Wednesday, January 19, 2022

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપ

 



જે માણસ ચિત્તોડ માટે લડ્યો એ પછી કયારેય ચિત્તોડ ગયો જ નથી. આવો માણસ એટલે મહારાણા પ્રતાપ. આજે આખું ચિત્તોડ એ મહારાણા પ્રતાપના નામથીજ ઓળખાય છે !! અરે ચિત્તોડ જ શું કામ !!! આખું મેવાડ અને આખું રાજસ્થાન અને આખું ભારત એમનાં પર ગર્વ કરે છે.

એમનો જન્મદિવસ “મહારાણા પ્રતાપ જયંતિ” દર વર્ષે જેઠ સુદ ત્રીજે મનાવવા માં આવે છે. મહારાણા પ્રતાપ ઉદયપુરના સ્થાપક ઉદયસિંહ દ્વિતીય અને મહારાણી જયવંતાં બાઈનાં જયેષ્ઠ પુત્ર હતાં. એમનો જન્મ સિસોદિયા કુળમાં થયો હતો. મેવાડમાં આ સીસોદીયાવંશ બહુ જ પ્રચલિત છે.

નામમહારાણા પ્રતાપ
બાળ૫ણનું નામકીકા
જન્મ તારીખ 9 મે 1540
જન્મ સ્થળકુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો)
માતાનું નામમહારાણી જીવંતાબાઈ
પિતાનું નામમહારાણા ઉદયસિંહ
૫ત્નીનું નામઅજબદે પવાર
ઘર્મસનાતન
જાતિસિસોદિયા રજવંશ
રાજયાભિષેકગોગુંડામાં
પુત્રોના નામઅમરસિંહ, જગમાલ, શકિતસિંહ, સાગરસિંહ
મહારાણા પ્રતાપ નું વજન110 કિલો
 ઉંચાઇ7 ફૂટ 5 ઇંચ
ભાલા નું વજન81 કિલો
બખ્તરનું વજન72 કિલો
ઘોડાનું નામચેતક
મૃત્યુ તારીખ/ સ્થળતા. 19 જાન્યુઆરી 1597 રાજધાની ચાવંડમાં

મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540નાં રોજ મહારાણા ઉદયસિંહ બીજાને ત્યાં થયો હતો. તેમનો જન્મ રાજસ્થાનનાં પાલી શહેરનાં જૂની કચેરીનાં કુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો)માં થયો હતો. તેમની માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું.  તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ તેઓ માત્ર ત્રીસ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. પરંતુ કેટલીક જગ્યાઓએ તેમની 11 પત્નીઓ અને 17  સંતાનો હતાં એવો ઉલ્લેખ છે, સત્તર પુત્રો અને પાંચ પુત્રીઓ. તેમનાં સૌથી મોટા પુત્ર અમરસિંહે તેમની રાજગાદી સંભાળી અને તેમનો વંશ આગળ વધાર્યો. તેઓ સીસોદીયા રાજપૂત હતા. તેઓ સીસોદીયા વંશના ચોપનમાં રાજા હતા. મુઘલ બાદશાહ અકબર સાથે લડીને મેવાડ બચાવવાની તેમની હલ્દીઘાટીની લડાઈ ઈતિહાસમાં અમર થઈ ગઈ છે.