શું તમે મીઠાઈ પર લગાવતી વરખનું આ સત્ય જાણો છો?

આખી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે, જ્યાં ખાવાની વસ્તુઓ પર ચાંદીની વરખમાં લપેટીને વેચવામાં આવે છે. ખરીદનારા પણ તેને બહુ જ હોંશેહોંશે ખાય છે. ચાંદીની વરખમાં લપેટીને વેચાતી વસ્તુઓ લોકો શાનથી ખાય છે. પરંતુ બધા જ લોકો ચાંદીના વરખની બનવાની રીત જાણતા નથી હોતા. ખાવાની વસ્તુઓ જેમ કે, પાન, મેવો, મીઠાઈઓમાં ચાંદીના વરખનો પ્રયોગ કરવામાં આવે છે. જે ભારતમાં મુઘલ કાળથી શરુવાતમાં આવી હતી.

*કેવી રીતે તૈયાર થાય છે*
પ્રાણીઓના ચામડાની વચ્ચે ચાંદીના ટુકડાને રાખીને હથોડાથી મારી મારીને ચાંદીની વરખ તૈયાર કરવામાં આવે છે. જો હકીકતમાં તેમાં ચાંદીના ટુકડાનો ઉપયોગ કરાયો હોય, તો પણ તેને પ્રાણીના ચામડાની વચ્ચે રાખવામાં આવે છે. જે ગંદુ તેમજ બીમારી ફેલાવનારું હોય છે.

*બિનઆરોગ્યપ્રદ છે ચાંદીનું વરખ*
ચાંદીના વરખનો ઉપયોગ કરવાથી તે ધીરે ધીરે આપણા શરીરમાં ઘર કરી જાય છે. જે ક્યારેય પાછળથી મોટી મુસીબત બની શકે છે. તેનાથી કેન્સર પણ થઈ શકે છે. આ વરખ શરીરને બહુ જ નુકશાન પહોંચાડી શકે છે. તેથી જો તમે માર્કેટમાંથી મીઠાઈ ખરીદતા હોવ તો આવી વરખવાળી મીઠાઈ ખાવાની ટાળજો.

આર્યુવેદ તથા યુનાની ચિકિત્સામાં દવાઓમાં ચાંદીના ઉપયોગનો ઉલ્લેખ આવે છે. અનેક પ્રયોગો કરીને તેને દવામાં મિક્સ કરવામાં આવે છે. પરંતુ આધુનિક સાયન્સ ચાંદી તથા ચાંદીના વરખના લાભને સ્વીકારતું નથી.

બીજી તરફ, ચાંદીના સ્થાને આજે નકલી તથા એલ્યુમિનિયમ બનાવવામાં આવી રહ્યુ છે, જેને ચાંદીની વરખ બતાવીને ભારતમાં વેચવામાં આવે છે.


તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો.

Post a Comment

Previous Post Next Post