Tuesday, May 10, 2022

11 May પોખરણ પરમાણુ શક્તિ પરીક્ષણ - ૧૯૯૮






ભારતે ૧૧ મે અને ૧૩ મે એમ બે દિવસમાં કુલ ૫ પરમાણુ શક્તિ પરીક્ષણ કર્યા હતા. પોખરણ પરીક્ષણ તે ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ હતી. પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવાનું છે તેની જાણ તત્કાલીન ભારતના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ, અબ્દુલ કલામ સાથે બહુ જ ઓછા લોકોને જ હતી. વાત ગુપ્ત રાખવાનું કારણ તે જ હતું કે બધું જ અમેરિકાથી છાનું રાખવાનું હતું. અમેરિકન સેટેલાઇટના કેમેરા પોખરણ પર મંડાયેલા રહેતા હતા. પરમાણુ પરીક્ષણ માટેનું મટીરીયલ્સ પણ બટેટા અને ડુંગળીની ટ્રકોમાં છુપાવીને લઇ જવામાં આવ્યું હતું. 


ભારતે સફળ પરમાણુ પરીક્ષણ કર્યું છે તે માહિતી અબ્દુલ કલામે હોટલાઈન પર અટલ બિહારી બાજપાઈને આપી હતી ત્યારે કહ્યું હતું કે " બુદ્ધા ફિર સે હ્સ ઉઠા હૈ" આ તે સફળ પરીક્ષણનો કોડવર્ડ રાખવામાં આવ્યો હતો.


૧૯૯૮માં ભારતે ૧૧ મે ના રોજ ૩ સફળ પરીક્ષણ કર્યા હતા જ્યારે ૧૩ મે ના રોજ બીજા ૨ પરમાણુ પરીક્ષણ કર્યા હતા.