divyabhaskar.com એ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના પાંચમા એપિસોડમાં ગુજરાતી એક્ટ્રેસ શ્રધ્ધા ડાંગર સાથે ખાસ મુલાકાત કરી હતી. શ્રદ્ધાએ ક્યારેય એવું પ્લાનિંગ નહોતું કર્યું કે તે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કામ કરશે. અલબત્ત, શ્રદ્ધા સ્કૂલ તથા કોલેજમાં ડ્રામા તથા ડાન્સ સ્પર્ધામાં અચૂકથી ભાગ લેતી હતી. ‘હેલ્લારો’ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ કચ્છમાં કરવામાં 32 દિવસ સુધી કરવામાં આવ્યું હતું. શૂટિંગ દરમિયાન એક્ટ્રેસિસને પગમાં છાલાં પણ પડી ગયા હતાં અને ઘણીવાર તો ચક્કર ખાઈને પડી પણ ગયા હતાં.
divyabhaskar.com સાથે શ્રદ્ધા ડાંગરની ખાસ વાતચીત
રાજકોટમાં જન્મેલી શ્રધ્ધાને અચાનક એક્ટ્રેસ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો?
પહેલેથી એક્ટ્રેસ બનવાનું પ્લાનિંગ કર્યું નહોતું. તે સમયે ઈન્ડસ્ટ્રી એટલી ગ્રો થઈ નહોતી અને એટલી માહિતી પણ શહેરોમાં ઉપલબ્ધ નહોતી. હા, નાનપણમાં સ્કૂલમાં જેટલી પણ એક્ટિવિટી કરાવે તેમાં ભાગ લેતી હતી. ડ્રામા તથા ડાન્સમાં હું અચૂકથી ભાગ લેતી. એન્જિનિયરિંગ પૂર્ણ થયા બાદ રાજકોટમાં એક ફિલ્મ માટે ઓડિશન હતું. મારી મમ્મીએ મને આ ઓડિશનમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો. જોકે, મેં મારી મમ્મીને એમ કહીને ના પાડી હતી કે મેં કોઈ ટ્રેનિંગ લીધી નથી, કોઈ વર્કશોપ નથી કરી, થિયેટર નથી કર્યાં. મમ્મીના અતિઆગ્રહને વશ થઈને મેં ઓડિશન આપ્યું હતું. જોકે, આ ઓડિશન એટલું સારું નહોતું રહ્યું. તેમ છતાંય એક કેરેક્ટર માટે હું સિલેક્ટ થઈ ગઈ હતી. નવાઈની વાત છે કે ઓડિશનના 10 મિનિટ પહેલાં જ મારી મમ્મીએ મને ઓડિશન માટે જવાનું કહ્યું હતું. મારી મમ્મીને 10 મિનિટ પહેલાં જ કોઈકનો મેસજ આવ્યો હતો. ઓડિશન માટે મેં તો ખાસ કોઈ તૈયારી પણ કરી નહોતી. આ ફિલ્મ મને મળી અને એક જ દિવસ માટે મેં શૂટિંગ પણ કર્યું હતું. નાનપણથી મને સ્ટેજને લઈ કોઈ ડર નહોતો. કોલેજ દરમિયાન હું ડ્રામા, કથ્થક તથા ફેશન શોમાં ભાગ લેતી હતી. મને આ ફિલ્ડ વિશે કોઈ જ માહિતી નહોતી. મને સ્કૂલ તથા કોલેજમાં જ્યારે પણ ડાન્સ કે ડ્રામાની તક મળતી એટલે તરત જ તેમાં કામ કરતી હતી. જોકે, મને આગળ શું કરવાનું છે, તેને લઈ કંઈ જ ખબર નહોતી. હું બસ ફ્લો સાથે જ આગળ-આગળ વધતી ગઈ.
એક્ટિંગ સ્કિલ્સ કેવી રીતે કેળવી?
પહેલી ફિલ્મમાં એક દિવસ કામ કરવાનો અનુભવ સારો રહ્યો. આ એક દિવસમાં કેમેરા કેવી રીતે ફેસ કરવો તે ખ્યાલ આવી ગયો. આ ફિલ્મ બાદ મને દર્શન રાવલનું આલ્બમ સોંગ ‘સારી કી સારી’ મળ્યું હતું. આલ્બમ સોંગમાં સંવાદો ના હોય પરંતુ ત્યાં તમારે ફીલ કરવાનું હોય છે. આ બાદ મેં બીજા બે આલ્બમ સોંગ કર્યાં હતાં. ત્યારબાદ ‘પપ્પા તમને નહીં સમજાય’ માટે ઓડિશન આપ્યું હતું.
‘પપ્પા તમને નહીં સમજાય’નું ઓડિશન કેવી રીતે આપ્યું?
અભિષેક શાહના ફેસબુક પેજમાં આ અંગે માહિતી હતી. આ ઉપરાંત અભિષેક શાહના આસિસ્ટન્ટનો મને મેસેજ પણ આવ્યો હતો. ઓડિશન જ્યાં ચાલતા હતાં, ત્યાં જ હું હતી. તો મેં ઓડિશન આપ્યાં હતાં, ઓડિશન આપ્યા એ જ દિવસે મને સિલેક્ટ થઈ ગયાનો ફોન પણ આવ્યો હતો. આ ફિલ્મમાં હું લીડ હતી પરંતુ આખી ફિલ્મ પિતા તથા પુત્ર પર ફોકસ હતી.
‘પપ્પા તમને નહીં સમજાય’ના શૂટિંગ દરમિયાન કેવો અનુભવ રહ્યો?
આ ફિલ્મના શૂટિંગમાં હું પહેલી જ વાર આટલા સીનિયર્સ કલાકારો કેતકી દવે તથા મનોજ જોષી સાથે કામ કરી રહી હતી. આટલાં મોટા કલાકારો સાથે કામ કરવાનો મનમાં ડર હોય. એ લોકોમાંથી ઘણું શીખવા મળ્યું. ભવ્ય ગાંધી પણ આમ તો મારો સીનિયર કહેવાય, કારણ કે તે નાનપણથી એક્ટિંગ કરે છે. જોકે, આ ફિલ્મ અમારા બંનેની ડેબ્યૂ ફિલ્મ હતી.
‘મચ્છુ’ કેવી રીતે મળી?
‘મચ્છુ’ માટે મારું નામ કોઈકે સજેસ્ટ કર્યું હતું. મેં લુક ટેસ્ટ તથા ઓડિશન બંને આપ્યાં હતાં. આ ફિલ્મની સ્ટોરી જ્યારે મને નરેટ કરવામાં આવી ત્યારે જ મને ગમી ગઈ હતી. આવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવી એ સારી વાત છે. આ ફિલ્મમાં જોખમ પણ રહેલું છે. આ રીતની ઘટના પરથી પહેલી જ વાર ફિલ્મ બનાવવામાં આવી છે અને આ સહેજ પણ સરળ નહોતું. આ ફિલ્મમાં કોઈ નોર્મલ કેરેક્ટર નથી. આ ફિલ્મમાં મેં સ્ટંટ પણ કર્યાં છે. એક એક્ટ્રેસ તરીકે મને ઘણું બધું અલગ કરવા મળ્યું હતું. હાલોલ, મોરબી, અમદાવાદ, ગાંધીનગરમાં અમે શૂટિંગ કર્યું. શૂટિંગ ઘણું જ પડકારજનક રહ્યું હતું.
‘હેલ્લારો’ કેવી રીતે મળી?
‘મચ્છુ’ લાંબા સમય સુધી ચાલી. પછી ગયા વર્ષે જાન્યુઆરીમાં ‘હેલ્લારો’ના ઓપન ઓડિશન અભિષેક શાહની ઓફિસમાં હતાં. જ્યારે હું પહેલી જ વાર ‘હેલ્લારો’ના ઓડિશન માટે ગઈ ત્યારે જ મનમાં હતું કે કંઈક સારું થઈ રહ્યું છે અને કંઈક મોટું થવાનું છે. ઓડિશન પણ સારા થયા હતાં. ઓડિશન દરમિયાન અમને ફિલ્મની વાર્તા કે કેરેક્ટર અંગે કોઈ જાતની માહિતી નહોતી. પહેલું ઓડિશન આ ફિલ્મની વાર્તાની સમાન કોઈ વાર્તા હતી અને તેને લઈ ઓડિશન આપ્યું હતું. પછી બીજીવાર ઓડિશન માટે ફોન આવ્યો હતો. આ રીતે મેં ચારથી પાંચવાર ઓડિશન આપ્યાં હતાં, જેમાં ગરબા, સંવાદો, લુક ટેસ્ટ અને નાનકડો ઈન્ટરવ્યૂ પણ આપ્યો હતો. પાંચ-પાંચ વાર ઓડિશન આપવાની આખી પ્રક્રિયાથી હું ઘણી જ ખુશ હતી, કારણ કે કોઈ ફિલ્મમાં આટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સ્ટેપ બાય સ્ટેપ આટલા સારા લેવલ પર ઓડિશન થઈ રહ્યાં છે.
કેટલા દિવસ બાદ તમને કોલ આવ્યો કે ‘હેલ્લારો’ માટે સિલેક્ટ થયા છો?
‘હેલ્લારો’ને લઈ પાંચમું ઓડિશન આપ્યું એના 20-25 દિવસ બાદ મને આ ફિલ્મ મળી તેવો કોલ આવ્યો હતો. આ ફિલ્મમાં મેં મંજરીનું પાત્ર ભજવ્યું છે. અભિષેકસરે ફિલ્મની તમામ એક્ટ્રેસિસને બોલાવીને ફિલ્મમાં તેમના કેરેક્ટર તથા ફિલ્મની વાર્તા અંગે ડિટેલ્સ આપી હતી. મંજરી વિશે જાણ્યા બાદ મને લાગ્યું કે મારે જીવનમાં આવું જ કોઈ પાત્ર ભજવવું હતું. એ કેરેક્ટર મને મળી ગયું હતું. જોકે, આ ઘણું જ પડકારજનક હતું. આ રીતનું મેં આજ પહેલાં ક્યારેય કર્યું નહોતું. સ્મિતા પાટિલ જે કરી શકે છે, તે રીતની ભૂમિકા હતી. આ ફિલ્મને લઈ મનમાં ડર પણ હતો.
મંજરીના પાત્ર માટે કેવી રીતે તૈયારી કરી?
આ ફિલ્મને લઈ બેથી ત્રણ વર્કશોપ કરી હતી, જેમાં સંવાદો, લેંગ્વેજ, કચ્છી સ્ત્રીઓ પાણી ભરવા જાય ત્યારે માથે જે રીતે બેડા મૂકે તે પણ વર્કશોપમાં શીખવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગરબાની પણ વર્કશોપ હતી. પાંચ દિવસ અમને કચ્છમાં લઈ જવામાં આવ્યા હતાં, જેથી અમે ત્યાં લોકોને, ત્યાંની સંસ્કૃતિને જોઈ શકીએ અને સમજી શકીએ. સ્થાનિક લોકોની બૉડી લેંગ્વેજ, મેન્ટાલિટીને સમજીએ.
કચ્છમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો?
માર્ચમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું અને 32 દિવસ સળંગ આ શૂટિંગ ચાલ્યું હતું. આ સમયે કચ્છમાં 45 ડિગ્રી ગરમી હતી. અમે મોટાભાગનું શૂટિંગ રણમાં જ કર્યું હતું. બધી એક્ટ્રેસિસનું શૂટિંગ દિવસના જ હતું. 45 ડિગ્રીમાં અમે ચંપલ પહેર્યાં વગર ગરબા રમ્યાં હતાં. ફિલ્મમાં 1975ની ઘટનાની વાત છે, એટલે તે સમયે સ્ત્રીઓ ચંપલનો ઉપયોગ બહુ કરતી નહોતી. એટલે અમે પણ ચંપલ પહેર્યાં નહોતાં. માથે બેડા લઈને જવાના હોય તો પણ અમે ચંપલ વગર જ શૂટિંગ કરતાં. પગમાં ફોલ્લાં-છાલા પડ્યાં હતાં. વારંવાર ડિહાઈડ્રેડ પણ થઈ જવાતું. રાત્રે અઢી વાગે અમારો કોલ ટાઈમ રહેતો. ત્રણથી છમાં તમામ એક્ટ્રેસનો મેક-અપ કરવામાં આવતો. હેવી એસેસરીઝને કારણે વજન પણ ખાસ્સું રહેતું. છૂંદણાં પણ તમામ એક્ટ્રેસિસને રોજ કરવામાં આવતા હતાં. શૂટિંગ સવારના છથી એક વાગ્યા સુધી કરતાં હતાં. ત્યારબાદ એક કલાકનો લંચ બ્રેક પડતો. પછી ત્રણથી છ પાછું શૂટિંગ કરતાં. સાતથી સાડા નવ સુધી બીજા દિવસનું રિહર્સલ કરતાં અને પછી જમતા ને એમ કરતાં રાતના અગિયાર જેવા વાગી જતાં. રાતના અઢી વાગે તો અમારે ઊઠી જવાનું રહેતું. વર્કશોપ દરમિયાન અમારો લુક નક્કી થયો હતો. કચ્છમાં કાસ્ટ પ્રમાણે, અલગ-અલગ કપડાં છે. ફિલ્માં કોઈ જ જાતિની વાત કરવામાં આવી નથી. તો અમારા માટે આ મુશ્કેલી હતી. અમારા ડિઝાઈનરે કચ્છમાં ઘણું જ રિસર્સ કર્યું હતું. ત્યાં કઈ કમ્યુનિટીના લોકો કેવાં કપડાં પહેરે છે, તે જાણ્યું. પછી એમણે એ રીતે મિક્સ-મેચ કર્યું કે જેથી એ કપડાંને લઈ કોઈ પણ વ્યક્તિ જાતિ કે કાસ્ટ નક્કી ના કરી શકે. આ ફિલ્મમાં કોઈ ગ્લેમર બતાવવામાં આવ્યું નથી. રણની બ્યૂટી તથા ત્યાંની સ્ત્રીઓની બ્યૂટી બતાવવામાં આવી છે.
રણમાં શૂટિંગ કરવું કેટલું પડકારજનક હતું?
અમને શરૂઆતમાં જ ખ્યાલ હતો કે ફિલ્મનું શૂટિંગ રણમાં કરવાનું છે અને તે પડકારજનક છે. જોકે, બે દિવસમાં જ આંખમાંથી પાણી આવી ગયા હતાં કે બાકીના દિવસો કેમના જશે. ઘણીવાર ગરમીને કારણે સેટ પર પડી ગયા હોઈએ, ચક્કર આવ્યા હતાં. આટલી બધી એક્ટ્રેસિસ હોવા છતાંય અમારી વચ્ચે કોઈ ઝઘડાં થયા નહોતાં. શૂટિંગ દરમિયાન કોઈ છત્રી કે ટેન્ટ નહોતા, કારણ કે 360 ડિગ્રી શૂટ થતું હતું.
સેટ અને હોટલ વચ્ચે કેટલું અંતર હતું?
રણમાં કાળો ડુંગર છે, ત્યાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું. ઈલેક્ટ્રિસિટીનો થાંભલો કે તાર એવું કંઈ જ બતાવવાનું નહોતું. કચ્છમાં આ જ જગ્યા યોગ્ય હતી. ત્યાં આજુબાજુ કોઈ ગામ કે હોટલ નથી. આ ફિલ્મ માટે આખું ગામમાં બનાવવામાં આવ્યું છે. જ્યારે ગામ બનતું અને ભૂંગા બનાવવામાં આવતા ત્યારે અમને સેટ પર લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે મને કહેવામાં આવ્યું કે પેલું ઝૂંપડું મંજરીનું છે, તો મેં જાતે ત્યાં લીંપણ પણ કરેલું છે. ત્યારથી જ આ ફિલ્મ સાથે ખાસ કનેક્શન જોડાઈ ગયું હતું. ભુજથી આ જગ્યા 90 કિમી દૂર છે. એટલે રોજ ભુજથી ટ્રાવેલ કરવું મુશ્કેલ હતું. આથી શૂટિંગમાં જે ગામ બતાવવામાં આવ્યું છે, ત્યાંથી 12 કિમીના અંતરે ગર્વમેન્ટનો રિસોર્ટ છે. ત્યાં અમે રોકાયા હતાં. જોકે, આ રિસોર્ટમાં ઘણી બધી તકલીફ પડી હતી. ઘણીવાર પાણી ના હોય, વીજળી ના હોય, રહેવા માટે જગ્યા ઓછી હોય. ઘણીવાર અમે એક રૂમમાં ચારથી પાંચ એક્ટ્રેસિસ રહેતાં અને એક્ટર તો સાત જેટલાં એક જ રૂમમાં રહેતા હતાં. પ્રોડક્શન ટીમ, એડી (આસિસટન્ટ ડિરેક્ટર) ટીમ એ બધા લોકોને સૂવા પણ મળતું નહીં. તેઓ એક રૂમમાં 10 જેટલાં લોકો રહેતા હતાં. એકવાર શૂટિંગમાં કમૌસમી વરસાદ આવી ગયો હતો. અમે જે ગર્વમેન્ટ રિસોર્ટમાં રોકાયા હતાં, ત્યાં ગરબાના રિહર્સલ માટે માંડવા નાખ્યા હતાં. વરસાદ દરમિયાન એટલો પવન હતો કે માંડવા ઉડી ગયા હતાં. અમે બધા ટેન્શનમાં આવી ગયા હતાં કે અહીંથી 12 કિમી દૂર આવેલા સેટ પર જો કંઈ થયું હશે તો બીજા દિવસે શૂટિંગ શક્ય બનશે નહીં. અમે બધાએ સેટ બચી જાય તે માટે પ્રાર્થના પણ કરી હતી. પ્રોડક્શનની ટીમ સેટ પર ગઈ હતી કે ત્યાં સ્થિતિ શું છે. જોકે, ત્યાં બિલકુલ વરસાદ પડ્યો નહોતો.
ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે, તેની જાણ કેવી રીતે થઈ?
ફિલ્મ કરતાં હતાં ત્યારે દરેકના મનમાં એવું હતું કે આ ફિલ્મને કોઈક એવોર્ડ મળશે. જોકે, બધી જ ફિલ્મમાંથી બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળશે, તે કલ્પના બહારનું હતું. સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ પણ કલ્પના બહારનો હતો. જ્યારે રિઝલ્ટ ડિકલેર થવાનું હતું ત્યારે મને ખ્યાલ નહોતો. હું મારા ડબિંગમાં વ્યસ્ત હતી. પછી મેં ફોન જોયો હતો બહુ બધા મિસ કોલ હતાં. અમારી ટીમના જ એક સભ્યનો ફોન આવ્યો કે ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. જોકે, તે સમયે મને ખ્યાલ નહોતો કે આ રીતે બે નેશનલ એવોર્ડ મળ્યાં છે. ત્યારબાદ ઓફિસ બધા ભેગા થયા અને સેલિબ્રેશન કર્યું હતું. ત્યારે થયું કે મહેનત રંગ લાવી.
પેરેન્ટ્સનું રિએક્શન કેવું હતું?
હું અમદાવાદમાં હતી અને પેરેન્ટ્સ રાજકોટમાં હતાં. પેરેન્ટ્સ માટે આ ક્ષણ ગર્વની હતી.
આગામી પ્રોજેક્ટ્સ કયા છે?
મેં એવું કંઈ નક્કી કરીને રાખ્યું નથી. થિયેટર, ફિલ્મ, સિરિયલ કોઈ પણ ઓફર મળશે, તે કરીશ. કોઈ પણ ભાષાની ફિલ્મમાં કામ કરવા તૈયાર છું અને અમદાવાદ કે મુંબઈ શિફ્ટ થવામાં પણ વાંધો નથી.
નેશનલ એવોર્ડ મળ્યાં બાદ એમ લાગે છે કે નેકસ્ટ ફિલ્મમાં તમારી પાસેથી દર્શકોની અપેક્ષા વધી જશે?
લોકોનો પ્રેમ હોય છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. દર્શકોની આશા વધી જતી હોય છે. આ રીતની ફિલ્મ આવી છે તો હવે બીજી ફિલ્મમાં કંઈક સારું કર્યું હશે. જોકે, પ્રેશર જેવું નહીં પરંતુ લોકો તમારી પાસેથી સારી વસ્તુઓની આશા રાખે છે. તમે દર્શકોની અપેક્ષા પર ખરા ઉતરવા માટે મહેનત કરો, તો આ જરૂરી છે. હવે, દર્શકોની આશા પૂરી કરવાની મારી જવાબદારી છે.
મંજરી સાથે તમે ઘણાં જ કનેક્ટ થઈ ગયા હતાં, તો તે પાત્રમાંથી બહાર કેવી રીતે આવ્યા?
લોકો પાત્ર પ્રમાણે ઢળતા હોય છે પરંતુ હું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ મંજરી બની ચૂકી હતી. શૂટિંગ દરમિયાન તો એમ જ લાગ્યું કે આ જ મારું જીવન છે અને હું જ મંજરી છું. જોકે, ફિલ્મમાં આ માત્ર કેરેક્ટર છે પરંતુ રિયલમાં તે દરેક સ્ત્રીમાં રહેલી શક્તિ છે. આ શક્તિનું નામ મંજરી છે. મંજરી મારી સાથે લાઈફ-ટાઈમ રહેશે.
ફિલ્મનો લાસ્ટ દિવસ કેવો હતો?
ફિલ્મના છેલ્લાં દિવસે અમે ક્લાઈમેક્સ શૂટ કર્યો હતો. ફિલ્મ સાથે જોડાયેલા તમામ એક્ટર જે-તે પાત્ર જ હોય તે રીતે કનેક્ટ થઈ ગયા હતાં. અમે રિયલમાં શું છીએ, તે જ ભૂલી ગયા હતાં. હદ બહાર મહેનત કરી હતી. ક્લાઈમેક્સ શૂટ થયા બાદ સેટ પર હાજર રહેલા તમામ લોકો રડી પડ્યાં હતાં. ચાઈલ્ડ આર્ટિસ્ટની આંખમાંથી પણ પાણી આવી ગયા હતાં.
પરિવારે એક્ટ્રેસ બનવા માટે કેવી રીતે સપોર્ટ કર્યો?
જ્યારે એક્ટ્રેસ બનવાનું નક્કી કર્યું ત્યારે પરિવારે વિરોધ કર્યો નહોતો પરંતુ તેમને ચિંતા ઘણી જ હતી. સંબંધીઓ તથા આસપાસના લોકો એવું જરૂરથી કહેતા કે તમે દીકરીને આ રીતે બહાર જવા દીધી છે, તો તમે ધ્યાન રાખજો. જોકે, મારી મમ્મીને મારા પર ઘણો જ વિશ્વાસ હતો. મારી મમ્મી હાઉસવાઈફ છે અને તે ક્યારેય આ રીતે બહાર નથી નીકળી. તે હંમેશા જ કહેતી કે બહાર નીકળો પછી તે આ ફિલ્ડ હોય કે સ્કૂલ હોય કે પછી કોલેજ હોય કે પછી ગમે તે હોય, તમને સારા કે ખરાબ માણસો તો મળશે જ. મમ્મી માનતા કે બહાર ભલે ગમે તેવા લોકો હોય પરંતુ તું એવી તૈયાર થાય કે તારે કોઈની જરૂર ના પડે. મમ્મી મારા માટે પ્રેરણાદાયક છે. મારા પેરેન્ટ્સ આજ સુધી સેટ પર આવ્યા નથી.
ફિલ્મ્સ માટે કેવી રીતે તૈયારી કરો છો?
પહેલાં હું ડિરેક્ટર્સ કહે તે રીતે એક્ટિંગ કરતી હતી. કારણ કે હું ટ્રેઈન્ડ એક્ટર નથી. એટલે મને જેની પાસેથી પણ શીખવા મળે તે શીખી લેતી.
ગુજરાતીની સિનેમાની કઈ બાબતો બદલવા માગશો?
મને કોઈ વાત બદલવાની જરૂર લાગતી નથી. હજી તો આ ઈન્ડસ્ટ્રી પા પા પગલી કરે છે. આપણે દર્શકોને લઈ માનીએ છીએ કે એ લોકો ચોક્કસ પ્રકારનું જ જુએ છે અને નથી જોતો. આ માન્યતા ખોટી છે. દર્શકોને સારું કન્ટેન્ટ આપશો તો તેઓ જરૂર જોશે.
પહેલાની શ્રધ્ધા અને અત્યારની શ્રધ્ધામાં કેટલું પરિવર્તન આવ્યું?
પહેલાંની શ્રદ્ધામાં પરિપક્વતા નહોતી, ટેન્શન ફ્રી હતી. જો કે, ઘરની બહાર નીકળ્યા બાદ, ઈન્ડિપેન્ડટ થયા બાદ, સીનિયર્સ સાથે કામ કર્યાં બાદ એક પરિપક્વતા નેકસ્ટ લેવલ પર જાય. એક જવાબદારી આવી જાય અને કઈ રીતે બિહેવ કરવું તે પણ ખ્યાલ આવે.
પહેલી કમાણી કેટલી હતી અને તેમાંથી શું લીધું?
હું 10 કે 11મા હતી ત્યારે એક સ્પર્ધામાં ભાગ લીધો. મેં સ્ટેટ લેવલ પર યોજાયેલ પેઈન્ટિંગ કોમ્પિટિશનમાં હું બીજા નંબરે આવી હતી. મને પાંચ હજાર મળ્યાં હતાં. મેં સાચવીને રાખ્યાં હતાં. હું અત્યારે તો પેઈન્ટિંગ નથી કરતી પણ રંગોળી સારી કરું છું.
શ્રધ્ધા પોતાની સફળતાને કેવી રીતે જુએ છે?
મારા માટે સફળતા એટલે જ્યારે તમારી જાતને પહેલાં અને પછી જુઓ અને તમારી જાતમાં સારો ફેરફાર જુએ તો એ સફળતા છે. આજે કંઈક તમને નવું શીખવા મળ્યું ને તમે શીખ્યા તો એ સફળતા છે. તમને હજારો લોકો ઓળખે તે સફળતા નથી. તમારી ઈનકમ આટલી થઈ તો તમે સફળ થયા. એવું નથી. દરેક માણસ રોજ કંઈક સારું શીખે તો તે સફળતા છે. ફિલ્મ નિષ્ફળ જાય તો તે ડિરેક્ટર, એક્ટરની નિષ્ફળતા નથી પરંતુ તે ફિલ્મ નિષ્ફળ છે, તેમ કહી શકાય.
શ્રધ્ધા ડાંગરને ખુબ ખુબ શુુભેચ્છાઓ સહ અભિનંદન !!