વાવ વિષે :-

♨️ગુજરાતમાં વાવ (વાપી) નિર્માણનો ઉલ્લેખ લગભગ ૧૦મી સદીથી મળે છે. એકબાજુથી ઉતરવાના પગથિયાં હોય તેને વાવ કહે છે.

♨️આર્થિક દૃષ્ટિએ વાવ બાંધકામ કરાવવા કરતા કૂવો બાંધવો સસ્તો પડે છે, તેથી જ કહેવાય છે કે ‘પાંચ કૂવા બરાબર એક વાવ’ લોકવાયકા છે કે જ્યાં સુધી વાવ હોય ત્યાં સુધી પુણ્ય તપે કેટલીક વાવ ભૂગર્ભ મહેલ જેવી હોય છે.

♨️તેમાં કૂવાને તળિયેથી બે-ત્રણ માળ બાંધી મથાળે ઘુમટ રચેલો હોય છે. વાવનું કેન્દ્રસ્થાન કૂવો હોય છે.

💠વાવના સાત પ્રકાર છે.

★(૧) એક મુખી - નન્દાવાવ

★(ર) બે મુખી-ભદ્ર વાવ

★(૩) ત્રી મુખી-જયા વાવ

★(૪) ચાર મુખી-વિજ્યા વાવ

★(પ) બત્રીસ હાથ લાંબી-દીર્ધિકા વાવ

★(૬) ભોલરી વાવ - અંદરના પહોળા ભાગ વાળી

★(૭) જીવતી વાવ-અખૂટ પાણી વાળી. 

🔆વઢવાણની માધા વાવ, અડાલજની વાવ, મોઢેરાની વાવ, અમદાવાદની નલિકસાબાની વાવ, પાટણની રાણી વાવ, પાવાગઢની ગેબલશાની વાવ, ચાંપાનેરની સદનશાહની વાવ, વડોદરાના સેવાસી ગામે સેવાસીની વાવ, દક્ષિણ ગુજરાતની ભરૂચ, સુરત, વલસાડની વાવો પ્રખ્યાત છે. 

🌀કૂવા અને વાવ વચ્ચે ફરક એટલો છે કે કૂવામાંથી પાણી સીંચીને બહાર કાઢવું પડે છે જ્યારે વાવમાં ઉતરવા માટે પગથિયા હોય છે

Post a Comment

Previous Post Next Post