【 Digital Infrastructure for Knowledge Sharing 】
National Teacher Platform
Our teachers, Our Heroes
DIKSHA એ એક મોબાઈલ એપ્લિકેશન બેઝ શૈક્ષણિક
પ્લેટફોર્મ છે જે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાને સૂચવેલા શાળા
અભ્યાસક્રમ સાથે સંબંધિત શિક્ષણની સામગ્રી પ્રદાન કરે છે.
શિક્ષકો
પાસે પાઠ યોજનાઓ, વર્કશીટ્સ અને પ્રવૃત્તિઓ જેવી કે વર્ગખંડમાં પોતાના
વિષયને અનુરૂપ શૈક્ષણિક સાહિત્ય સામગ્રી માટે સહાય મળે છે.
વિદ્યાર્થીઓ વિષયને સમજી શકે છે, પાઠના વધારાના અભ્યાસ દ્વારા રિવિઝન કરે છે અને પ્રેક્ટિસ એક્સરસાઇઝ પણ કરી શકે છે.
માતા-પિતા
વર્ગખંડોમાં ચાલતી પ્રવૃત્તિઓનું વિશે માહિતગાર થઈ શકે છે અને શાળાના
સમયની બહાર તેમને શિક્ષણ ને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે.
DIKSHA એપ્લિકેશન અંતર્ગત કઈ બાબતો સમાવેલ છે..
શિક્ષકો
દ્વારા બનાવેલ ઇન્ટરેક્ટિવ સામગ્રી અને ભારતમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ
માટે શ્રેષ્ઠ ભારતીય શૈક્ષણિક સાધન સામગ્રી બનાવવા માટે પ્રોત્સાહન આપે છે.
Textbook
તેમજ પાઠયપુસ્તકોમાંથી ક્યૂઆર કોડ સ્કેન કરી અને વિષય સાથે સંકળાયેલ
વધારાની શિક્ષણ સાહિત્ય શોધી શકાય છે તેવી સગવડ પુરી પાડવામાં આવે છે.
ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિના પણ offline શૈક્ષણિક સામગ્રી સ્ટોર અને શેર કરી શકાય છે.
શાળાના વર્ગખંડમાં જે વિષયો શીખવવામાં આવે છે તે સંબંધિત પાઠ અને હોમવર્ક અંગે વિસ્તૃત મટિરિયલ આ એપ માંથી શોધી શકાય છે.
વિવિધ ભાષામાં શિક્ષણ સાહિત્ય ઉપલબ્ધ છે.
શિક્ષણ સામગ્રી વિવિધ ફોર્મેટ જેવાકે Video, PDF, HTML, ePub, H5P, Quizzes વગેરેમાં પણ ઉપલબ્ધ છે.
શિક્ષક મિત્રો માટે ઉપયોગી DIKSHA app
શિક્ષક તેમના વર્ગને રસપ્રદ બનાવવા માટે ઇન્ટરેક્ટિવ અને આકર્ષક શિક્ષણ સામગ્રી શોધી શકે છે.
વિદ્યાર્થીઓને મુશ્કેલ પ્રશ્નોનું નિવારણ માટે અન્ય નિષ્ણાત શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી શકે છે તેમજ તે અન્યને આપી શકે છે.
શિક્ષક પોતાના શિક્ષણ વ્યવસાય માં નિપુણ થવા તેમજ પોતાનો શૈક્ષણિક વિકાસ કરવા માટે તાલીમ લઈ શકે છે અને પ્રમાણપત્રો મેળવી શકે છે.
શિક્ષણ વિભાગ તરફથી સમયાંતરે વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શન મેળવવા માટે ઉપયોગી.
શિક્ષક તેમણે શીખવેલા વિષયની તેમના વિદ્યાર્થીઓની વિષય પરત્વેની સમજ ચકાસવા માટે ડિજિટલ કસોટીઓ લઈ શકે છે.
વિદ્યાર્થીઓ માટે ઉપયોગી DIKSHA app
Text
book પ્લેટફોર્મ પર પાઠ્યપુસ્તકો સાથે સંકળાયેલ પાઠની સરળતાથી સમજૂતી
મેળવવા માટે પાઠયપુસ્તકમાં રહેલા ક્યૂઆર કોડ્સ સ્કેન કરી વર્ગખંડમાં જે
શીખ્યા હોય તે અંગેનું રિવિઝન કરી સમજ મેળવવામાં ઉપયોગી થાય છે.
ક્લાસમાં તમે જે Topics શીખ્યા હોય તે વિષયોની આસપાસની વધારાની સામગ્રી શોધી શકો છો જે તમને તે ટોપિક સમજવામાં મુશ્કેલ પડતી હોય.
જે
ટોપિકમાં Problems હોય તે અંગેનું મટિરિયલ શોધી સમસ્યાઓ હલ કરવાની
પ્રેક્ટિસ કરી શકો છો અને જવાબ સાચો છે કે નહીં તે અંગે તાત્કાલિક નિવારણ
મેળવી શકો છો.
આપ પણ શિક્ષણ સાથે
સંકળાયેલા હોય અને વિષય નિષ્ણાત હોવ તો આપ શિક્ષક, વિદ્યાર્થીઓ માટે સરળ
અને આકર્ષક રીતે વિભાવનાઓ પહોંચાડી, વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની ભણતર
સામગ્રી પ્રદાન કરવા માટે શૈક્ષણિક સામગ્રી બનાવવા માટે DIKSHA એપ માં
સહયોગ આપી શકો છો.
DIKSHA એપ્લિકેશનની લિંક :- અહીં ક્લિક કરો.
એપ્લિકેશન વિશે સંપૂર્ણપણે માહિતી માટે વિડિઓ લિંક