Monday, May 25, 2020

ઇતિહાસ :- દરિયાઈ મુસાફરી દ્વારકા થી પોરબંદર

આપણને જાણીને નવાઈ લાગશે કે આઝાદી પહેલાં રાજાશાહીમાં દ્રારકામાં ગાયકવાડી રાજસત્તા વખતે ગરીબો પદયાત્રા કરીને દ્રારકા તો પહોંચી જતા હતા પરંતુ દ્રારકાધીશના દર્શન અને ગોમતી સ્નાન કરી શકતા નહી.
કારણ કે તેમની પાસે કર ભરવાના રૂપિયા ન રહેતા.

1. ઇ.વ. 1923માં મુંબઈથી જામનગર અને પોરબંદરથી જમીન મારગે દવારકા જઈ શકાતું હતું પરંતુ રસ્તામાં ચોર, લુંટારાઓ અને બહારવટીયાઓનું જોખમ હોવાથી સ્ટીમરમા કે બોટમાં જવું સગવડતા ભર્યું હતું. સ્ટીમરમાં મુંબઈથી ત્રીજા વર્ગનું ભાડું રૂ.5 અને બીજા વર્ગનું ભાડું રૂ. 10 હતું. સ્ટીમર અને બોટમાં ખાવાની ચીજો મળતી હતી પરંતુ મુસાફરો ખાવાનું સાથે લઈ આવતા હતા.

2. સ્ટીમર મુંબઈથી પ્રથમ વેરાવળ પછી માંગરોળ પછી પોરબંદર એમ એક એક કલાક ઊભી રહીને 36 કલાકે દવારકા પહોચીને કિનારાથી થોડે દૂર દરિયામાં ઊભી રહેતી હતી.

3. કિનારે જવા માટે હોડીઓ બાજુમાં તૈયાર રહેતી. હોડીઓ પણ કિનારેથી થોડે દુર સમુદ્રમાં ઉભી રહેતી હતી અને એક આનો આપવાથી ખારવાઓ હોડીમાથી ઉતારી ખુરશીમાં બેસાડીને ઊચકીને કિનારાએ ઉતારતા.

4. ગાયકવાડી રાજસત્તા ગોમતીજીમાં સ્નાન કરવાના દરેક યાત્રીના રૂ. 1.25 વસૂલતા હતા ઉપરાંત યાત્રાનો મૂંડકાવેરો અલગથી (દરેક વ્યક્તિનો કર ) લેવાતો હતો.

5. ઈ.વ. ૧૯૨૩માં દવારકની વસ્તી 400 ઘરોની હતી. અને ગુગલી બ્રાહ્મણની દ્રારકામાં ધાક હતી.

6. ઈ.વ. ૧૯૨૩માં જગદગુરુ શ્રીમદ શંકરાચાર્યને પોતાની ગાડી હતી.

7. દ્રારકાથી દુર બેટદ્રારકાનું મહત્વ દ્રારકા જેટલું જ હતું. બળદ ગાડામાં તથા હોડીમા બેસીને બેટદ્રારકા જઈ શકાતું. બેટદ્રારકામાં ભગવાન દવારકાધીશનું મંદિર, બાજુમાં પ્રદ્યુમનજી ત્રિકમજી તથા ચાર રાણીઓ રાધિકા, સત્યભામા, જામવંતી અને રુકમણીજીનાં મંદિર હતાં.

8. ગાયકવાડી રાજસતા બેટદ્રારકામાં પણ મૂંડકાવેરો વસુલતી હતી. મુખ્ય મંદિરમાં દર્શન કરવાના દરેક યાત્રીના રૂ. 1.75નો કર હતો.

9 બેટદ્રારકાથી ગોપી તળાવે યાત્રાળુઓ અચૂક જતા હતા. ત્યાં ગોપીનાથજી તથા ગોપાલજીના મંદીર છે. કૃષ્ણ ભગવાન ગોપીચંદન અહિયાજ થયા હતા. ત્યાંથી નાગનાથ મહાદેવ જવાતું હતું.

9. દવારકાથી ગાડામાં બેસીને અથવા બોટમાં કે સ્ટીમરમાં બેસીને પોરબંદર જવાતું હતું. ગાડા મારગે રસ્તામાં ચોર લુટારાઓનો અતિશય ભય હતો તેથી યાત્રાળુઓ સ્ટીમરમાં કે બોટમાં જવાનું પસંદ કરતા અને સ્ટીમર અઠવાડિયાએ એક વખત જતી હતી અને બોટમાં માણસ દીઠ 1 રૂ. ભાડું હતું.

10 ત્યારે પોરબંદરમાં પથ્થરની બાંધણી, રેસમની પાઘડી અને ઉનના ધાબડાઓ અને બરડાની લાકડી પ્રખ્યાત હતા.