Tuesday, June 11, 2024

STD 12 Commerce BA Chep 9 IMP Question

Paper Style...  (આ Chep માંથી કુલ 8 Marks ના પ્રશ્નો પૂછાય છે. )


વિભાગ A

નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)

આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.

MCQ Test


વિભાગ B

નીચે આપેલા પ્રશ્નોના ટુંકમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

  1. ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય છે
  2. કરારનોંધ એટલે શું?
  3. વિસ્તૃત રૂપ આપો. (1) CDSL (2) SEBI
  4. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે ?
  5. ડિમટિરિયલાઈઝેશન એટલે શું ?
  6. મુંબઈ શેરબજારનો સ્કીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે ?
  7. મુંબઈ શેરબજાર ની સ્થાપના ક્યારે થઈ ?
  8. NSDL નું વિસ્તૃત રૂપ આપો.
  9. ડિપોઝીટરી કાયદો કયારે અમલમાં આવ્યો?
  10. ભારતની પ્રથમ ડિપોઝીટરી કઈ છે?
  11. નાણા બજારના સાધનોની પાકતી મુદ્દત કેટલા સમય માટેની હોય છે ?
  12. ડિપોઝીટરીની સેવાનો કોના દ્વારા પ્રાપ્ત થાય છે?
  13. સૌપ્રથમ કોણે અને ક્યારે કોમર્શિયલ પેપર બહાર પાડયા હતા ?


વિભાગ C

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો

(પ્રત્યેકના 2 ગુણ)

  1. કોલ મની અને નોટિસ મની એટલે શું?
  2. સેબી ના બે હેતુઓ જણાયો.
  3. સંગઠિત નાણા બજાર અને અસંગઠિત નાણાં બજાર એટલે શું ?
  4. કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય ક્યો તફાવત છે
  5. નાણાકીય બજાર ના સાધનો કયા-કયા છે ?
  6. જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું ?
  7. ડિમટીરીયલાઈઝેશન એટલે શું?
  8. નાણાકીય બજારના પ્રકારો જણાવો...
  9. શેરબજાર દેશની આર્થિક પરિસ્થિતી દર્શાવતો અરીસો છે? કેવી રીતે?
  10. અસંગઠિત નાણાં બજાર એટલે શું ?
  11. ટ્રેઝરી બિલ એટલે શું ?
  12. પ્રાથમિક મૂડી બજારની લક્ષણિક્તાઓ જણાવો
  13. નાણા બજારના કયા સાધનો હસ્તાંતરણીય છે ?

વિભાગ D

નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)

  1. શેરબજારના કાર્યો સમજાવો.
  2. નાણા બજારની લાક્ષણિકતાઓ જણાવો.
  3. પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિક્તાઓ જણાવો.
  4. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL) વિશે ટૂંકનોંધ લખો.
  5. CDSL વિશે ટૂંકનોંધ લખો.
  6. ટ્રેઝરી બિલ વિશે સમજ આપો...
  7. સેબીના કાર્યો જણાવો.
  8. શેરબજારની લાક્ષણિકતાઓ કઈ છે?
  9. મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો.
  10. નાણાં બજારના સાધનો સમજવો.
  11. ડિમેટ ખાતા વિશે ટૂંકનોંધ લખો.