એક સંત અદભૂત વ્યક્તિત્વ ધરાવતાં હતા. એકવાર ચોમાસાનાં બે મહિના વીતી ગયાં પણ મેઘો વરસ્યો નહી. ખેડૂત,પશુ-પ્રાણીઓ વ્યાકુળ થઈ ઉઠ્યા. કો'કે વાત ફેલાવી કે સ્વામી નાચે તો અવશ્ય વરસાદ થાય !!! આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા, ગામને તો શું ? સ્વામી નાચે ને વરસાદ પડે તો ઠીક બાકી મફતનો તમાશો ક્યાં જોવા મળવાનો છે ? ટોળું આવ્યું આશ્રમે ....
"સ્વામી અમે સાંભળ્યુ છે કે તમે નાચો તો વરસાદ પડે ?"
"હા, એમાં શું મોટી વાત છે ! તમે નાચો તોય વરસાદ તો પડે !"
"સ્વામી શું વાત કરો છો ? અમે નાચીએ તોય વરસાદ પડે ?"
ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા. સંતે ઉલટાના જે આવ્યાં હતાં તે બધાને નચાવ્યા. પૂરા બે કલાક નાચ્યાં પણ વરસાદ ન પડ્યો. મનખું તો અકળાયું. "સ્વામી, તમે વરસાદ પાડીને બતાવો."
સ્વામીએ તો નાચવાનું ચાલુ કર્યું. એક કલાક-બે કલાક-ત્રણ કલાક નાચે જ રાખ્યું અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. સૌ મનખું કહે, હે સંત ! આ શું ચમત્કાર છે ? આમાં શું રહસ્ય છે ?"
વાર્તામાં સત્ય ભલે ન હોય પણ તથ્ય અવશ્ય હોય ! સ્વામી કહે, "કાંઈ નહી. એક તો મને પૂરેપૂરી શ્રધ્ધા હોય છે કે હું નાચીશ એટલે વરસાદ પડશે જ. અને બીજો મારો દ્રઢ સંકલ્પ હોય છે કે વરસાદ ન પડે ત્યાં સુધી મારે અવિરત નાચવાનું છે." મનખું એ જવાબ સાંભળી આળોટી આળોટીને નમન કર્યા. લોકડાઉન માટે શ્રધ્ધા અને સંકલ્પ બંને જરૂરી છે.
આ લોકડાઉનમાં એક સંકલ્પ કરવા જેવો છે, મને જે સમય મળ્યો છે તેનો હું સારો ઉપયોગ કરીશ. નવરાશના સમયનો ભોગવટો કરવા સેવા અને સારાં પુસ્તકોનું વાંચન કરવાથી ઉત્તમ અન્ય કોઈ માર્ગ નથી.
પુસ્તકો વાંચવાથી સૌને ત્રણ બાબતો જાણવા મળશે.
(1) આપણાં વિચારો કરતાંય આગળનું વિચારનારા લોકો છે.
(2) આપણાં વિચારો સર્વશ્રેષ્ઠ નથી.
(3) આપણાં વિચારો બદલી શકાય છે.
જ્યોર્જ આર.આર.માર્ટિન નામના વિચારકે કહ્યું હતું કે- પોતાની તેજસ્વીતા અને ધારને અકબંધ રાખવા જેમ તલવારને સરાણીયા પથ્થરની જરૂર હોય છે એમ માણસના મગજને પુસ્તકની જરૂર હોય છે.
અમેરિકાની એક ટ્રેનના કંપાર્ટમેન્ટમાં કેટલાક લોકો બેઠા હતાં. બધાં પોત-પોતાની વાતોમાં મસ્ત હતાં. આ બધામાં એક પ્રૌઢ ધાર્મિક પુસ્તક બાઈબલ વાંચી રહ્યો હતો. એક ટાઈ-કોટ પહેરેલ માણસે કઈક ચીડથી પેલા વાંચનાર સામે જોયું. પેલા વાચકનું ધ્યાન તો પુસ્તકમાં જ હતું. ટાઈ-કોટ પહેરેલ માણસે કહ્યું, "આપ અમેરિકા જેવા ઉચ્ચ વિકસિત દેશમાં રહો છો. એક વૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં દેશમાં તમને આમ જાહેરમાં ધાર્મિક પુસ્તક વાંચતાં શરમ નથી આવતી ?" ડબ્બામાં રહેલા સૌને પેલા જેન્ટલમેનની વાત સાચી લાગી.
"મિસ્ટર, તમારે વાંચવું હોય તો વાંચો પણ વિજ્ઞાનનાં પુસ્તકો વાંચો. આ પુસ્તકોમાં શું વાંચવાનું છે ? જુઓ હું વિજ્ઞાનનો અભ્યાસ કરી, આજે એક પ્રખ્યાત કોલેજમાં પ્રોફેસર છું. આજે જમાનો સાયન્સનો છે. આપ જેવા લોકો આ વાત ક્યારે સમજશે ? આપ મહાશયે આ ધાર્મિક પુસ્તકની જગ્યાએ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોત તો તમે પણ મારી જેમ કદાચ કોઈ કોલેજમાં નોકરી કરી બે પૈસા કમાવવાની સાથે-સાથે સમાજમાં ઈજ્જત પણ મેળવી હોત !
પુસ્તક વાંચનાર સજ્જન કોઈ જ જવાબ આપી રહ્યાં ન હતાં. એ તો નિર્લેપભાવે વાંચન કરી રહ્યાં હતાં. ટ્રેનનું છેલ્લું સ્ટેશન આવી ગયું. આખો ડબ્બો ખાલી થવા લાગ્યો. પેલા સજ્જન પણ સૌની સાથે નીચે ઉતાર્યા. ત્યાં સ્ટેશને ઉભેલા એક પરિચિતે પેલાં પુસ્તક વાચક સજ્જનને જોઈ કહ્યું, " ઓહ ! મિસ્ટર થોમસ આલ્વા એડિસન....યુ મોસ્ટ વેલકમ ઈન અવર સીટી !!!" કોટ-ટાઈવાળા જનાબને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. તેની સામે હવે અમેરિકાનો સૌથી મોટો સાઈન્ટિસ્ટ, 1093 શોધોની પેટન્ટ જેના નામે નોંધાયેલી હતી તે ઊભો હતો.
થોમસ આલ્વા એડિસને પેલાં ભાઈને એટલું જ કહ્યું, " વિજ્ઞાન આપણને સુવિધા અને ભોગ-વિલાસના સાધનો આપે છે. જ્યારે કોઈપણ ધર્મના ધાર્મિક પુસ્તકો સુખ અને શાંતિ આપે છે. આપણે કેવી રીતે જીવવું જોઈએ તે શીખવે છે. સારાં પુસ્તકો આપણાં નૈતિક અધ:પતનને રોકે છે. વિજ્ઞાનના પુસ્તકોની જરૂર છે એમ સારાં પુસ્તકોની પણ એટલી જ જરૂર છે."
ઘરમાં સારાં પુસ્તકો વસાવજો પણ એક વાત ગાંઠે બાંધી રાખજો. પુસ્તકને સળગાવી દેવા કરતાંય ગંભીર ગુનો છે- તેને વસાવ્યા પછી ન વાંચવું. લોકડાઉનનાં આ સમયમાં પુસ્તકો તમને સારો સાથ આપશે. ચાર્લ્સ વિલિયમ એલિયોટે ચોટદાર વાત કરી છે- "પુસ્તક મિત્રોમાં સૌથી શાંત અને સ્થિર છે. સલાહકારોમાં સૌથી સુલભ અને બુધ્ધિમાન છે અને શિક્ષકોમાં સૌથી ધૈર્યવાન છે." નાઈઝિરીયા દેશમાં એક કહેવત બોલાય છે કે બચકું ભરતાં બાળકને તો ફ્ક્ત એની માં જ ઊંચકે ! પુસ્તક એવી માં છે જે પોતાનાં દીકરાને હંમેશા વ્હાલ કરશે, જીવનનો સાચો મર્મ સમજાવશે અને એક મૂઠ્ઠી ઊંચેરો માણસ બનાવશે.
જે.કે.સાંઈ