Google Autodraw વિશે

 




દરેક વ્યક્તિને કોરા પાના પર વિવિધ કલ્પનાઓ થકી ચિત્ર દોરવાનું પસંદ હોય છે, પરંતુ બહુ ઓછા લોકો આ કુશળતામાં નિપુણતા પ્રાપ્ત કરી શકે છે, બાકીના માટે, ચિત્રકામ એ ફક્ત ઊંધી સીધી રેખાઓ કે લીટીઓ દ્વારા પોતાનો શોખ પૂરો કરવા માટે ગમે તેવુ ચિત્ર  બનાવવાનું કાર્ય છે.  પરંતુ હવે એ લોકો માટે પણ શક્ય છે. , જો તમારા મનમાં કંઈક દોરવાની ઈચ્છા હોય, તો હવે તમે પણ કોઈપણ તાલીમ કે કોર્સ વિના સરળતાથી તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર પર વ્યાવસાયિક ગ્રાફિક્સ અને ડ્રોઈંગ બનાવી શકો છો.  તે એટલું સરળ છે કે કોઈપણ તેનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારનું ચિત્ર બનાવી શકે છે.


આ માટે ખાસ ગૂગલે સરળ ડ્રોઈંગ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત એક નવું ઓનલાઈન ટૂલ બહાર પાડ્યું છે. જેનું નામ છે. Autodraw ઓટો ડ્રો.



જેની મદદથી જ્યારે તમે કોઈપણ ચિત્રને દોરવા માટે તમારા મન મુજબ તે ચિત્ર દોરવા માટે કલ્પના શક્તિ મુજબ આડી ઉભી લીટીઓ દોરવાનું શરૂ કરો છો, ત્યારે આ ટૂલ આપમેળે તમારી પસંદગીનું ચિત્ર દોરશે. અને સજેશન કરશે. અથવા સુંદર ગ્રાફિક્સ બનાવીને તમને ભલામણ કરશે કે શું તમે આ ચિત્ર બનાવવા જઈ રહ્યા હતા.


ઉદાહરણ તરીકે, જો તમારે સાયકલ બનાવવી હોય, તો જેવા તમે 2 ગોળ રાઉન્ડ બનાવશો અને તેની ઉપર આડી લાઇન બનાવશો તો તરત ઓટો ડ્રો તમને સાયકલના સુંદર ગ્રાફિક્સ ઉપલબ્ધ કરાવશે.


આ રીતે, તમે સરળતાથી કોમ્પ્યુટર ગ્રાફિક્સના રૂપમાં તમારું ઇચ્છિત ચિત્ર બનાવી શકશો અને તેનો ગમે ત્યાં ઉપયોગ કરી શકશો.

Post a Comment

Previous Post Next Post