Tuesday, June 11, 2024

STD 12 Commerce BA Chep 4 IMP Question

Paper Style...  (આ Chep માંથી કુલ 10 Marks ના પ્રશ્નો પૂછાય છે.


વિભાગ A

નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)

આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.

MCQ Test


વિભાગ B

નીચે આપેલા પ્રશ્નોના ટુંકમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

  1. વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો,
  2. રૈખિક વ્યવસ્થાતંત્ર ને શા માટે વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે ?
  3. સત્તા સોંપણીના મૂળ તત્ત્વોની માત્ર આકૃતિ દોરો.
  4. ક્યાં વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે ?
  5. જવાબદારી એટલે શું ?
  6. ઉત્તરદાયિત્વ એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.
  7. શ્રેણિક વ્યવસ્થાતંત્રનો અર્થ આપો.
  8. વૈધિક અને અવૈધિક વ્યવસ્થાતંત્ર એકબીજાને પૂરક છે સમજાવો
  9. વ્યવસ્થાતંત્ર એટલે શું ?
  10. સત્તા સોંપણી કોને કહેવાય ?
  11. અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું?
  12. કેન્દ્રીકરણ એટલે શું ?
  13. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે ?
  14. "વ્યવસ્થાતંત્ર એ એકમનું શરીર છે અને આયોજન તેનું મગજ છે." - સમજાવો.
  15. રૈખિક વ્યવસ્થાતંત્ર ક્યાં અનુકૂળ હોય છે ?
  16. કેન્દ્રીકરણમાં કઈ મર્યાદાઓ રહેલી છે ?
  17. સત્તા એટલે શું ?
  18. પ્રોજેક્ટ માળખું એટલે શું ?
  19. વૈધિક વ્યવસ્થાતંત્ર કોને કહે છે 

વિભાગ D

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)

  1. વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ સમજાવો .
  2. સત્તા સોંપણીનું મહત્ત્વ સમજાવો.
  3. વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા ટૂંકમાં સમજાવો.
  4. રૈખિક વ્યવસ્થાતંત્રની રચના આકૃતિ સહિત સમજાવો.
  5. અવૈધિક વ્યવસ્થાતંત્રની છ લાક્ષણિકતાઓ સમજાવો.
  6. સતા સોંપણીના મૂળ તત્વો સમજાવો.
  7. વિકેન્દ્રીકરણનું મહત્ત્વ સમજાવો.
  8. શ્રેણિક વ્યવસ્થાતંત્ર વિશે નોંધ લખો.
  9. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર રચના સહિત સમજાવો.

👀  વાંચન વિશેષ 👀

પ્રશ્ન 👇
રૈખિક વ્યવસ્થાતંત્રની રચના આકૃતિ સહિત સમજાવો.

આ વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે.  આ વ્યવસ્થાતંત્રમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે

રેખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થાતંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે.

રચના :

આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પ્રકારના વ્યવસ્થાતંત્ર માં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. અહી વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગોને આધારિત કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે


અહી આકૃતિ દોરો


આકૃતિ મુજબ જોઈએ તો..
👉ઉચ્ચ સપાટીએ સંચાલક મંડળ બિરાજે છે. ધંધાકીય એકમના નિર્ણયો લેવાની બધી જ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. જે મહત્ત્વના નીતિવિષયક નિર્ણયો લે છે.

👉  સંચાલક મંડળ પોતાની સત્તા જનરલ મેનેજરને સોંપે છે. જનરલ મેનેજર નું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે. 

👉આ જનરલ મનેજર એકમનું ત્રણ વિભાગમાં વિભાગીકરણ કરે છે. 

(1) ઉત્પાદન વિભાગ
(2) વહીવટી વિભાગ
(3) વેચાણ વિભાગ

👉 જનરલ મેનેજર ઉપરોક્ત મુજબ વિભાગીકરણ કર્યા બાદ જે-તે વિભાગની જવાબદારી સંભાળી શકે તેવા અધિકારીઓની નિમણૂક કરે છે. 

દરેક વિભાગના મહત્વના કાર્યને આધારે
  • ખરીદી અધિકારી
  • ઉત્પાદન અધિકારી 
  • વહીવટી અધિકારી 
  • હિસાબી અધિકારી 
  • વેચાણ અધિકારી 
  • વિજ્ઞાપન અધિકારી
જેવા અધિકારીઓ નીમાય છે. જેવો પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. 

👉આ અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કારકુનો જેવા કર્મચારીઓ કામ કરે છે. તેમજ ફોરમેનોના હાથ નીચે કામદારો કાર્ય કરે છે.

ટૂંકમાં આ વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી ત્રણ સપાટી તરફ જાય છે અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે જે ધંધાકીય એકમમાં એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમ જ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય ત્યાં આ વ્યવસ્થા તંત્ર અનુકૂળ હોય છે.
------------------------------------------------------------

પ્રશ્ન 👇
કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રની રચના આકૃતિ સહિત સમજાવો.


રેખિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે તે તેની મુખ્ય મર્યાદા છે. અહીં વિશિષ્ટકરણ નો અભાવ જોવા મળે છે. એટલે કે અહીં એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારીએ અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે. 

સ્વભાવિક છે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાતો ન જ હોય. તેથી એક એવા વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે, જેને   કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહેવાય છે.

રચના :-

👉કાર્યનુસાર વ્યવસ્થાતંત્રમાં શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે.

👉દરેક કાર્ય માટે અલગ- અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાતો ફક્ત સલાહકાર હોતા નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ છે કે જે પોતાને સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ જવાબદાર હોય છે.

અહી આકૃતિ દોરો :-

👉આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે.

👉અહી એકમને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમકે  વહીવટી વિભાગ અને કારખાના વિભાગ.

👉દરેક વિભાગના કાર્યોને યાદી નક્કી કરી તેને આધારે કાર્યના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તા સોંપણી કરવામાં આવે છે. જેમકે 
  • સુચના અધિકારી 
  • શિસ્તઅધિકારી 
  • હિસાબી અધિકારી 
  • માર્ગદર્શન અધિકારી 
  • જૂથ અધિકારી 
  • ઝડપ અધિકારી 
  • ગુણવત્તા નિયંત્રણ અધિકારી 
  • સમારકામ ઇજનેર અધિકારી 
વગેરે.

👉આકૃતિમાં દર્શાવ્યા મુજબ વહીવટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે તેમજ કારખાના વિભાગના અધિકારીઓ તેમના કામદારોને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે.

ટૂંકમાં જે ધંધાકીય એકમમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ હોય છે.
-------------------------------------------------------------

પ્રશ્ન 👇
શ્રેણિક વ્યવસ્થાતંત્રની રચના આકૃતિ સહિત સમજાવો.

શ્રેણિક વ્યવસ્થાતંત્રએ વ્યવસ્થાતંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે.
આ વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. જેમાં એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે. અને બીજું માળખું કે જે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું છે. જેને પ્રોજેક્ટ માળખું પણ કહેવાય છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે.


રચના :-
વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. 

અહી આકૃતિ દોરો :-


👉ઉપરના ચાર્ટ માં જોવા મળે છે, તે મુજબ આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં જનરલ મેનેજર હેઠળ દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ-અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેકટ હોય તેટલા પ્રોજેકટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. 

👉પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક પુર્ણ કરવાની હોય છે.

👉આ ઉપરાંત આકૃતિ મુજબ પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતોના સ્ટાફને જુદા-જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. 
આ રીતે મેળવેલ નિષ્ણાતોને જુદી-જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. જેમકે ઉત્પાદન, ખરીદી, ઇજનેરી, સંશોધન અને વિકાસ વગેરે માટે નિષ્ણાતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગ માંથી મેળવવામાં આવે છે. અને પ્રોજેક્ટ પૂરો થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે.

👉આકૃતિ પરથી જોવા મળે છે કે અહીં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમકે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટસ ના સંચાલકોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તા આપવામાં આવે છે. 

👉તેમજ આકૃતિ મુજબ ડાબી બાજુએ દરેક પ્રોજેક્ટ સંચાલક અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે તે જોવા મળે છે. 

ટૂંકમાં દરેક પ્રોજેક્ટ અને કાર્ય માટે જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગોમાંથી મેળવેલ છે. આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિકની રચના થાય છે. જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય એવા સંજોગોમાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે.




.