ખાટલા વિશે આટલું જાણો

જો કે આજના મોર્ડન અને બદલાઈ રહેલા યુગમાં ખાટલા જેવી વસ્તુ જાણે કે લુપ્ત થઇ ગઈ છે. આજે તેની જગ્યા સોફાસેટ, બેડશીટ વગેરેએ લઇ લીધી છે. પહેલાના જમાનામાં દરેક કોઈના ઘરમાં ખાટલાઓ હતા અને તેઓ આના પર જ સુતા હતા. આજે ભાગ્યે જ કોઈક ના ઘરમાં ખાટલો જોવા મળશે. પણ તમને જણાવી દઈએ કે ખાટલા પર સુવાના બહુમૂલ્ય ફાયદાઓ છે જેને તમે કદાચ નહીં જાણતા હોવ.


કહેવામાં આવે છે કે પહેલાના દરેક લોકો ચારપાઈ એટલે કે ખાટલા પર જ સુતા હતા અને તેને લીધે તેઓને ખુબ જ સારી ઊંઘ આવતી હતી. જેનાથી તેઓના રક્તચાપનું સંતુલન બની રહે છે જેની સીધી જ અસર તેઓના સારા સ્વાસ્થ્ય પર પડે છે, અને તેઓને સારી ઊંઘ આવતી હતી. માટે તમે પણ આજથી જ ખાટલા પર સુવાની ટેવ પાડી દો.



1. જણાવી દઈએ કે સેટી કે ગાદલા પર સૂવાથી કમરની સમસ્યા રહે છે, એવામાં ખાટલો તમને આરામ આપી શકે છે.

2. આ સિવાય ખાટલા પર સૂવાથી શરીરને સંપૂર્ણ રીતે આરામ મળી શકે છે, જેને લીધે ઊંઘ સારી આવે છે અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

3. ખાટલામાં સૂતી વખતે વચ્ચેનો ભાગ નીચેની તરફ નમેલો રહે છે જેને લીધે શરીરમાં લોહીનું પરિભ્રમણ બની રહે છે. જો કે જમીને તરત જ સૂવાથી પાચન ક્રિયા ધીમી પડી જાય છે પણ એવામાં ખાટલામાં સૂવાથી લોહીના યોગ્ય પરિભ્રમણને લીધે પાચનક્રિયા પણ સારી રીતે થઇ શકે છે, સાથે જ પાચનક્રિયા પણ મજબૂત બને છે.

4. આ સિવાય ખાટલા માં ગૂંથેલા દોરડાની વચ્ચે હોલ હોય છે જેનાથી લોહીમાં પરિભ્રમણ સારી રીતે થઇ શકે છે અને તે તમારા શરીર માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

5. તમને જો કમરનો દુઃખાવો કે કરોડ રજ્જુ સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો એવામાં ખાટલામાં સૂવાથી તમને અનેક ગણો આરામ મળી રહે છે.
Previous Post Next Post