Wednesday, July 26, 2023

Google Jamboard વિશે.

તમે ઘણી વખત ઓનલાઈન લેક્ચર કે યુ ટ્યૂબ ના વિડીઓમાં જોયું હશે. કે તેમાં જે સેમિનાર લેનાર શિક્ષકો કે ટ્રેઇનર તમારી સામે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરે છે. જે ખરેખર ડિજિટલ વ્હાઇટ બોર્ડ છે.



Jamboard એ ડિજિટલ વ્હાઇટબોર્ડ છે. આ ડીજીટલ વ્હાઈટ બોર્ડથી તમે તમારા વિદ્યાર્થીઓ કે તમારા મિટિંગ માં ઉપસ્થિત સભ્યો માટે તમારો કન્ટેટ સમજાવવા માટે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરી શકો છો. આ કન્ટેટ ને તમે કલાઉડ સ્ટોરેજ પર સાચવી પણ શકો છો. 


Jamboard એ એક વર્ચ્યુઅલ બોર્ડ છે જેના પર તમે વાસ્તવિક સમયમાં એટલે કે live લેક્ચરમાં અન્ય લોકો સાથે તમારા વિચારો શેર કરી શકો છો.  તમે જે રીતે ઓફલાઇન શિક્ષણ માં બોર્ડ વર્ક કરો છો. તેવી જ રીતે આ બોર્ડ પર પણ તમે કોઈપણ વર્ક કરી શકો છો તેમજ ભૂંસી પણ શકો છો.


Google Jamboard એ Google દ્વારા વિકસાવવામાં આવેલ ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ છે.  જામબોર્ડ અગાઉ જી-સૂટ તરીકે ઓળખાતું હતું.  તે 23 મે 2017 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.



Jamboard નો ઉપયોગ કેવી રીતે કરશો.

સૌપ્રથમ ગૂગલ જામ બોર્ડ ખોલો

આ માટે તમારે Google jamboard ખોલવું પડશે. ત્યારબાદ નીચે મુજબ ઓપશનનો ઉપયોગ કરી શકો છો.


 1. Draw : દોરવા માટે પેન, માર્કર, હાઇલાઇટર અથવા બ્રશનો ઉપયોગ કરો.


 2. Eraser :- તેની મદદથી તમે દોરેલી કોઈપણ વસ્તુને ભૂંસી શકો છો.


 3: Select : કોઈપણ આકાર પસંદ કરો અને તેને ગોઠવો કરો.


 4. Sticky note : સ્ટીકી નોટ ટેક્સ્ટ સાથે પણ ઉમેરી શકાય છે.


 5.  Image : તેની મદદથી તમે તમારા મોબાઈલ ડિવાઇસ, ઇમેજ સર્ચ, ગૂગલ ડ્રાઇવ અથવા ફોટોમાંથી ઇમેજ ઉમેરી શકો છો.


 6. Shape : આ વર્તુળની મદદથી, ચોરસ, ત્રિકોણ, હીરા, ગોળાકાર લંબચોરસ, અડધા વર્તુળ, બાર અથવા તીર કોઈપણ આકાર પસંદ કરી શકો છો.  તમે આ શેપમાં બોર્ડર કલર પણ ભરી શકો છો.


 7. Text box : એક બૉક્સ ઉમેરો જ્યાં તમે ટેક્સ્ટને ટાઇપ અને ફોર્મેટ કરી શકો.


 8. Laser : તમે તેનો ઉપયોગ તમારા વિચારો અન્ય લોકો સમક્ષ રજૂ કરવા માટે કરો છો.


 9. Background : અહીં તમને બિંદુઓ, રેખાઓ, ગ્રાફ અને ઘેરા રંગનું બેકગ્રાઉન્ડ વગેરે વિવિધ ઓપશન  જોવા મળશે.


 10. Clear frame :-  તેનો ઉપયોગ તમારી સ્ક્રીન પરથી એક ક્લિકમાં બધું ભૂંસી નાખવા માટે થાય છે.


 11. Frame bar : આમાં તમારી બધી ફ્રેમ એકસાથે દેખાશે.  આમાં તમે નવી ફ્રેમ, ડુપ્લિકેટ ફ્રેમ ઉમેરી શકો છો અને ફ્રેમને ડિલીટ પણ કરી શકો છો.


 12. Zoom : તમે આનો ઉપયોગ ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે કરી શકો છો.