● હું ફોન ●

મે એપલના ફોનનો આજ દિવસ સુઘી ઉપયોગ કર્યો નથી કે ભવિષ્યમાં #ચા વેચીને ખુબ ઘન આવશે ત્યારે પણ ખરીદવાનો કોઇ વિચાર સુઘ્ઘા નથી..

ખુબ સારો ફોન હશે - અદ્યતન ટેકનોલોજી પણ હશે બઘું જ કબુલ પણ મને અંગત રીતે 10_12 હજાર રૂપીયા થી વઘારે રૂપીયા નો ફોન લેવો મને કોઇ લોજીક નથી બેસતું , કદાચ પોસાતું થશે તો પણ 70 હજાર કે એક લાખ ફોન મા નાખતા જીવ ન ચાલે. આટલા મોંઘા ફોન ફકત અહંકાર સંતોષે છે. આને તમે કદાચ મારી મીડલ કલાસ મેન્ટાલીટી કહી શકો.

આજ કાલ ઘણા એવા લોકો ને મળું છુ જે દર મહીને ફોન બદલી નાખે, જેવુ આઇકોન નુ નવુ મોડલ માર્કેટ મા આવે ને ફોન બદલી નાખે.. ઘણાને આંઘળી આવક હશે એ આવા ખેલ કરે એ તો હજી સમજ્યા પણ એવા અઢળક લોકો ને ઓળખું છુ જેની પાસે થી #ચા ના બાકી નીકળતા પૈસા કઢાવવા મા નાકે દમ આવી જાય પણ ભડ નો દિકરો જાંગીયા ની જેમ ફોન બદલે.. ગામ માથી ઉઘાર ઉછીના લઇ ને ફોન બદલી નાખે.. હપ્તે થી મોબાઇલ લે - હપ્તો ભરવા હપ્તે થી લે...

વ્હાલા સમજુ મિત્રો, મહેનત થી કમાયેલા પૈસા આમ ન વેડફો..
SIP મા રોકાણ કરો - PPF મા રોકાણ કરો - સોના ચાંદી મા રોકાણ કરો - પોસ્ટ મા કે LIC મા રોકાણ કરો કે જેમા થી નીશ્ર્ચીત સમયે જરૂર પડયે પૈસા ઉપયોગ મા લઇ શકો...
ફોન મા રોકેલ પૈસા દરરોજ ઓછા થાય છે... 10 હજાર નો ફોન પણ એવુ જ કામ આપશે જેટલુ 1 લાખ નો ફોન કામ આપશે..

આ વિષય પર લખ્યા પછી કદાચ હુ નાની માનસીકતા ઘરાવતો લાગીશ પણ તો હા હુ એજ છુ..

સાભાર
મિત્ર અર્પિત છાયા
(ગુજરાતની પ્રખ્યાત Tea post ના સર્જક)

Post a Comment

Previous Post Next Post