Thursday, March 7, 2024

મોબાઈલનો કચરો :- Cache files

 "તમારા ફોનમાં Cache files કેટલી જગ્યા રોકે છે?" - તમે જાણો છો?

Cache files એ એવો ડેટા છે જે તમે કોઈ વેબસાઈટ કે એપ ખોલો/વાપરો છો ત્યારે તમારા મોબાઈલના (અથવા પીસી વાપરતા હો તો એમાં) temporary files તરીકે સ્ટોર થાય છે. આમાં ફાઈલ, સ્ક્રિપ્ટ, લિંક, ઈમેજ અને અન્ય મલ્ટીમીડિયાનો સમાવેશ થાય છે. 

સાદી ભાષામાં cache એ એવો junk (કચરો) છે જે ભાગ્યે જ તમારા ફરીથી કામમાં આવવાનો હોય..

આવી cache files સતત જમા થતી રહેતી હોઈને સમયાંતરે એ તમારા ડીવાઈસ સ્ટોરેજનો એક પ્રમાણમાં મોટો ભાગ રોકી લેતી હોય છે. જેને કારણે ડીવાઈસની સ્પીડ ધીમી પડે છે, સ્ટોરેજ ઓછું પડવા લાગે છે અથવા તો જે તે એપ ચલાવતી વખતે નાનામોટા પ્રશ્નો/અગવડો સર્જાય છે.

તમારા ફોનને વ્યવસ્થિત ચલાવવા માટે સમયાંતરે આવી cache files ને ક્લીઅર કરીને ઇન્ટર્નલ સ્ટોરેજ ક્ષમતા વધારવી જરૂરી હોય છે. આ માટે ઘણી અલગ અલગ cache cleaner/Junk cleaner એપ્લિકેશન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. એનો ફાયદો એ છે કે એ એકસાથે બધી જ cache files ને દૂર કરી દે છે. એપ ન નાખવી હોય અને વધારે મહેનત કરવી હોય તો તમારા મોબાઈલમાં સેટિંગમાં "app management" સેકશનમાં જઈને એક પછી એક દરેક એપ ખોલીને એના "Storage usage" માં જઈને "clear cache" પર ક્લિક કરવાનું થાય (ખાસ ચેતવણી : તમારે cache જ ક્લીઅર કરવાની છે. ભૂલમાં પણ "clear data" પર ક્લિક થશે તો એ એપ પર તમે સાચવેલી માહિતીઓ પણ જતી રહેશે અને એપ વાપરવા માટે જરૂરી log in કે અન્ય ફોર્માલીટી ફરીથી કરવી પડશે) 

જો કોમ્પ્યુટર વાપરતા હો તો PC/Laptop માં સર્ચબોક્સમાં %temp% લખીને એન્ટર આપવાથી કોમ્પ્યુટરમાંની આવી તમામ ટેમ્પરરી ફાઈલોની યાદી આવશે, જેને એકસાથે સિલેક્ટ કરીને ડિલીટ કરી શકાશે.

અનુકૂળતાએ અને સમયાંતરે આ પ્રકારે cache/temporary files રિમૂવ કરવી એ જે તે ડીવાઈસના smooth running માટે બહુ જરૂરી હોય છે. આવી ટેવ ન હોય તો આજથી પાડી દેજો. 

સાભાર :-

હિમલ પંડ્યા