Saturday, March 16, 2024

STD 12 BA વિભાગ C માટેના Imp Question

 નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ વિભાગ


 ધોરણ 12 કોમર્સ

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

વિભાગ C માટેના Imp Question 


નીચે આપેલ અવશ્ય પાકું કરવું.  આમાંથી 2 માર્કસના પ્રશ્નો અવશ્ય પુછાય છે.


સંચાલનથી સમાજને ક્યા લાભ મળે છે ?

સંચાલનથી સમાજને નીચે મુજબના લાભ મળે છે.

➡️ સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે.

➡️ અલગ-અલગ વસ્તુ અને સેવાનું સર્જન કરી રોજગારીની તકોમાં વધારો કરે છે.

➡️ સમાજને વસ્તુ સસ્તી મળે છે. ધંધાકીય એકમો ઓછી પડતરે ઉત્પાદન કરી નીચી કિંમતે સમાજને વસ્તુ વેચે છે.


 ❓ કિંમત અંગેના નિર્ણયોમાં શાનો સમાવેશ થાય છે ?

કિંમત અંગેના નિર્ણયોમાં 

◼️શાખનીતિ, 

◼️વટાવનીતિ, 

◼️વેચાણનીતિ, 

◼️જથ્થાબંધ કે છૂટક વેચાણ,

◼️મધ્યસ્થીઓનું કમિશન 

વગેરે બાબતોનો સમાવેશ થાય છે.


સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે.

આ સપાટીમાં 

◼️સંચાલક મંડળ, 

◼️મેનેજિંગ ડિરેક્ટર 

◼️જનરલ મેનેજર, 

◼️CEO

વગેરેનો સમાવેશ થાય છે.


આયોજનનાં ઘટકો જણાવો.

(1) હેતુઓ, 

(2) વ્યૂહરચના, 

(3) નીતિ, 

(4) પદ્ધતિ/વિધિ, 

(5) નિયમો, 

(8) કાર્યક્રમ, 

(7) અંદાજપત્ર


ગૌણ યોજના એટલે શું ?

મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના વિકલ્પો વિચારવામાં આવે તેને ગૌણ યોજના કહે છે.

દા.ત., કાર બનાવતી કંપની ટાય ર બનાવવાં કે બહારથી ખરીદવાં તે અંગેનો જે નિર્ણય કરે, તેને ગૌણ યોજના કહેવાય.


નીતિ એટલે શું

આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યુહરચના કે રણનીતિ નક્કી કરે તેને નીતિ કહે છે.

દા.ત., વેચાણમાં વધારો કરવા શાખ કે ઉધાર નીતિ અને વટાવ કે ડિસ્કાઉટ નીતિ જેવી નીતિઓ અપનાવવામાં આવે છે.


 ❓ વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને ?

◼️જ્યાં ધધાકીય એકમનું કદ મોટું હોય, 

◼️વ્યવસ્થાતંત્રમાં ઝડપી નિર્ણયો લઇ શકાતા ન હોય, 

◼️ઉચ્ચ સપાટીએ કાર્યભાર ઓછો હોય તેમજ 

◼️વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર હોય ત્યાં શક્ય બને છે.


ઉત્તરદાયિત્વ એટલે શું?

મદદનીશોને સોંપેલ કાર્ય તેઓ વ્યવસ્થિત રીતે કરે છે કે નહિ તે જોવાની જવાબદારી ઉપરી અધિકારીની હોય છે. આ મદદનીશોને સોંપેલ કાર્યોના ઉત્તરો ઉપરી અધિકારીઓએ સંચાલકોને આપવા પડે છે. જેને ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ કહે છે.

દા.ત. હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહિ તે ચકાસવાનું અને તેમાં રહેલ ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહે છે 

તેના માટે જવાબદાર હિસાબો લખનાર એકાઉન્ટન્ટ હોતો નથી.


વિકાસ એટલે શું

ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ

ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે. આથી તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ-વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવા માટે તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. તેને વિકાસ કહેવાય છે.


તાલીમ એટલે શું ?

તળ સપાટીના કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન.


પ્રતિક્ષા યાદી એટલે

ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી તેમાંથી જેટલી જરૂર હોય તેટલા ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતિક્ષાયાદી કહે છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે.


વિવિધ કસોટીઓ દ્વારા શું જાણી શકાય ?


◼️બૌદ્ધિક કસોટી દ્વારા :-

બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ 


◼️અભિરુચિ ક્સોટી દ્વારા :

જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય


◼️ધંધાકીય કસોટી દ્વારા :-

ઉમેદવારે જે કાર્ય કરવાનું છે તે અંગે તેનામાં આવડત છે કે નહિં તે જાણી શકાય છે.


◼️મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા : 

ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ જાણી શકાય છે ?


તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે.

"તાલીમ એટલે કર્મચારીઓને કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન

કારખાનામાં કર્મચારીઓને તાલીમ આપવા માટે અલગ વિભાગો રાખવા પડે છે. તાલીમ અધિકારીની નિમણૂંક કરવી પડે છે. યત્રો, કાચોમાલ વગેરે સાધનોની ખરીદી કરવી પડે છે. કર્મચારીઓને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ (પગાર)આપવું પડે છે. 

આ દરમિયાન કાચા માલનો ઘણો બગાડ થાય છે. આ રીતે જોતાં તાલીમનું કાર્ય ખૂબ જ ખર્ચાળ છે.

પરંતુ, તાલીમને કારણે થતા લાભ કે ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ હોય છે.

જેમકે  તાલીમ આપવાથી કર્મચારીની કામ કરવાની ક્ષમતા વધે છે, બગાડ અને સમારકામ ખર્ચમાં ઘટાડો થાય છે, 

કર્મચારીઓના કામ કરવાનો જુસ્સો વધે છે.

કર્મચારી એક જગ્યાએ થી બીજી જગ્યાએ ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. 

આમ, તાલીમ ખર્ચ ન ગણતા મૂડી રોકાણ ગણવામાં આવે છે. એટલે તાલીમ આપવી જરૂરી છે. ભલે તે ખર્ચાળ હોય.


કર્મચારીઓની પસંદગી માટે કંઈ ચાર કસોટીઓ લેવામાં આવે છે.

(1) બુદ્ધિ કસોટી

(2) અભિરુચિ કસોટી

(3) ધંધાકીય કસોટી

(4) મનોવૈજ્ઞાનિક કસોટી


દોરવણીમાં ચાર તત્વોનો સમાવેશ થાય છે

(1) નિરીક્ષણ 

(2) અભિપ્રેરણ 

(3) નેતૃત્વ 

(4) માહિતીસંચાર.


નિરીક્ષણ એટલે ?

કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ.

ટુંકમાં તાબેદારોને સોંપવામાં આવેલ કામનું તેમજ તેમને આપેલ સૂચનાઓ અને હુકમો અનુસાર અમલ થાય છે કે નહી તેની ખાતરી મેળવવી કે ચકાસવું.


નેતૃત્વ

અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડતને નેતૃત્વ કહે છે. 

ટુંકમાં કોઈ પણ ધ્યેયની સિધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃતિ અને ગુણને નેતૃત્વ કહી શકાય.


અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓના મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. સમજાવો.

અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને સતત પ્રેરણા આપવામાં આવે છે. તેના કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. તેમને કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે, અને કાર્ય અનુસાર વળતા, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી તેને અન્ય કોઈ એકમમાં જવાની ઈચ્છા થતી નથી.

એટલે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.


ઉત્પાદન ચક્ર એટલે

કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થવાનો સમયગાળો. ટુંકમાં કાચા માલ માંથી વપરાશ લાયક માલ બનવા સુધી જે સમય લાગે તેને ઉત્પાદન ચક્ર કહેવાય.

જો આ સમયગાળો વધુ તેમ કાર્યશીલ મુડીની વધુ જરૂર, જેમ સમયગાળો ઓછો તેમ કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે.

લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ વગેરેમાં આ સમયગાળો વધુ 

જયારે ખાંડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ વગેરેમાં આ સમયગાળો ઓછો હોય છે.

નાણાં બજારના સાધનો જણાવો.

(1) ટ્રેઝરી બિલ

(2) કોમર્શિયલ પેપર

(3) થાપણનું પ્રમાણપત્ર

(4) કોમર્શિયલ બિલ 

(5) કોલ /નોટીસ મની


કોલ મની અને નોટિસ મની વચ્ચેનો તફાવત જણાવો.

કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય સમયનો તફાવત છે.

જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તેને કોલ મની કહે છે.

જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહે છે.


ડિમટિરિયલાઈઝેશન કે ડિમેટ એટલે શું?

ડિમટિરિયલાઈઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઈલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. 

ટુંકમાં ભૂતકાળમાં શેર કાગળના દસ્તાવેજ સ્વરૂપમાં આપવામાં આવતા હતા તેને ડિજિટલ સ્વરૂપે કનવર્ટ કરવાની પ્રોસેસ ને ડિમેટ કહેવાય છે.

ડીમટિરિયલાઈઝેશનને ટૂંકમાં ડિમેટ (Demate) તરીકે ઓળખવામાં આવે છે.


લેબલિંગના ઉપયોગો

પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો એટલે લેબલિંગ.

(1) લેબલ ગ્રાહકને પેદાશ ઓળખવામાં મદદ કરે છે.

(2) પેદાશની ગુણવત્તા અને પ્રકાર સહિતની સંપૂર્ણ માહિતી આપે છે. જેથી વપરાશ કરનારને પેદાશ અંગે બધી જ માહિતી મળી રહે

(3) પેદાશને ઉપયોગમાં લેવાની રીત સમજાવે છે.

(4) પેદાશ માટે આકર્ષણનું વાતાવરણ ઊભું કરે છે.

(5) જાહેરાત અને વ્યક્તિગત વેચાણ માટે મદદરૂપ બને છે.

(6) લેબલ સંસ્થાની નીતિવિષયક અને કાયદાકીય જરૂરિયાત સંતોષે છે.

માર્કેટિંગ મિશ્ર ના ઘટકો જણાવો અથવા માર્કેટિંગ મિશ્ર ના 4 P જણાવો


ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમુહ અપનાવે છે તેને માર્કેટિંગ મિશ્ર કહે છે.

માર્કેટિંગ મિશ્રના ચાર ઘટકો છે. જેને 4P તરીકે ઓળખવામાં આવે છે.

(1) પેદાશ (Product)

(2) કિંમત (Price)

(3)  વિતરણ (Place)

(4) અભિવૃદ્ધિ(Promotion)


જાહેર હિતની અરજી અથવા PIL શું છે ?

કેટલીક બાબતો સમગ્ર સમાજને અસર કરતી હોય ત્યારે કોઈ વ્યકિત કે સમૂહને નુક્સાન થતું હોય તે વ્યક્તિ કે સમૂહ સામાન્ય કાગળ ઉપર સીધી અરજી જે તે રાજ્યની વડી અદાલત (હાઇકોર્ટ)ને અથવા સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ને કરી શકે છે. તેને જાહેરહિતની અરજી કહે છે.

કોર્ટ અરજી વાંચીને યોગ્ય લાગે તો કેસ તરીકે દાખલ કરીને તેના પક્ષકારોને હાજર કરીને સુનાવણી કરે છે અને તે અરજી પર પોતાનો ચુકાદો આપે છે.


ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અથવા વાલી પણાનો સિદ્ધાંત


આ સિદ્ધાંત ગાંધીજીએ આપેલ.

તે મુજબ વાલીપણા સમાજે જેને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ તેમણે સમાજની વ્યક્તિઓ માટે કરવો જોઈએ. 

ગ્રાહકો  માટે ગાંધીજી કહે છે કે "ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. એ આપણા (ધંધાર્થીઓ) પર આધારિત નથી, પરંતુ આપણે તેના પર આધારિત છીએ. એ આપણા કાર્યમાં દખલ કરતો નથી પરંતુ એ આપણા કાર્યનો હેતુ છે. એ આપણા ધંધાની બહારનો માણસ નથી પરંતુ એ ધંધાનો ભાગ જ છે.