યોગેશ્વર કૃષ્ણ ભીષણ યુદ્ધ ખાળવા છેલ્લો પ્રયાસ કરી જોવા. સંધિપ્રસ્તાવ લઈ હસ્તિનાપુર જાય છે. આખી ઘટના ખૂબ જાણીતી છે. આ ઘટનાનું દિનકર એ રશ્મિરથીના સૌથી લોકપ્રિય એવા તૃતીય સર્ગમાં અદભૂત વર્ણન કર્યું છે. તમામ સમજાવટ બાદ પણ યુદ્ધ એ જ અંતિમ ઉપાય રહે છે ત્યારે કૃષ્ણ પોતાની પ્રથમ રાજનીતિ આજમાવે છે. કૃષ્ણ પોતાના રથમાં કર્ણને બેસાડીને લઈ જાય છે...કૃષ્ણએ જીવનમાં બે જ વ્યક્તિને પોતાના રથમાં પોતાની સાથે બેસાડ્યા છે...એક રૂકમણી અને બીજો કર્ણ....!
અને ત્યાં કૃષ્ણ કર્ણને સમજાવે છે...હે દાનવીર કર્ણ તું ખોટી સંગતમાં છે..તું જાણતો નથી તું કોણ છે...તું રાધેય નહીં તું કાંતેય છે...તું અધિરથનો નહીં પણ સૂર્યનો પુત્ર છે.તું જ્યેષ્ઠ પાંડવ છે.તું રાજ ભોગવવાનો અધિકારી છે..હું જાણું છું તું દ્રૌપદીને પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો...જ્યેષ્ઠ પાંડવ તરીકે એના પર પ્રથમ તારો અધિકાર હશે...આ રાજ આ કાજ આ સઘળું તારું થઈ શકે જો તું આ યુદ્ધમાં અમારી પડખે આવી જા...
અને કર્ણ ખડખડાટ હાસ્ય સાથે કૃષ્ણે કહે છે...હે યોગેશ્વર..તમે કોને લલચાવી રહ્યા છો...? એ મારી માતા કેવી રીતે હોઈ શકે જેણે જન્મની સાથે અશ્વમતી નદીમાં વહાવી દીધો..શું એ જાણે છે કે અશ્વમતી થી ગંગા સુધી પહોંચતા મેં કેટલા પ્રવાહ બદલ્યા છે...? હું આખી જિંદગી મારા માથે સુતપુત્રનો કલંક લઈ ફર્યો છું...દ્રોણે વિદ્યા આપવાની ના પાડી દીધી..દ્રૌપદીએ મને વરવાની મનાઈ કરી દીધી...જીવનની પળે પળ મેં આ કડવા ઘૂંટ પીધા છે.જ્યારે કોઈ મારી સાથે નહોતું મને દુર્યોધને સાથ આપ્યો...દુર્યોધન મારો મિત્ર નહીં પણ એકરીતે મારી માતા છે..બધાએ નકાર્યો ત્યારે એક દુર્યોધન હતો જેને મને અપનાવ્યો...આ આખા યુદ્ધનું મંડાણ દુર્યોધને મારા પર વિશ્વાસ રાખી કર્યું છે....એને વિશ્વાસ છે કે કર્ણ સાથે છે તો હાર થઈ જ ન શકે...અને તમે કહો છો કે આ બધા માટે હું એને છોડી દઉં...એ શક્ય નથી..એ ક્યારેય ન થઈ શકે....હવે તો મેદાને મળીશું મોહન....કહી કર્ણ રથમાંથી ઉતરી જાય છે...આ સાંભળી કૃષ્ણ કહે છે...ધન્ય છે કર્ણ તને અને તારી મિત્રતાને ધન્ય છે...!
પછી તો મહાભારત મુ યુદ્ધ મંડાય છે...કવચ કુંડળ દાન થાય છે...અશ્વસેન નાગની મદદ લઈ કર્ણને અર્જુનને હણવાનો મોકો મળે છે...ત્યારે પણ કર્ણ કહે છે નહીં અશ્વસેન હું છળ કરીને આ યુદ્ધ નહીં જીતુ...અને એ જ કર્ણને રથનું પૈડું ધરતીમાં ગડાય ત્યારે કૃષ્ણ કહે અર્જુન હણી નાખ કર્ણને..અર્જુન કહે છે આ તો યોગ્ય નથી...ત્યારે કૃષ્ણ કહે છે ભાઈ હણી નાખ આ વખત છે ..એ કર્ણ છે...તું ઓળખતો નથી એ ઇન્દ્રને હણી શકે અરે ઈન્દ્ર શું સ્વયં મને હણી શકે તો તું શું ચીજ છે...? તું જીતવા માટે લડે છે ..એ મિત્રતા માટે લડે છે પાર્થ...એ ન ભૂલ..
કર્ણ હણાય છે...અને કર્ણના જીવનની કરુણતા જુઓ મરણપથારીએ એની પરીક્ષા થાય છે...સોનુ દાનમાં માંગવામાં આવે છે...પથ્થર વડે દાંત તોડી સોનાનો દાંત આપી દે છે...
યાદ નથી આવતું કે કૃષ્ણએ આખા જીવનમાં કોઈનો અગ્નિસંસ્કાર કર્યો હોય..પોતાના પુત્ર પ્રદ્યુમ્નનો પણ નહીં....પણ કર્ણનો અગ્નિસંસ્કાર સ્વયં કૃષ્ણ કરે છે...!
મિત્ર આવા હોવા જોઈએ...અને મિત્ર આવા બનવું જોઈએ કે સ્વયં ત્રિભુવનના નાથને તમને હરાવવ્યા યુદ્ધ નહીં છળ કરવું પડે.....!