Saturday, March 16, 2024

STD 12 BA વિભાગ D માટેના Imp Question

નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ વિભાગ


 ધોરણ 12 કોમર્સ

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

વિભાગ D માટેના Imp Question 


નીચે આપેલ અવશ્ય પાકું કરવું.  આમાંથી 3 માર્કસના પ્રશ્નો અવશ્ય પુછાય છે.


✒️ ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો 

ટોચની સપાટી, સર્વોચ્ચ સપાટી

કાર્યો

1)  મુખ્ય અને ગૌણ હેતુઓ

2)  ટ્રસ્ટી

3)  વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણુંક કરવી.

4)  અંદાજપત્રોને મંજુર કરવા.

5)  વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી.

6)  વ્યૂહાત્મક નિર્ણયો

7)  જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો, કાનૂની જોગવાઈને ધ્યાનમા રાખવી અને ઉકેલ

8)  યોજનાઓના ઘડતર, અમલીકરણ, દેખરેખ

9)  નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃ રોકાણ

10) વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ



પ્રશ્ન :- તળ સપાટીના કાર્યો

નિરીક્ષકોની સપાટી કે નિમ્ન સપાટી

( *અહીં સંચાલનનું કાર્ય ઓછું અને  વહીવટનું કાર્ય વધારે* )

1)  કાર્યોનું નિરીક્ષણ

2)  શિસ્ત અને જુસ્સો વધે.

3)  રોજિંદા કાર્યોનું આયોજન

4)  બદલી, બઢતી, તાલીમ

5)  સૂચનાઓ, હુકમો, કાર્યક્રમો મેળવવા.

6)  યંત્રોની ગોઠવણી, સમારકામ,     જાણવણી

7) સાધન સામગ્રી, કાચો માલ પુરા પાડવા

8)  કર્મચારીઓ ના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ 

9)  નિર્ણયો અને નીતિનો 

10)  તળ સપાટીની વિવિધ પ્રવૃતિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મોકલી આપવા.



સંચાલનની વ્યાખ્યા અને સ્વરૂપ (લાક્ષણિકતા)

પ્રશ્ન યાદ રાખવાનું સુત્ર :- (મુખ્ય મુદ્દાઓની યાદી)

*સસહેજ માનવી*

સર્વ વ્યાપી પ્રવૃત્તિ 

સતત ચાલતી પ્રવૃત્તિ

હેતુલક્ષી પ્રવૃત્તિ

જૂથ પ્રવૃત્તિ

માનવીય પ્રવૃત્તિ

નિર્ણય પ્રક્રિયા

વિજ્ઞાન, કળા અને વ્યવસાય


*સંચાલનના કાર્યો* અથવા

POSDCoRBC


👉 P (Planning) આયોજન

👉 O (Organising) વ્યવસ્થાતંત્ર (પ્રબંધ)

👉 S (Staffing) કર્મચારી વ્યવસ્થા

👉 D (Directing) દોરવણી

👉 Cor (Co-ordination) સંકલન

👉 B (Budgeting) અંદાજપત્ર

👉 C ( Controlling) અંકુશ


સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેનો તફાવત કે તુલના

*(મુખ્ય મુદ્દાઓની યાદી)*👇👇👇

✒️ *સં સ સસલા ધ ઉ ની* 

✨ *મુખ્ય મુદ્દાઓ*✨


1️⃣ સંચાલન અને વહીવટ

2️⃣ સમાવેશ

3️⃣ સત્તા અને જવાબદારી

4️⃣ સંખ્યા

5️⃣ લાયકાત

6️⃣ ધ્યેય અને નીતિ ઘડતર

7️⃣ ઉત્તર દાયિત્વ

8️⃣ નિર્ણયો


સત્તા સોંપણીના મૂળ તત્વો

▪️ જવાબદારીની સોંપણી

▪️ સત્તા ની સોંપણી

▪️ઉત્તર દાયિત્વનું સર્જન



માનવ સંસાધન સંચાલન  (HRM) વિશે નોંધ લખો.

▪️કર્મચારીઓ મેળવવા, તેમને જાળવવા અને કેળવવા 

▪️ટુંકમાં કર્મચારીઓને લગતું આયોજન કરવું, અને તેમનો વિકાસ કરવો.

▪️ભરતી, પસંદગી, તાલીમ ઉપરાંત કર્મચારીના ભૌતિક સુખ સુવિધામાં વધારો કરવો, સારી વેતન પ્રથા એટલે કે પગાર, કર્મચારીઓના કલ્યાણ તેમજ તેમના વિકાસ માટેની બાબતોનો સમાવેશ થાય છે.

▪️HRM થી સ્થિર કર્મચારી ઉભુ કરી શકાય છે.

▪️ કર્મચારીની ફેરબદલી ઘટે છે

▪️કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થાય છે.



રૈખીક વ્યવસ્થાતંત્ર

▪️સૌથી પ્રાચીન પ્રકાર છે.

▪️લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહેવાય છે.

▪️ સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલી હોય છે.

▪️અહી સત્તા અને જવાબદારીની વહેચણી સીધી રેખામાં થાય છે..

એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ

▪️અહી ઔધોગિક એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે 

▪️દરેક વિભાગોમાં અધિકારીની નિમણૂક કરવામાં આવે છે.

▪️અહી રચના કાર્ય મુજબ થતી નથી પણ વિભાગ મુજબ થાય છે.

▪️ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. 

▪️તેઓ નિર્ણયનો અમલ જનરલ મેનેજર જેવા અધિકારીઓ પાસે કરાવે છે. ▪️આ અધિકારીઓ સુપર વાઈઝર, ફોરમેન, કારકુન જેવા કર્મચારીઓ પાસે કાર્ય કરાવે છે.

▪️જ્યાં એકમ કદ માં નાનુ હોય અને કાર્ય ક્ષેત્ર મર્યાદિત હોય ત્યાં આ વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે.



સારા વેચાણકર્તા કે સેલ્સમેનના લક્ષણો જણાવો.

▪️ વેચાણકર્તા સંભવિત ગ્રાહકને શોધી કાઢે છે.

▪️સ્માર્ટ, ચાલાક,વાચાળ, બોલકો, તંદુરસ્ત હોવો જોઈએ.

▪️કુશળ, બુદ્ધિ વાળો, ચતુર, આવડત વાળો હોવો જોઈએ 

▪️ગ્રાહકો સાથે વાત ચીત કરવાની કુશળતા, નવી વસ્તુઓ રજૂ કરવાની શૈલી આવડતી હોવી જોઈએ.

▪️ગ્રાહકને સમજાવવાની આવડત

▪️વસ્તુ અંગેની ટેકનિકલ માહિતી હોવી જોઈએ.

▪️પ્રમાણિક અને ચારિત્ર્ય વાળો હોવો જોઈએ.

▪️સેલ્સમેન ના કામ અંગે ગંભીર હોવો જોઈએ 

▪️વિનમ્ર અને સારી વર્તુણક હોવી જોઈએ.

▪️ઉત્સાહી, શિસ્ત વાળો, અને મહત્વકાંક્ષી હોવો જોઈએ.



વિકેન્દ્રીકરણનું મહત્વ

▪️વહીવટની જે સપાટીએ કામ કરવાનું હોય તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવે તેને વિકેન્દ્રીકરણ કહેવાય છે.

મહત્વના મુદ્દા :-

▪️ત્વરિત નિર્ણયો એટલે કે ઝડપી નિર્ણયો.

▪️ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો

▪️ અભીપ્રેરણમાં વધારો

▪️ સંચાલકીય પ્રતિભાનો વિકાસ

▪️ અસરકારક અંકુશ

▪️ સંવાદિતા એટલે કે સહકારનું સર્જન



આયોજન અને અંકુશનો બનેનો ભેગો  કોઈપણ પ્રશ્ન પૂછાય ત્યારે.

▪️આયોજન એટલે ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની છે, તે કેવી રીતે કરવી તેની અગાઉથી વિચારણા કરવી તે અંગેની યોજના છે . 

▪️અંકુશ એટલે આયોજન મુજબ ધંધાની પ્રવૃત્તિઓ યોગ્ય રીતે થાય છે કે નહિ તે જોવાની કામગીરી છે.

▪️આયોજન પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી અને અંકુશ એ થઈ રહેલી પ્રવૃત્તિઓ ચકાસવી અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે .



ખાનગીકરણની હકારાત્મક અસરો :

(1) કાર્યક્ષમતામાં વધારો 

(2) રાજકીય દખલગીરી થતી નથી.

(3) ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ મળે છે.

(4) વ્યવસ્થિત માર્કેટિંગ થાય છે.

(5) આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે

(6) જવાબદારીનાં ધોરણો અમલમાં લેવાય છે.

(7) હરીફાઈવાળું વાતાવરણ સર્જાય છે.

(8) નવી શોધખોળનો લાભ

(9) સર્જનાત્મકતા અને નવીનતાનો લાભ 

(10) ઉત્પાદનનાં સાધનોનો વધુમાં વધુ ઉપયોગ થાય છે.


કિંમતને અસર કરતા પરિબળો


1. પેદાશની પડતર

2. પેદાશની માંગ

3. બજારમાં હરીફાઈ