Thursday, March 7, 2024

Facebook Security settings

Facebook settings ના Password and Security સેક્શનમાં જઈ આટલું અવશ્ય કરી લો.(આ માટે એકવાર ફરીથી તમારો પાસવર્ડ માગશે. આપી દેજો ચિંતા કર્યા વગર)

two factor authentication ઓન રાખી દો

મોબાઈલ નંબર રજીસ્ટર કરી દો જેથી OTP આવ્યા વગર અન્ય કોઈ વ્યક્તિ અન્ય કોઈ ડીવાઈસમાંથી તમારું એકાઉન્ટ ઍક્સેસ ન કરી શકે.

additional methods માં જશો એટલે recovery codes મળશે એને સાચવી રાખો. સ્ક્રીન શોટ લઈ લો અથવા ક્યાંક લખેલા રાખો. અન્ય કોઈ રસ્તો ન હોય ત્યારે આ કોડની મદદથી તમે તમારું એકાઉન્ટ ઍક્સેસ શકશો. કોઈપણ કોડ એક જ વાર વાપરી શકાશે. અનુકૂળતા અને જરૂરિયાત મુજબ નવા કોડ જનરેટ થઈ શકશે.

recognised device તરીકે સામાન્ય રીતે તમે જે મોબાઈલ/પીસી/ટેબ્લેટ/લેપટોપમાં ફેસબુક વાપરતા હો એને રજીસ્ટર કરી દો. જેથી ભવિષ્યમાં એમાંથી ફેસબુક ઍક્સેસ કરતી વખતે ઝાઝી મગજમારી નહીં રહે. આ લિસ્ટ રિવ્યૂ કરીને જે ડીવાઈસ તમે નથી વાપરતા (કે હવે ક્યારેય નથી વાપરવાના) એને રિમુવ કરી દો.

અહીં વારંવાર માહિતીસભર લેખો દ્વારા સાવચેત કરવા છતાં ઘણા મિત્રોએ ફેસબુક/ઇન્સ્ટાગ્રામ પર પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરેલ ન્હોતો અને Two Factor Authentication જેવી બહુ મહત્વની સુવિધાને પણ ON રાખી ન્હોતી.

આમાંનાં ઘણાં ગઈકાલે સાંજે અચાનક મેટાની તમામ એપ્સ ક્રેશ થવાને કારણે તકલીફમાં મુકાયાં છે. અમુકનાં ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખૂલી નથી રહ્યાં તો અમુક હવે નવી પ્રોફાઇલમાં સક્રિય હોવા છતાં તેઓની કેવળ જૂની પ્રોફાઈલ જ ખૂલી રહી છે. કોઈ કોઈ કિસ્સામાં તો બેદરકારી એ હદે જોવા મળી છે કે જે ઇમેઇલ સર્વિસિઝ વરસોથી બંધ થઈ ચૂકી છે એ આઇડીથી અગાઉ ખોલેલા ફેસબુક એકાઉન્ટની વિગતો ક્યારેય અપડેટ ન કરી હોવાથી અને એને મોબાઈલ નંબર સાથે sync ન કરી હોવાથી એમના માટે હવે પોતાના એ ફેસબુક એકાઉન્ટને ભૂલી જવા સિવાયના રસ્તાઓ લગભગ નથી રહ્યા. 

હજુ કહું છું...અમુક બાબતોમાં મારું માનો અને આટલું ચોક્કસ કરો...😊

૧. તમારા સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં તમારા ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબરને અપડેટેડ રાખો (એમ કરવાથી તમારો મોબાઈલ નંબર જાહેર નથી થઈ જતો)

૨. હંમેશા Two Factor Authentication સર્વિસને ON રાખો. આના એકથી વધુ ફાયદાઓ છે. તમને log in ના ઇસ્યુ આવતા હશે ત્યારે મોબાઈલ પર પણ OTP મંગાવીને તમારું એકાઉન્ટ ખોલી શકશો. બીજો ફાયદો એ થશે કે ક્યાંયથી પણ કોઈ હેકર કે અન્ય વ્યક્તિ દ્વારા તમારું એકાઉન્ટ ખોલવાનો પ્રયત્ન થશે તો તમને એની જાણ થશે અને સામેની વ્યક્તિ તમારી મંજૂરી વગર તમારું એકાઉન્ટ ખોલવામાં સફળ નહિ થાય (ટેકનોલોજીના ખરા જાણકારો આને પણ ભેદી શકતા હોય છે, પણ સામાન્ય માણસ તરીકે આ સુવિધા આપણને ઘણી સુરક્ષા પૂરી પાડે છે). આ સુવિધા ઓન કરતી વખતે તમારી પાસે સ્વાભાવિક રીતે જ પાસવર્ડ માગવામાં આવશે, જે તમારી જ સુરક્ષા માટે છે.

૩. તમારા ફોન/પીસી/લેપટોપ (જેમાંથી તમે વારંવાર ફેસબુક/ઈન્સ્ટાગ્રામ વાપરતા હો એ) ને trusted device તરીકે રજીસ્ટર કરી દો જેથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય તો આ ડીવાઈસ પરથી તમે આસાનીથી પોતાનું એકાઉન્ટ ફરી ઓપન કરી શકશો. ફેસબુક (મેટા) આ સુવિધા આપે છે કે અગાઉ ક્યારેક તમે જે ડીવાઈસમાં તમારી પ્રોફાઈલ ઓપન કરી હોય એમાં ઝાઝી માથાકૂટ વગર તમને ઍક્સેસ કરવાની છૂટ આપે છે. એથી વિપરીત અન્ય કોઈ ડીવાઈસમાંથી તમે પોતે પણ જો log in કરવાની કોશિશ કરશો તોપણ two factor authentication ઓન હોવાથી મોબાઈલ/ઇમેઇલ પર આવેલ otp વાપર્યા વગર નહિ કરી શકો. છે ને બહુ કામનું ફીચર?!!. આજે જ અપનાવો. 

૪. Two factor Authentication સર્વિસ તમને કેટલાક security codes આપે છે. જેને કોપી કરીને કોઈ જગ્યાએ સાચવી રાખવા જોઈએ. Log in કરવામાં ક્યારેય કોઈ મુશ્કેલી થાય કે OTP સમયસર ન મળે ત્યારે આવા codes પૈકીના કોઈપણ એક કોડથી પણ તમે લોગ ઈન થઈ શકો છો. આ દરેક કોડ એક જ વખત વાપરી શકાય છે એટલે તમામ કોડ વપરાઈ જાય એ પહેલા તમે નવા કોડ્સ પણ માગી અને મેળવી શકો છો.

૫. ફેસબુક પર મહેરબાની કરીને (મહિલાઓને ખાસ વિનંતી) ઓનલાઇન ગેમ્સ ન રમો. ભવિષ્ય જાણવાની, હું કેવો/કેવી છું, મારું મૃત્યુ ક્યારે ને કેમ થશે - જેવી રમતો ન રમો. ઘણાં એ રમીને પરિણામ જાણીને શેર ન કરીને સંતોષ લે છે, પણ આવી ગેમ્સ રમવાથી તમે અકારણ એક થર્ડ પાર્ટી એપ્લિકેશનને તમારો ડેટા એક્સેસ કરવાની પરમિશન જાણ્યે અજાણ્યે આપી દો છો જે તમારા માટે ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. દેખાદેખીમાં આવી ગેમ્સ રમવાનું કે ફેસબુક પરથી અન્ય એપ (ખાસ તો શોપિંગ/કુકિંગ વિગેરે માટેની) માં જવાનું ટાળો. દર અઠવાડિયે એકવાર ફરજિયાતપણે ફેસબુક સેટિંગ્સમાં જઈને off facebook activities history ને ક્લીઅર કરવાનું રાખો જેથી અજાણતા આવી એપને પરમિશન અપાઈ ગઈ હોય તો એ રદ થઈ જાય. 


સાભાર:-

હિમલ પંડ્યા