દુનિયા ની સૌથી મોટી પંગત પંજાબ માં આવેલા ગોલ્ડન ટેમ્પલ ગુરૂદ્વારા માં પડે છે.
આ પંગત એટલી મોટી હોય છે કે તમને દુર દુર સુધી ખબર જ પડે નહિ કે આ ગુરૂદ્વારામાં કેટલા માણસો છે. આ ગુરુદ્વારા માં જે કોઈ પણ વ્યક્તિ આવે છે તે ક્યારેય ભૂખ્યા જતા નથી. અહી સતત જમણવાર ચાલુ હોય છે.
એક બાજુ જ્યાં દુનિયાની સૌથી મોટી વસ્તીને ભોજન નથી મળતું તો બીજી તરફ એક એવું કિચન પણ છે જ્યાં દરરોજ હજારો લોકો મફતમાં પેટ ભરીને ભોજન કરે છે. આ જગ્યાએ અમીર-ગરીબ, નાના-મોટા જેવા કોઈ ભેદભાવ નથી.
ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી મોટું રસોડું બની રહ્યું છે ગુજરાતના સાળંગપુર ધામમાં