એક યુવાને ઝૂંપડપટ્ટીની કડવી વાસ્તવિકતાનો સામનો કરીને અકલ્પ્ય સફળતા મેળવી
ધીરજ અને પ્રતિભા હોય તો વિકટ સંજોગોમાં પણ સફળતા મળે
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
૧૪ ઑગસ્ટ, ૧૯૫૭ના દિવસે આન્ધ્ર પ્રદેશના પ્રકાશમમાં રહેતા એક અત્યંત ગરીબ કુટુંબમાં એક છોકરાનો જન્મ થયો. તે છોકરાના જન્મ પછી તેનું કુટુંબ રોજીરોટીની તલાશમા મુંબઈ આવ્યું. એ કુટુંબની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હતી એટલે મુંબઈની ગીચ ઝૂંપડપટ્ટીમાં રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ એ કુટુંબ પાસે નહોતો.
એ ગરીબ કુટુંબમાં જન્મેલા છોકરાનું નામ જોન પડાયું હતું. એનું પૂરું નામ જોન પ્રકાશ રાવ જનુમાલા હતું. તે છોકરો મોટો થયો એટલે માતાપિતાએ તેને મુંબઈની આંધ્ર તેલુગુ શાળામાં દાખલ કર્યો. તે માત્ર સાત ધોરણ સુધી જ ભણી શક્યો. કુટુંબની સ્થિતિને કારણે તેણે અભ્યાસ છોડીને પેન અને બીજી વસ્તુઓ વેચવાનું કામ શરૂ કરી દેવું પડ્યું. જો કે એનાથી તેના કુટુંબનું દળદર ફીટે એમ નહોતું.
એ દિવસોમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા એ છોકરાના એક પાડોશીને ત્યા ટીવી હતું. તે છોકરો મોકો મળે ત્યારે પાડોશીને ત્યાં ટીવી જોવા જતો રહેતો. ટીવી પર હિન્દી ફિલ્મ્સમાં મહેમૂદ અને જોની વોકર જેવા કોમેડિયનને જોઈને તે એમની મિમિક્રી કરવા લાગ્યો. તેની મિમિક્રીથી પાડોશીઓનું મનોરંજન થતું હતું.
સંઘર્ષના દિવસોમાં તે છોકરો જે કામ મળે એ કરવા તૈયાર રહેતો હતો. જો કે વધુ પૈસા મળે એવા કામ માટે સતત કોશિશ કરતો એ છોકરો યુવાન થયો ત્યારે તેને હિન્દુસ્તાન લીવર કંપનીમાં નોકરી મળી અને તેના ઘરમાં પ્રમાણમાં સારી કહેવાય એવી આવક શરૂ થઈ. એ કંપનીમાં તે લંચ અવર્સમાં કે કર્મચારીઓના કાર્યક્રમમાં મિમિક્રી કરીને સહકર્મચારીઓને હસાવતો રહેતો હતો.
ધીમે ધીમે તે યુવાન કોમેડીના નાના-નાના કાર્યક્રમો કરતો થઈ ગયો. એ દરમિયાન તે એક વાર વિખ્યાત સંગીતકાર ભાઈઓ કલ્યાણજી-આણંદજીના ધ્યાનમાં આવ્યો. તેમણે તેને સ્ટેજ શોમાં કોમેડીની તક આપી અને થોડા સમયમાં તે યુવાન કોમેડિયન તરીકે છવાઈ ગયો. તેની પ્રતિભાને કારણે તેના સંઘર્ષનો અંત આવી ગયો.
તે યુવાન એટલે વિખ્યાત કોમેડિયન જોની લીવર. જેણે ૪૦૦ જેટલી ફિલ્મ્સમાં અભિનય કર્યો. તે હિન્દુસ્તાન લીવરમાં નોકરી કરતો હતો ત્યારે તેના સાથી કર્મચારીઓએ તેનું નામ જોન જાનુમાલામાંથી બદલીને જોની લીવર કરી નાખ્યું હતું.
ઘણા માણસો સંઘર્ષ દરમિયાન હિંમત હારી જતા હોય છે એવા માણસોએ જોની લીવર જેવી વ્યક્તિઓના સંઘર્ષ વિષે જાણવું જોઈએ. જોની લીવર એ વાતનો પુરાવો છે કે માણસમાં ધીરજ અને પ્રતિભા હોય તો તે કોઈ પણ મુશ્કેલ સંજોગોનો સામનો કરીને સફળતા મેળવી શકે છે.
Aashu Patel's Friends Group Bhumika Pravinbhai Rohan Milankumar Ranjan Khushali
image courtesy: indiatimes.