(૧)મેન્સ આપવા માટે પ્રેક્ટિસ GPSC/UPSC ના ફોરમેટ વાળા પેજ મળે છે તેમાં જ કરજો
(૨) ૨૦૦ શબ્દો માં હોય તો ૧૦૦ એક પેજ અને બીજા પેજ માં ૧૦૦ શબ્દો આવે તે રીતે લખવું.
(૩) આખા જવાબમાં બંને ત્યાં સુધી અક્ષરો ની સાઈઝ એક જ રાખવી
(૪) જોડણી ,સ્પેલિંગ માં ભૂલ પડતી હોય તો રોજ કલાક કલાક લખો અને કરન્ટ જોઈ ને પણ લખજો.
(૫) ફોર્મેટિંગ વાળા પ્રશ્નો ની પ્રેક્ટિસ માટે વેબસન્કુલ, પ્રાજસ્વ,ભોરણીયા ની ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા મેન્સની બુક લઈ લેવી.
(૬ ) શિક્ષક, શિક્ષણ, વિદ્યાર્થી ને લાગતા છેલ્લા ૧૨ મહિના ની મહત્વની યોજના, કાર્યક્રમ,દિવસો અને તેની થીમ કરી લેવું એના પર થી મેન્સ માં આવી શકે.
જેમ કે શાળા પ્રવેશોત્સવ તમારી શાળામાં ઉજવાઈ ગયો આ અંગેનો અહેવાલ તૈયાર કરો,શિક્ષણ દિવસ ની ઉજવણી માટે DPEO/TPEO એ તમારી જોડે સૂચન માંગ્યા છે તો તેના જવાબ રૂપે પત્ર લખો. વિચાર વિસ્તાર અને નિબંધ પણ તમારા હોદ્દાને અનુરૂપ આવી શકે.
બધું ૩૬૦ ડિગ્રી એપ્રોચ, રેશનલ એપ્રોચ માં લખવું, પૂર્વગ્રહ રીતે ના લખવું ,ભલે તમે એક તરફી કે કોઈ એવી એક બાજુ ની વિચારધારા ધરાવતા હોય પણ ત્યાં એક શિક્ષક તરીકે જ લખવાનું છે.
મેન્સ માં લખવા માટે ની પેન
1)unomax બોલ પેન (10₹
2) flair glass gel pen (10₹
3) rorito Trimax ,t max(60₹
વગેરે જેવી તમને અનુકૂળ પેનનો ઉપયોગ કરવો.
આ સારી રહેશે લખવા માટે અથવા પેજ ની પાછળ પ્રિન્ટ ના પડે અને લખેલુ ફેલાય નહી તેવી લાવવી.
જે પેન વાપરવા ના હોય તેની પ્રેક્ટિસ કરી લેવી એ આછી થઈ જાય કે અટકીને લખાય તો તરત બદલી દેવી...
ખૂબ અગત્યની pdf અહીંથી ડાઉનલોડ કરો.
*TAT 1 મુખ્ય પરીક્ષા માટે થોડી માહિતી...*
*ભાષાના ઉમેદવારો*
-પાઠ આધારિત પ્રશ્નો
-કાવ્ય આધારિત પ્રશ્નો
-અપઠિત અર્થગ્રહણના પ્રશ્નો
-વ્યાકરણ
-ચિત્રવર્ણન
-માહિતી પૃથક્કરણ
-અહેવાલ લેખન
-પત્ર/email writing
-Speech writing
જેવા પ્રશ્નો પૂછી શકે.
*સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન*
- પાઠ આધારિત પ્રશ્નો
- સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ જોઈ લેવા
- વિજ્ઞાન સાથે જોડાયેલ કોઈ હાલની માહિતી
- શિલ્પ, સ્થાપત્ય કે કલા ને લગતા હાલમાં થયેલ કોઈ ફેરફાર
*TAT ના બધા જ ઉમેદવાર માટે મેથડ માં*
-વિવિધ વિષયોની શિક્ષણપદ્ધતિઓ
-પાઠ આયોજન
-હેતુ રચના
-શાળા સંચાલન
-TLM ની રચના
-પ્રશ્નપત્રની રચના
-બ્લુ પ્રિન્ટ
-માઈક્રો સ્કીલ્સ
-વર્ગવ્યવહાર
-સલાહ અને માર્ગદર્શન
જેવા શિક્ષણ સંબંધી વિષયો ઉપર વર્ણનાત્મક પ્રશ્નો પૂછી શકે છે...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
.ગુજરાત રાજ્ય સરકારમાં શિક્ષણ માટેના પગલાંઓ...👩🏻🏫
✍🏻 વિદ્યાસમીક્ષા કેન્દ્ર : શિક્ષણને લાગતાં ડેટાને અસરકારક રીતે એકત્રિત કરવાની, દેખરેખ રાખવાની, સહસંબંધિત કરવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા યોજનાઓને અમલમાં મૂકવા માટે સમયસર પગલાં તરફ દોરી જાય છે.
✍🏻 પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : રાજ્યની તમામ સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં ત્રણ દિવસ માટે ઉજવવામાં આવે છે. જેમાં અધિકારીઓ અને મંત્રીઓ શાળાની મુલાકાત લેતા હોય છે.
✍🏻 વિદ્યા દીપ યોજના : વિદ્યા દીપ યોજના, વીમા યોજના બાળકોને દત્તક લેવામાં આવે છે જ્યાં અપ્રિય ઘટનાના કિસ્સામાં માતાપિતાને નાણાકીય સહાયની ખાતરી કરવા માટે સરકાર દ્વારા પ્રીમિયમ ચૂકવવામાં આવે છે.
✍🏻 વિદ્યાલક્ષ્મી બોન્ડ્સ : ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશનને પ્રોત્સાહિત કરવા માટે ગરીબ માતા-પિતાને તેમની દીકરીઓને શાળામાં મોકલવા માટે પ્રોત્સાહિત કરીને છોકરીઓની મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાનો છે.
✍🏻 નિરોગી બાલ : સરકાર બાળ પ્રવેશ સાથે નિરોગીની પણ ખાતરી આપે છે કારણ કે બાળક જ્યારે વર્ગખંડમાં જાય છે ત્યારે આરોગ્ય એ તેની મુખ્ય ચિંતા હોય છે. 2008-09 માટે નિરોગી બાલ સાથે આરોગ્ય માટે સાક્ષરતાની જાહેરાત કરીને સલામત સ્વાસ્થ્ય માટે જન આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે.
✍🏻 પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના : એસ. એસ. સી. પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુ.જનજાતિના વિધાથીઓને આ શિષ્યવૃતિ મળવાપાત્ર થાય છે.
✍🏻 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા : આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાથીઓની સમકક્ષ થાય તેમજ દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ વિના મૂલ્ય આપવાની યોજના.
✍🏻 વિદેશ અભ્યાસ માટે લોન : તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો/તાલીમ માટે હળવા વ્યાજની લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
✍🏻 કોચીંગ ફી આપવાની યોજના : ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિધાથીઓને ગુજકટ અને જેઈઈની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ ફી આપવાની યોજના.
✍🏻 જ્ઞાનસેતુ પ્રોજેક્ટ : રાજ્યના શિક્ષણ વિભાગનો ધ્યેય રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં અભ્યાસ કરતા 2,00,000 વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ-ગુણવત્તાવાળાનું શિક્ષણ પૂરું પાડવાનો છે.
✍🏻 સરસ્વતી સાધના યોજના : ધોરણ-૮ માં ભણતી અનુ.જાતિની વિદ્યાર્થીનીને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ સહાય કરવામાં આવશે.
✍🏻 મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ : આ મિશન ગુજરાતમાં નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબની સ્થાપના કરીને અને રાજ્યમાં શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એકંદરે અપગ્રેડ કરીને શિક્ષણના માળખાને મજબૂત બનાવવામાં મદદ કરશે.
✍🏻 નમો ટેબ્લેટ યોજના : ICT અને ડિજિટલ માધ્યમથી શિક્ષણ મેળવવા માટે કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ.
✍🏻 વંદે ગુજરાત : કોવિડ-19ને કારણે શાળાના બંધ દરમિયાન ખોવાયેલા શિક્ષણના કલાકોની ભરપાઈ કરવા માટે, રાજ્યએ ટેલિવિઝન ડીટીએચ ચેનલો દ્વારા જીવંત અને રેકોર્ડ કરેલા પાઠની વ્યવસ્થા કરી.
✍🏻 જ્ઞાનકુંજ : જ્ઞાનકુંજ એ વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયા અને શિક્ષણ-અધ્યયન પ્રક્રિયાને વધારવા માટે શાળા ડિજિટલાઇઝેશન પ્રોગ્રામ છે.
All The Very Best 🎯👍💐