Tuesday, February 25, 2025

Chep 8, 9, 12 ના મહત્વના પ્રશ્નોની યાદી

વિભાગ B (1 માર્ક્સ)

1. શેરહોલ્ડરોને ડિવિન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે?

2. જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે?

3. કાયમી મૂડીના ઘટકો કયા છે?

4. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે?

5. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલ છે તે મિલકતો પર ઘસારો શા માટે ગણાતો નથી?

6. વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે?

7. ભારતમાં શૅરબજારો નું નિયમન કોના દ્વારા થાય છે?

8. કરારનોંધ એટલે શું?

9. ફૂલ ફોર્મ  CDSL, SEBI

10. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે ?

11. ડિમટિરિયલાઈઝેશન એટલે શું?

12. મુંબઈ શેરબજાર નો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે?

13. મુંબઈ શેરબજાર ની સ્થાપના કયારે થઈ?


વિભાગ C (2 માર્ક્સ)

1. કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી સમજાવો.

2 કાયમી મૂડીને અસર કરતાં ચાર પરિબળો જણાવો.

3. ઉત્પાદન ચક્ર એટલે શું?

4. ઈષ્ટતમ મૂડી માળખું એટલે શું?

5. સેબી ના બે હેતુઓ જણાવો.

6. સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં નજાર એટલે શું?

7. કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય કયો તફાવત છે?

8. નાણાકીય બજાર ના સાધનો કયા-કયા છે?

9. જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું ?

10. નાણાકીય બજારના પ્રકારો જણાવો.

11. ટ્રેઝરી બિલ એટલે શું?

12. ખાનગીકરણનો અર્થ આપો.

13. WTO અને GATT નું વિસ્તૃત રૂપ.

14. રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલ છે?

15. માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે.


વિભાગ D (3 માર્ક્સ)

1. આદર્શ મૂડી માળખાની લાક્ષણિક્તા સમજાવો.

2. કાર્યશીલ મૂડીને અસર કરતા છ પરિબળો સમજાવો

3. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

4. મૂડી માળખાને અસર કરતાં આંતરિક પરિબળો સમજાવો.

5. નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો.

6. શૅરબજારના કાર્યો સમજાવો.

7. નાણાં બજારના લક્ષણો જણાવો.

8. સેબીના કાર્યો જણાવો.

9. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL) વિશે ટૂંકનોંધ લખો.

10. વૈશ્વિકીકરણની હકારાત્મક અસરો સમજાવો.

11. ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ ટૂંકમાં સમજાવો.

12. ઉદારીકરણનો અર્થ આપી તેની ચાર અસરો જણાવો.

13. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની નકારાત્મક અસરો આપો.

14. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની માત્ર યાદી બનાવો.