આવતી કાલ.નવું વર્ષ.ચૈત્ર માસ ની શરૂઆત..
ભાઈઓ લીમડા ના મોર નું કાળા મરી સાથે સેવન કરે 7 થી 14 દિવસ. પીત્ત નું શમન થાય.પિત્ત રક્ત ના સહારે રહે એટલે રક્ત દુષિતતા ઘટે.રક્ત શુદ્ધ થાય.મલેરિયા જેવા ભાદરવા ને ચોમાસા ના તાવ આ પિત્ત સંચય થઈ થાય.એટલે આ એવા તાવ માટે એન્ટી ડોટ..કે રશી જે માનો તે..પણ પરિણામ હોયજ કેમકે ઘઈયડા ગાંડા નહોતા..
શરૂ કરો નિમ ના ફૂલ ને કાળા મરી..
કેટલાક ને શરૂ માં પેટમાં તકલીફ થાય.ઝાડા થાય.પણ એ ડિટોક્સિ છે શરીર નું. માત્રા ઓછી કરી ચાલુ રાખવું..
સારા લાભ માટે નમક ઓછા માં ઓછું લેવું.
બહેનો માટે ખાસ.
ઓખાહરણ નું વાંચન કરવું.
( નવા યુગ ની નારી ને તો ખબર જ નહીં હોય કે ઓખા કોણ હતી.)
બેટ દ્વારિકા જાવ તો વચ્ચે ઓખા આવે.કયારેય વિચાર્યું કે નામ ઓખા કેમ?
શિવ જ્યારે તપ કરવા જાય ત્યારે એકલતા થી કંટાળેલા માતા પાર્વતી પોતાના વિજ્ઞાન પ્રયોગ કરી પોતાના શરીર ના મેલ માં થી ડાબા અંગ માં દીકરી ઓખા ઉતપન્ન કરી..જમણા અંગ માં દીકરો ગણેશ.( ચોખલીયા અહીંયા ઉતરી પડશે કે કેવી રીતે ? વિજ્ઞાનિક નથી..પણ વિજ્ઞાન હવેથી કબુલ કરે છે કે એકલા માતૃ કોષો થઈ જીવન ચાલતું રહે છે...તમારા શુક્રાણુ ને રાખો તમારી પાસે.)
ગણેશ ને બહેન ઓખા સાથે આગણે રમતા હોય ને શિવજી પધારે.માતા સ્નાન કરતા હોય. બન્ને બાળકો માં બહેન ઓખા ડરીને મીઠા ના ઢગલા પાછળ છુપાઈ ગઈ.
(હિમાલયમાં મીઠું જ સંગ્રહ થતું. આજેય ત્યાં મીઠા માટે ઉપર વસતા લોકો મેદાન માં આવે. ડિસ્કવરી જોઈ લેજો.)
ગણેશ જી લડ્યા .માતા પાસે આવા અઘોરી ને વિચિત્ર માણસ કેમ જાવા દઉં..મસ્તિક કપાયું..
માતા જ આવી ને જુવે.. દુઃખી થાય છે..પણ દીકરી ઓખા નથી દેખાતી..તપાસ કરતા ભયભીત દીકરી મીઠા ના ઢગલા માં થી મળી આવે છે.ક્રોધ માં માતસ શ્રાપ આપે કે તું દિવસે દિવસે મીઠા ની માફક ઓગળી જઈશ..
દીકરી કહે હું તો અબળા નું રૂપ છું. ભય ને ડર વધારે હોય.સામનો કરવા નો સ્વભાવ જ સાવ ઓછો.
માતા ને ક્રોધ ઉતરતા પસ્તાવો થાય છે..
ને દીકરી ને વરદાન આપે છે કે તું બીજા જન્મ માં બાણા વળી રાક્ષસ ના ત્યાં જન્મીશ.અને કૃષ્ણ પુત્ર પ્રદ્યુમ્ન ના પુત્ર અનિરુદ્ધ સાથે તારા લગ્ન થશે..ને શિવ ને પણ તેમાં પોતાના કર્મ ના કારણે તારા માટે યુદ્ધ કરવું પડશે.
અને ઓખા બાણાસુર ની પુત્રી બને.ચિત્ર લેખા તેની સખી બને.
સ્વપ્ન માં અનિરુદ્ધ આવે.
વચ્ચે નારદ નો પ્રવેશ. બાણા વળી તારા હાથ કાપી તારો જમાઈ દીકરી ને લાઇ જશે.
દીકરી ને એકદંડીયા મહેલ માં નજર કેદ.
ચિત્રલેખા પવન પાવડી ની મદદ થી અનિરુદ્ધ ને ખાટલા સાથે ઉપાડી લાવે..
પોતાની વાત સાચી કરવા.નારદ સુદર્શન ચક્ર ને દ્વારિકા માં રક્ષણ ની ભૂમિકા માં થી છેતરે..
અંતે યુદ્ધ થાય.
કૃષ્ણ ને મહાદેવ નું..
પણ ત્યાં એક સરસ વાત છે..
જે સ્રી ઓખા હરણ વાંચી..અલુણા કરે.તેને સ્રી ને પકડાતા ગ્રહો થી મુક્તિ મળે..
આ અલુણા કેમ ?
7 થઈ 14 દિવસ ફરજીયાત.અને આખો મહિનો પણ બેસ્ટ.
તો.
દાદી વૈદુ એવું કહે કે સ્રી અલુણા રાખે તો આવતી ગરમી માં પીત્ત નો પ્રકોપ ના થાય.અને માસિક ની અત્યાવસ્થા..જેમાં અતિ પ્રમાણ માં બ્લડિગ ના થાય.
આયુર્વેદ પણ આ બાબતે સહમત છેજ.
બોલો જય ઓખા હરણ કી.
સાભાર :-
વૈદ્ય જીતુભાઇ. ડીસા।