Truth of Life

સમુદ્ર કિનારે એક બાળક રમતું હતું. એક મોજું આવ્યું ને એનું ચપ્પલ તણાઈ ગયું બાળકે સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર ચોર છે...
થોડે દુર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડી લાવ્યા હતા માછીમારોએ સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર અમારો પાલનહાર છે...
એક મા નો દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો એણે રેતી પર લખ્યું સમુદ્ર મારા પૂત્રનો હત્યારો છે...
એક ભાઈને સમુદ્ર કિનારેથી છીપમાં મોતી મળ્યું એણે રેતી પર લખ્યું સમુદ્ર દાનવીર છે...
અને એક મોટું મોજું આવ્યું, જે રેતી પરના આ ચારેય લખાણ ભૂંસીને ચાલ્યું ગયું
આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ-અલગ હોય છે પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું અને આપણું કાર્ય કરતા રહેવુ...

Post a Comment

Previous Post Next Post