ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ ને પ્રોત્સાહન તેમજ તે દિશામાં કાર્યના ભાગ રૂપે તમામ શૈક્ષણિક પુરસ્કારોનું ઓનલાઈન સંગ્રહ કરવાના સ્ટોર હાઉસ તરીકે સ્થાપવા માટે નેશનલ એકેડેમીક ડિપોઝિટરીનું સર્જન થયેલ છે.
નેશનલ એકેડેમીક ડિપોઝિટરી એ તમામ શૈક્ષણિક એવોર્ડ્સ, જેમ કે સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી, માર્કશીટ વગેરેનું 24X7 ઓનલાઇન સ્ટોર હાઉસ છે. જે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી દ્વારા યોગ્ય રીતે ડિજિટલાઈઝ અને ફાઈલ કરાઈ છે.
NAD દ્વારા શૈક્ષણિક પુરસ્કારો અને એવોર્ડ નું સરળતાથી access અને પુન:પ્રાપ્તિ માટે ખાતરી આપે છે. સાથે સાથે તેની પ્રામાણિકતા અને સલામત સંગ્રહ અને માન્યતાની બાંહેધરી આપે છે.
ઇલેક્ટ્રોનિક ડિપોઝિટરી NADમાં શૈક્ષણિક પુરસ્કારો જાળવવાથી શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને નિયોક્તાને શૈક્ષણિક પુરસ્કારો અંગે ખાતરી કરવા તેમજ એક્સેસ કરવામાં લાભ થશે. જે ચકાસણી માટે આવા એવોર્ડની ટ્રાંસ્ક્રિપ્ટ્સ મેળવવા માટે વ્યક્તિઓને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચવાની આવશ્યકતાને દૂર કરશે. તે verification ઓનલાઇન કરી, ચકાસીને સવલત આપીને અને એવોર્ડની પ્રામાણિકતા, અખંડિતતા અને ગુપ્તતા જાળવી રાખીને એવોર્ડ્સનું ડુપ્લીકેટ અથવા બનાવટ સર્ટિફિકેટ જેવી કપટી પ્રથાઓને પણ દૂર કરશે. તે દરેક ભારતીય માટે ડિજિટલ એકેડેમિક એવોર્ડની વિચારસરણીને વાસ્તવિક બનાવવા ઇચ્છે છે.
આવી જ રીતે NAD સાથે DIGI લોકર પણ આવી રીતે જ કાર્ય કરે છે. જે ભારતીય નાગરિકના તમામ સર્ટિફિકેટ ને એપ્રુવ કરી તેને સાચવી જ્યારે જરૂર પડે ત્યારે તેની ડિજિટલ કોપી આપી શકાય.
NAD શું છે તેના વિશે વિડિઓ દ્વારા જાણો