જે લોકો સમયનું મહત્વ જાણે છે તેઓ કાયમ કહેતા આવ્યા છે કે, એક મિનિટ એટલે કે, ફક્ત 60 સેકન્ડ પણ કેટલી કિંમતી હોય છે. તમે આ ક્યારેક અનુભવ્યું પણ હશે. જેમ કે, એક મિનિટમાં બસ, ટ્રેન, પ્લેનમાં બેસવાનું ચૂકી જાઓ છો ત્યારે. આ સિવાય ઘણાં કિસ્સામાં આવું બનતું હોય છે. આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટની વાત કરીએ તો, 1 મિનિટમાં ઈન્ટરનેટની દુનિયામાં કેટકેટલું બની જતું હોય છે, અપલોડ્સ, ઈ મેઈલ, મેસેજિસ, વેબ સાઈટ જોવી, આવી કેટ-કેટલી પ્રવૃત્તીઓ એક મિનિટમાં બની જતી હોય છે.
જે લોકો સમયનું મહત્વ જાણે છે તેઓ કાયમ કહેતા આવ્યા છે કે, એક મિનિટ એટલે કે, ફક્ત 60 સેકન્ડ પણ કેટલી કિંમતી હોય છે. તમે આ ક્યારેક અનુભવ્યું પણ હશે. જેમ કે, એક મિનિટમાં બસ, ટ્રેન, પ્લેનમાં બેસવાનું ચૂકી જાઓ છો ત્યારે. આ સિવાય ઘણાં કિસ્સામાં આવું બનતું હોય છે. આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટની વાત કરીએ તો, 1 મિનિટમાં ઈન્ટરનેટની દુનિયામાં કેટકેટલું બની જતું હોય છે, અપલોડ્સ, ઈ મેઈલ, મેસેજિસ, વેબ સાઈટ જોવી, આવી કેટ-કેટલી પ્રવૃત્તીઓ એક મિનિટમાં બની જતી હોય છે. આ બધું ઈન્ટરનેટને લીધે શક્ય છે.
ઈન્ટરનેટ અન્ય ઘણા કનેક્ટેડ કમ્પ્યુટર્સનું નેટવર્ક છે, જે રાઉટર્સ અને સર્વર્સ દ્વારા વિશ્વનાં કોઈપણ કમ્પ્યુટરને જોડે છે.અન્ય શબ્દોમાં, માહિતીનું વિનિમય કરવા માટે, ટીસીપી / આઈપી પ્રોટોકોલ દ્વારા બે કમ્પ્યુટર્સ વચ્ચેનું જોડાણ ઇન્ટરનેટ કહેવાય છે.ઇંટરનેટ વિશ્વનુ સૌથી મોટુ નેટવર્ક છે.
ખ્યાલ :-
ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે, જેમાં વપરાશકાર વિવિધ ચેનલથી માહિતીની આપ-લે છે. જે કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થાય તે ઉપલબ્ધ સર્વર તેમજ અન્ય કોમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક (જોડાયેલ) કોમ્પ્યુટરની મેમરીમાં લઇ શકે છે. આ જ કનેક્શનથી તે કોમ્પ્યુટર નેટવર્કના સર્વરને માહિતી પહોંચાડી શકે છે. આ માહિતી અન્ય જોડાયેલા કોમ્પ્યુટર્સ સુધી પહોંચી શકે છે. ઇન્ટરનેટમાં જે માહિતી મળતી હોય છે તેમાંની મોટાભાગની માહિતી ઇન્ટર-લિન્ક્ડ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સથી બનેલ વર્લ્ડ વાઇડ વેબ (WWW) સ્વરૂપે છે. કોમ્પ્યુટર વપરાશકર્તા સામાન્ય રીતે વેબ બ્રાઉસરની મદદથી વિવિધ માહિતીની આપ-લે કરે છે. કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સોફ્ટવેરમાં ઇ-મેલ, ઓનલાઇન ચેટ, ફાઇલ ટ્રાન્સફર અને ફાઇલ શેરિંગ(વહેચણી) વિગેરે નો સમાવેશ થાય છે.
ઈ.સ. ૧૯૭૧
રે ટોમલીન્સન
નામના સંશોધકે એક એવી સિસ્ટમ માટે કામ શરુ કરી દીધું કે જેનાથી આ
નેટવર્કની મદદથી કોમ્યુનીકેશન થઇ શકે. જેના પરિણામ રૂપે ઈલેક્ટ્રોનિક મેઈલ
એટલે કે ‘ઈ-મેઈલ’ નો જન્મ થયો. ટોમલીન્સનની આ સિસ્ટમની મદદથી નેટવર્કની
અંદરો-અંદર મેઈલ કરી શકાતો હતો.
આ જ વર્ષમાં વીંટન સર્ફ નામના એન્જીનિયરે Internet Protocol બનાવ્યો. એટલે કે IP અડ્રેસ.
આ પછી નેટવર્કને લગતી અને શોધો થઇ . અનેક લોકોએ તેમની ક્ષમતા પ્રમાણે પોતપોતાનો ફાળો આપ્યો. એક પછી એક DNS, DHCP, FTP વગેરે જેવા નેટવર્કમાં અલગ અલગ કામ માટે પ્રોટોકોલ આવવા લાગ્યા. પણ નેટવર્ક એ હજુય ઓફીસ કે લેબ પુરતું જ મર્યાદિત હતું. જેને કોઈ તમારા મારા જેવો કોઈ સામાન્ય માણસ માટે નહતું.
ઇ.સ. ૧૯૯૦ પછી …
આ
દાયકો ઈન્ટરનેટનો સુવર્ણ દાયકો કહી શકાય. ઈન્ટરનેટના પિતા ગણાતા એવા
અગ્રેજ સાયન્સીસ્ટ ટીમ બર્નર્સ લી એ WWW બનાવ્યું. WWW એટલે કે એવી જગ્યા
જ્યાં દરેક પ્રકારની માહિતીને લગતા ડોક્યુમેન્ટ્સ અને અન્ય રિસોર્સ URL
લીંક રૂપે મળી રહે. ટૂંકમાં જે નેટવર્કનો ખાનગી કંપની અને ઓફિસોમાં થતો હતો
તે WWW ના કારણે જાહેર એટલે કે પબ્લિક નેટવર્ક બન્યું. ટૂંકમાં INTERNET.
(ટીમ બર્નર્સ લી દ્વારા બનવામાં આવેલી દુનિયાની સૌથી પેહલી વેબસાઈટ ની એક ઝલક ) પ્રથમ વેબસાઈટ
ભારતમાં ઈન્ટરનેટ ક્યારે અને કોણ લાવ્યું ?
૧૯૯૫ના સ્વાતંત્ર્ય દિનના દિવસે ભારતમાં સરકારની કંપની VSNL(વિદેશ સંચાર નિગમ લીમીટેડ- ૧૯૯૨માં આ કંપનીને કેન્દ્ર સરકારે ખરીદી હતી. ) એ શરૂઆત કરી. આજે આ કંપની ને TATA COMMUNICATION દ્વારા ઓળખવામાં આવે છે. પણ ભારતમાં આજે internet ની વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી ભારત સરકારની કંપની BSNLની છે.
તમે જે GTPL,Tikona, Reliance, Idea , Vodafone વગેરે કંપનીનું જે internet વાપરો છો એ તમને મુખ્યત્વે BSNL દ્વારા જ પોહચાડે છે. Internet આવતાની સાથે સાથે જ ભારતના અર્થતંત્રમાં ખાસો ફેર પડ્યો. ગામડા સુધી પોહંચી ગયું.