Wednesday, October 2, 2024

કમ્પ્યુટર પરિચય

પ્રસ્તાવના :-

આપણાં માટે આજે કમ્પ્યુટરનો અર્થ ઘણો વિશાળ છે કારણ કે તેની મદદથી આપણે વિચારી ન શકીએ એવા કામો કરી શકીએ છીએ પણ જૂના સમયમાં જ્યારે આજના સમય જેવુ કમ્પ્યુટર વિકાસ પણ ન પામ્યું હતું તે સમયમાં લોકો કમ્પ્યુટરનો અર્થ ગણતરી કરનાર સાધન તરીકે સમજતા હતા. તેમજ કમ્પ્યુટર શબ્દ એક લૅટિન શબ્દ COMPUTE પર થી ઉતરી આવ્યો હતો, જેનો મતલબ થાય છે To calculate એટલે કે ગણતરી કરવી. એટલે તેને ગણતરીનું સાધન જ સમજતા જેમકે કેલ્ક્યુલેટર,  પરંતુ કમ્પ્યુટર કેલ્ક્યુલેટરની જેમ ફક્ત ગાણિતિક કાર્ય કરવા માટે નથી વપરાતું, કમ્પ્યુટર એ પ્રોગ્રામ્સ નો જુથ છે.


કમ્પ્યુટરનો અર્થ :-

કમ્પ્યુટર એ એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે જે ડેટાને સ્વીકારે છે, તેની પ્રક્રિયા કરે છે અને આપણને જોઈતા પરિણામો આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કમ્પ્યુટર એ એક સ્માર્ટ મશીન છે જે આપણે જે કહીએ છીએ તે સમજે છે અને તેના અનુસાર કામ કરે છે.


કમ્પ્યુટર શું કરી શકે છે?

માહિતી સંગ્રહ: 

કમ્પ્યુટર ટેક્સ્ટ, ચિત્રો, વિડિઓઝ અને અન્ય પ્રકારના ડેટાને સંગ્રહ કરી શકે છે.

માહિતી પ્રક્રિયા: 

કમ્પ્યુટર સંગ્રહિત ડેટા પર વિવિધ પ્રકારની ગણતરીઓ અને વિશ્લેષણ કરી શકે છે.

માહિતી આઉટપુટ: 

કમ્પ્યુટર પ્રક્રિયા કરેલા પરિણામોને સ્ક્રીન પર દર્શાવી શકે છે, પ્રિન્ટ કરી શકે છે અથવા અન્ય ઉપકરણો પર મોકલી શકે છે.

સંચાર: 

કમ્પ્યુટર ઈન્ટરનેટ દ્વારા અન્ય કમ્પ્યુટર્સ સાથે સંચાર કરી શકે છે.


કમ્પ્યુટર વિશે વધુ....

આજની દુનિયા માં દરેક ક્ષેત્ર માં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, જેમ કે – અંતરિક્ષ, ફિલ્મ નિર્માણ, હવાઈમથક, દવાખાનું, ઉદ્યોગ, વ્યાપાર, રેલવે સ્ટેશન, શાળાઓ, કોલેજ વગેરેના કમ્પ્યુટર થી દરેક કામ જલ્દી અને ઝડપ થી થાય છે.

આજે કમ્પ્યુટરનો ઉપયોગ દસ્તાવેજ બનાવવા, ઈ-મેલ મોકલવા અને પ્રાપ્ત કરવા, સંગીત જોવા, સાંભળવા, મનોરંજન કરવા, રમતો રમવા તેમજ અન્ય વસ્તુઓ જેવી કે – બેંક, શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓમાં, ઘરો, દુકાનો વગેરેમાં કમ્પ્યુટર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આજે કમ્પ્યુટર બધાની જિંદગી નું અભિન્ન અંગ બની રહ્યું છે, અને કમ્પ્યુટર એ આપણી દિવસકાર્ય નો એક હિસ્સો બની ગયો છે.આ એક ઇલેક્ટ્રોનિક મશીન છે જે ઘણા નિર્દેશો અનુસાર કાર્ય ને પૂરું કરે છે.

કમ્પ્યુટર ટેક્નોલોજીનું ક્ષેત્ર એટલું ઊંડું, અટપટું અને જુદા જુદા ફાંટાવાળું છે કે એમાંથી શું કરવું, શું આજે ડિમાન્ડમાં છે અને શું આવતી કાલે ડિમાન્ડમાં રહેશે એ સમજવું કોઈને પણ માટે મુશ્કેલ છે.

આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી ઇન્ટરનેટના જોરે જ ચાલતી હોય એવું લાગે છે એટલે સ્વાભાવિક છે કે સૌ કોઈને આઇટી એટલે કે ઇન્ટર્મેશન ટેક્નોલોજીમાં ઉજ્જવળ ભાવિ દેખાય. આમ આવનારા દિવસોમાં કમ્પ્યુટરમાં પણ પરિવર્તન આવશે..


C :- CALCULATE  (કેલ્ક્યુલેટ ) ( ગણતરી )

O :- OPERATE  ( ઓપરેટ ) ( સંભાળવું ) ( સંચાલન કરવું )

M :- MEMORIZE ( મેમરાઇજ ) ( યાદ રાખવું )

P :- PRINT ( પ્રિન્ટ ) ( છાપવું )

U :- UPDATE ( અપડેટ ) ( બદલવું )

T : TABULATE ( ટેબ્યુલેટ ) ( ટેબલ માં ક્રમ બદ્ધ માહિતી એકઠી કરવી )

E :- EDIT ( એડિટ ) ( સુધારવું )

R :- RESPONSE ( રેસ્પોન્સ ) ( પ્રતિક્રિયા ) ( જવાબ )



#Computer 

#કમ્પ્યુટરવિશેનિબંધ

#કમ્પ્યુટરનીસંકલ્પના