- સુનિયોજિત યોજનાઓનો સમયગાળો કેટલો હોય છે ?
- એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?
વિભાગ C
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)
- પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. સમજાવો.
- આયોજનનાં ઘટકો જણાવો.
- ગૌણ યોજના વિશે ઉદાહરણ સહિત સમજ આપો.
- આયોજન ખર્ચાળ છે. શા માટે ?
- પદ્ધતિ એટલે શું ?
- નીતિ કોને કહે છે ?
- કાર્યક્રમ એટલે શું ?
- એક ઉપયોગી યોજના ઉદાહરણ સહિત સમજાવો.
વિભાગ E
નીચે આપેલા
પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 5 ગુણ)
(નીચે દર્શાવેલ પ્રશ્નો વિભાગ D માટે પણ મહત્વના છે.)
- આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.
- આયોજનની મર્યાદા સમજાવો ?
- આયોજનનું મહત્વ સમજાવો.
- આયોજનની પ્રક્રિયા સમજાવો ?
- યોજનાના પ્રકારો સમજાવો.
- આયોજનના ઘટકો વિશે સમજ આપો.
વાંચન વિશેષ
આયોજન પાઠમાં 5 ગુણ વાળા કોઈપણ પ્રશ્નો પૂછાય ત્યારે નીચે દર્શાવેલ પ્રસ્તાવના અને ઉપસંહાર લખી શકાય.
પ્રસ્તાવના...
"આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય." આયોજન એ મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે. ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગે વિગતો એકઠી કરવી, તેના વિશે પૂર્વવિચારણા કરવી એટલે કે અનુમાનો કરવા અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની વિવિધ યોજનાઓ ઘડવી એટલે આયોજન.
ઉપસંહાર...
ટૂંકમાં આયોજન એટલે ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે શું કરવાનું છે, કેવી રીતે અને ક્યાં કરવાનું છે, કોણે કરવાનું છે અને પરિણામોનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે તે અંગે અગાઉથી નક્કી કરવું.
સંચાલકીય કાર્યો વ્યવસ્થિત રીતે કરવાં માટે કામગીરી શરૂ કરતાં અગાઉ વિચારણા કરવી તેમજ કોરાં અનુમાનો કે ધારણાઓને બદલે સત્ય કે વાસ્તવિક હકીકતોને આધારે પગલાં લેવાં તેનું નામ આયોજન.