લિમડા વિશે આટલુ જાણો

થોડા પાણીમાં લીમડાનાં પાન ઉકાળીને કડક “ચા” બનાવીને નાહવાના પાણીની બાલદીમાં ઉમેરીને (થોડાં ટીપાં રોઝ વોટરના ઉમેરવાં) નાહવાથી ચામડીના રોગો થતા નથી.

•પગની પાની કે એડીઓના દુખાવામાં લીમડાનો કડક ઉકાળો બનાવીને હૂંફાળો થવા દઈને તેમાં પગ બોળવા.

•નારિયેળ તેલમાં લીમડાનું તેલ ઉમેરીને વાળમાં નાખવાથી ખોડો, જૂ વગેરે વાળની સમસ્‍યા નાશ પામે છે. આ તેલ અઠવાડિયે એકવાર, એમ ત્રણ અઠવાડિયાં સુધી કે જરૂર લાગે ત્‍યાં સુધી નાખવું.

•વેસેલીનમાં ૧:૫ના પ્રમાણમાં લીમડાનું તેલ ઉમેરીને શરીર પર લગાડવાથી મચ્‍છરો દૂર ભાગે છે. તે ઉપરાંત ચામડીનાં દર્દો, નાના-મોટા ઘા કે થોડું દાઝયા હોય તેના પર ફાયદાકારક છે.

•ગળાનો સોજો કે શરદી હોય તો લીમડાનાં ૨ થી ૩ પાન નાખીને ઉકાળેલા હૂંફાળા પાણીથી કોગળા કરવા, એન્‍ટી બાયોટિક દવાની જરૂર નહીં પડે.

•ખીલ-ફોડલીઓ પર લીમડાના પાઉડરને પાણીમાં કાલવીને લગાડવો.

•સાઈનસની તકલીફમાં લીમડાનું તેલ નેઝલ ડ્રોપ્‍સ તરીકે વાપરી શકાય છે. (સવાર-સાંજ બે ટીપાં).

•સારામાં સારી અને સસ્‍તી બાયોપેસ્ટિસાઈડ છે.

•કાનમાં દુખાવો હોય તો ઉકાળેલા લીમડાનાં હૂંફાળા પાણીનાં ટીપાં કાનમાં નાખવાં લીમડાના તેલનાં ટીપાં પણ નાખી શકાય.

•આજકાલ ફેલાતા ચિકનગુનિયા જેવા તાવમાં પણ લીમડો તથા ઘીલોયને વાટીને પીવાથી અકસીર ઈલાજ થાય છે. શ્રી રામદેવજી મહારાજ (યોગશાસ્‍ત્રી) પણ ચિકનગુનિયાના તાવમાં આ ઈલાજને અકસીર ગણાવે છે.

•લીમડાની ડાળીઓનાં દાંતણ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે.

•સૂકા પાન અનાજમાં રાખવાથી અનાજમાં પડતી જીવાત અટકાવાય છે, પરંતુ દર ત્રણથી ચાર મહિને આ પાન બદલવાં જરૂરી છે.

•લીમડાનો રસ ગૂડી પડવાને દિવસે પીવાનું માહાત્‍મ્‍ય છે. એનાથી તાવ-શરદી જેવા ચૈત્ર મહિનાના રોગોથી બચી શકાય છે.

•લીમડાનાં પાંદડાનો ધૂપ કરીને મચ્‍છરો ભગાવી શકાય છે.

•તેલનો દીવો કરો તો તે તેલમાં લીંબોળીનું તેલ થોડું ઉમેરવાથી પણ મચ્‍છરો દૂર ભાગે છે.

•લાંબી માંદગીમાં સૂઈ રહેવાથી પડતાં ચામઠાંને લીમડાની પથારી દ્વારા અટકાવી શકાય છે. (ચાદરની નીચે લીમડાનાં પાન પાથરીને પથારી કરવી)

posted from Bloggeroid

Post a Comment

Previous Post Next Post