માલસર નર્મદા કાંઠે

નર્મદા મૈયાના પવિત્ર કિનારે પ.પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ માલસર આવેલી છે. આ પુણ્યસ્થળ માલસર જવા માટે અમદાવાદથી વડોદરા-ડભોઇ, શિનોર થઇને જવાય છે. અમદાવાદથી ૧૭૦ કિલોમીટર છે. સીધી બસ બપોરે ૧ વાગે એસ.ટી. સ્ટેન્ડથી ઊપડે છે. સાંજે ૬ વાગે પહોંચાડે છે. બાકી વડોદરા-ડભોઇ-શિનોરથી સગવડ મળે છે. શિનોરથી ૭ કિલોમીટર છે.

અહીં પ.પૂ. ડોંગરેજી મહારાજનો સેવાશ્રમ છે. અહીં નજીવા ચાજેઁ બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા અને એક વાર નાસ્તો આપવામાં આવે છે. સવારે ૫-૩૦ વાગે આરતી, પ્રાર્થનામાં યાત્રિકે હાજર રહેવાનું હોય છે. જો અહીં રહેવું હોય તો વ્યક્તિ વર્ષમાં ફક્ત એક માસ રહી શકે છે. જેનો નજીવો ચાર્જ લેવામાં આવે છે. અહીં અંગારેશ્વર મહાદેવનું ઐતિહાસિક સ્થળ આવેલું છે.

કચ્છી સેવાશ્રમમાં પણ સુંદર વ્યવસ્થા છે. બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા આપવામાં આવે છે. સવારે ૭-૩૦ વાગે, સાંજે ૭-૦૦ વાગે આરતી-પ્રાર્થનામાં હાજરી આપવાની હોય છે. વર્ષમાં એક વાર અમુક રૂપિયાથી અહીં આરતી ઊતરવા દેવાય છે. અહીં સત્યનારાયણ મંદિર, પંચમુખી હનુમાન, અંબાજી મંદિર વગેરે સ્થળો પણ છે. જેમાં પંચમુખી હનુમાનમાં રહેવા-જમવાની વ્યવસ્થા છે. પ.પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ સત્યનારાયણનું મંદિર છે.

દરેક જગા ખૂબ જ પવિત્ર વાતાવરણવાળી છે. વડ, આંબા, લીમડા, આસોપાલવ વગેરે લીલોતરીથી ખૂબ જ આનંદ આવે. નર્મદા મૈયાનાં ફક્ત દર્શનથી જ આપણાં પાપો નાશ પામે છે. કિનારાનાં અનેક પવિત્ર સ્થળોની મુલાકાત માટે ટેક્સીની વ્યવસ્થા હોય છે. અહીં શ્રાવણ અને ચૈત્ર માસમાં અનેક ધાર્મિક કાર્યક્રમો ચાલતા જ હોય છે અને અહીંનું વાતાવરણ પણ પવિત્ર હોય છે. દરેક કુટુંબે વર્ષમાં એકાદ વખત આવા આધ્યાત્મિક પવિત્ર સ્થળની મુલાકાત મનની શાંતિ માટે લેવી જ જોઇએ.

આ આશ્રમની વહીવટી વ્યવસ્થા શ્રી પ્રકાશભાઈ ઓઝા કરે છે તેઓના મોબાઈલ નંબર::93165 93616 છે.

તેઓને અગાઉથી ફોન દ્વારા વાત કરીને,સંસ્થાના બેંક ઓફ બરોડા, સીનોરના સેવિંગ એકાઉન્ટ નંબર:: 33460100009062 ઉપર અગાઉથી પૂરેપૂરી રકમ જમા કરવાની રહેશે. 

આ સંસ્થાની મેન્ટેનન્સ વ્યવસ્થા શ્રી દિનેશભાઈ જાની સંભાળે છે તેઓના મોબાઇલ નંબર::99780 67344 છે તે જાણ માટે. 

રૂમ રિઝર્વ રાખવા અંગે શ્રી પ્રકાશભાઈ ઓઝાનો સંપર્ક કરવો.💐

મેનેજર વિષ્ણુભાઈ નો નં : +919327796904


પુજ્ય ડોંગરેજી મહારાજ પુણ્ય તિથિ પર શત શત નમન

નર્મદાનાં નીતર્યાં નીરે ડોંગરેજીનું માંગલ્યધામ માલસર, અહીં આજે પણ કણ કણમાં કૃષ્ણની પ્રતિતિ થાય છે.

સિનોર ગામની ભાગોળેથી જમણી બાજુ જતાં માર્ગ ઉપર પાંચેક કિ.મી. આગળ જતાં માલસર ગામ આવે છે. પુરાણ પ્રસિદ્ધ સ્થાન ન હોવા છતાં ડોંગરેજી મહારાજે અહીં નિવાસ કર્યો અને અહીં નર્મદાના જળમાં દેહ ત્યાગ કર્યા પછી માલસરનું નામ વધુ જાણીતું થયું. એ પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ છે. ચરૈવેતિનો સ્વભાવ ધરાવતા પૂ. બાપજીને અહીંની ભૂમિથી ખાસ લગાવ હતો, પ્રતિ વર્ષ અહીં એકાદ વાર કથા ન કરે ત્યાં સુધી ચેન ન પડે.

પરમાત્મા શ્રી કૃ્ષ્ણ સાથે સાક્ષાત સંવાદ કરનાર રામચંદ્ર ડોંગરેજીની પ્રત્યેક કથામાં અનેરો આનંદ આવતો, પરંતુ અહીંના વ્યાસાસનની તો વાત જ કાંઈક ઓર હતી. માટીના ઢગલા પર વ્યાસાસન બનાવાતુ, જ્યાં તેઓ કૃષ્ણકથા કરતા. પટાંગણમાં ભારે ભીડ જામતી, કરોડો શ્રોતાઓની આસ્થાનું કેન્દ્ર એવા બાપજી કથા કરે ત્યારે પવિત્ર શ્રાવણ કે અધિક માસમાં જાણે શુકદેવજી મહારાજ સ્વમુખે ભાગવત નારાયણનું ગાન કરી રહ્યા હોવાનો અનુભવ થતો.

પરમાત્મા શ્રી કૃ્ષ્ણ સાથે સાક્ષાત સંવાદ કરનાર રામચંદ્ર ડોંગરેજીની પ્રત્યેક કથામાં અનેરો આનંદ આવતો, પરંતુ અહીંના વ્યાસાસનની તો વાત જ કાંઈક ઓર હતી. માટીના ઢગલા પર વ્યાસાસન બનાવાતુ, જ્યાં તેઓ કૃષ્ણકથા કરતા. પટાંગણમાં ભારે ભીડ જામતી, કરોડો શ્રોતાઓની આસ્થાનું કેન્દ્ર એવા બાપજી કથા કરે ત્યારે પવિત્ર શ્રાવણ કે અધિક માસમાં જાણે શુકદેવજી મહારાજ સ્વમુખે ભાગવત નારાયણનું ગાન કરી રહ્યા હોવાનો અનુભવ થતો.

    માલસરમાં બાપજી એક મઢુલી જેવી ઓરડીમાં રહેતા, ઓરડીમાં આજે પણ કણ કણમાં કૃષ્ણની પ્રતિતિ થાય છે. જ્યાં અનેક અનુષ્ઠાનો થયા છે એ ઓરડીમાં મન સ્વાભાવિક કૃષ્ણભક્તિમાં લીન થઈ જાય છે. બાપજી જે ભાગવતજી પોથીની પૂજા કરતા તે, તેમનો લાલો, એટલે કે બાલકૃષ્ણની ધાતુની મુર્તિ, તેમની ત્રિકાળ સંધ્યાવંદનના સાધનો, આચમનિ-તરભાણા સહિત ટોર્ચ અને તેમની રૂદ્દાક્ષની માળાઓ વિદ્યમાન છે.

બરાબર ઓરડીની નીચે બાબજીનું મંદિર છે. સેવા-પૂજા અને પ્રભાતફેરી નિત્યક્રમ મુજબ થતી રહે છે. શ્રદ્ધા અને વિશ્વાસના તાંતણે બંધાએલા ભક્તો વારે તહેવારે અહીં દર્શનાર્થે આવે છે. અને નર્મદાના નીરમાં સ્નાન કરી વૈતરણી તર્યાનો અનુભવ કરે છે.

Post a Comment

Previous Post Next Post