ડાંગ સાપુતારા ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક છે, જે દક્ષિણ ગુજરાતમાં, મહારાષ્ટ્રની સરહદ નજીક, સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ આશરે ૧૦૦૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે અને તે તેની હરિયાળી, પ્રાકૃતિક સૌંદર્ય અને મનોહર દૃશ્યો માટે જાણીતું છે. "સાપુતારા" નામનો અર્થ ગુજરાતીમાં "સાપોનું નિવાસસ્થાન" થાય છે, જે અહીંની સર્પગંગા નદીના નામ પરથી આવ્યો હોવાનું મનાય છે.
સાપુતારા ઉનાળામાં પણ ઠંડુ વાતાવરણ ધરાવે છે, જ્યાં તાપમાન ૩૦ ડિગ્રીથી નીચે રહે છે, જે તેને પ્રવાસીઓ માટે આદર્શ સ્થળ બનાવે છે. અહીં સાપુતારા તળાવમાં નૌકાવિહાર, રોપ વેની સવારી, સનસેટ પોઈન્ટ અને સનરાઇઝ પોઈન્ટ જેવા અનેક જોવાલાયક સ્થળો છે. આદિવાસી કલા અને સંસ્કૃતિને જાણવા માટે આર્ટિસ્ટ વિલેજ અને ટ્રાઈબલ મ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવા છે. ચોમાસામાં અહીંના ગીરાધોધ જેવા ધોધ જીવંત બની ઉઠે છે અને આસપાસનું વાતાવરણ લીલુંછમ બની જાય છે. સાપુતારા ગુજરાત સરકાર દ્વારા એક આયોજનબદ્ધ હિલ રિસોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં હોટલ, બગીચાઓ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે.
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક એટલે આહવા…💚સાપુતારા જવું હોય તો મુખ્યત્વે લોકો વઘઇ થી રાઇટ ટર્ન લઈ મુખ્ય રસ્તે જતા હોય છે, પરંતુ તમે આહવા જઈને પણ સાપુતારા તરફ જઈ શકો છો.🌿
આહવા થી
👇🏻
સાપુતારા- 42 km
સપ્તશૃંગી ગઢ - 92 km
નાશિક - 120 km
શિરડી - 185 km
🌿🌿🌿🌿🌿
આહવા થી સીધા આગળ થોડા નીચેની તરફ જઈએ એટલે બીજા બે રસ્તા પડે તો જમણી તરફ પાંડવા, ડોન, માંગીતુંગી, સાલ્હેર, મુલ્હેર જવાય જેના દિશા સૂચક બોર્ડ ત્યાં જોવા મળી જાય અને અહીં જ ડાબી તરફ જઈએ તો આગળ પાછા બે રસ્તા પડે ત્યાંથી ડાબી તરફ મહાલ તરફ જવાય અને સીધા સુબીર તરફ જવાય.
ડાંગમાં બધું જ જોવાલાયક છે, બસ ડાંગને મનથી નિહાળવાની જરૂર અને દિલથી ડાંગની પ્રકૃતિને સાચવવાની જવાબદારી લેવી જોઈએ.
જાણીતા ધોધના લોકેશન પર ગૂગલમેપ પર સર્ચ કરીને જવાય પણ જો સાથે જાણકાર વ્યક્તિ ના હોય તો ચોમાસાના ફૂલ વરસાદમાં ગૂગલમેપ ભરોસે પણ ના રહેવાય. જંગલમાં ટ્રેકિંગ હોય તો ફૂલ વરસાદમાં નદી-નાળા ભરાઈ જતા ત્યાં જ ફસાઈ જવાની શક્યતા પણ રહે છે. નેટવર્ક પ્રોબ્લેમ પણ હોય શકે. જેથી જાણકારી ના હોય તો રોડ ટચ લોકેશન ફરી લેવા વધુ સારું.🌿